Homemade Garlic Besan Chilla Recipe in Gujarati : શરીક સ્વસ્થ રાખવા માટે આરોગ્યપ્રદ ભોજન કરવું જરૂરી છે. દિવસની શરૂઆત દરેક વ્યક્તિ હેલ્ધી બ્રેકફાસ્ટથી કરવા માંગે છે. જો કે, સમયના અભાવને કારણે રસોડામાં વધુ સમય પસાર કરવો ઘણીવાર મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ફાસ્ટ હેલ્ધી નાસ્તો શોધી રહ્યા છો, તો પછી ગાર્લિક બેસન ચીલા એક ઉત્તમ વિકલ્પ છે. આ વાનગી ફટાફટ બનીને તૈયાર થઇ જાય છે.
ગાર્લિક બેસન ચીલા બનાવવા માટે સામગ્રી
લસણની કળી : 4 – 5 નંગજીરુંલાલ મરચું પાઉડરમીઠુંચણાનો લોટ : 1 કપચોખાનો લોટ : 2 ચમચીહળદર પાઉડરપનીરગાજરકોબીજડુંગળીલીલું કોથમીરકેપ્સિકમ
ગાર્લિક બેસન ચિલ્લા કેવી રીતે બનાવાય?
- ગાર્લિક બેસન ચીલા બનાવવા માટે સૌ પ્રથમ લસણની 4-5 કળી લો. હવે તેને જીરું, લાલ મરચું પાવડર અને મીઠું નાખીને પીસીને ચટણી તૈયાર કરો.
- હવે તેમાં એક બાઉલમાં એક કપ ચણાનો લોટ ઉમેરો અને તેમાં બે કપ ચોખાનો લોટ, ચપટી હળદર, મીઠું અને પાણી સ્વાદ મુજબ ઉમેરો અને પાતળું ખીરું બનાવો.
- એક અલગ બાઉલમાં ખમણેલું પનીર લો અને તેમાં ખમણેલું ગાજર, કોબીજ, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને કોથમીરના પાન મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ પછી એક પેન ગરમ કરી તેના પર તેલ કે ઘી લગાવો. થોડા સમય સુધી ગરમ કર્યા પછી, ચણાના લોટનું ખીરું કડાઈ પરના પાતળા પડમાં પાથરી લો. ચીલાને સારી રીતે બેક કરો.
- હવે તેને પલટાવીને બ્રશ વડે થોડુંક તેલ લગાવો. તેની ઉપર લસણની ચટણી પાથરી લો. પછી તેમાં ચીઝ અને શાકભાજીનું સ્ટફિંગ પાથરો અને પેનને ઢાંકી દો. આ ચીલાને મધ્યમ આંચ પર 3 મિનિટ સુધી શેકો. આ રીતે તમારા નાસ્તા માટે ગાર્લિક બેસન ચીલા તૈયાર થઈ જશે.