વધતા વજનને કંટ્રોલ કરવા લોકોના માટે સૌથી મુશ્કિલ ટાસ્ક છે. વજન કંટ્રોલ કરવા માટે લોકો વિવિધ પ્રકારનું ડાયટ ફૉલો કરતા હોય છે. વર્ક આઉટ કરે છે તો પણ તેમને જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. વધતા વજનને કંટ્રોલ કરવું હોઈ તો ડાયટમાં ફેરવાર કરવો જરૂરી છે. ડાયટમાં મોડિફિકેશન કરીને તમે તમારા વધતા વજન પર કંટ્રોલ કરી શકો છો. આપણા ડાયટનો મુખ્ય ભાગ રોટલી છે જે ભૂખને કંટ્રોલ કરે છે. ભૂખ લાગવા પર આપણે 4-5 રોટલી સુધી ખાઈ લેતા હોઈએ છીએ જેનાથી વજન વધવાનું સંકટ રહે છે. ડાયટમાં તમે એવા લોટની રોટલીનું સેવન કરવું જે વધારે માત્રમાં લેવાથી તમારે વજન વધવાનું સંકટ નથી રહેતું.
ડાયટમાં એવા લોટનું સેવન કરો જે ભૂખને કંટ્રોલ કરે સાથે જ વજનને પણ કંટ્રોલ કરે. વજન કંટ્રોલ કરવા માટે તમે એવા લોટનું સેવન કરો જેનાથી સરળતાથી બચી શકાય અને સ્વાદમાં પણ સારી હોય. જુવારનો લોટ એવો લોટ જેનાથી બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એન્ટિઓક્સિડેન્ટસ, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર આ લોટમાં પોષક તત્વો ઘણા હાજર હોય છે જે બોડીને હેલ્થી રાખે છે અને વજનને પણ કંટ્રોલ કરે છે. તો ચાલો જાણીયે કે વજન કંટ્રોલ કરવા માટે જુવારનો લોટ કેવી રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કેટલું કરવું.
વજન ઘટાડવા માટે જુવારની રોટલી:
વજન ઓછું કરનારા લોકો જુવારના લોટથી બનેલી રોટલીનું સેવન કરે છે. ફાઈબર, હાઈક્વોલિટી પ્રોટીનથી ભરપૂર આ લોટ ભૂખને સંતોષ કરે છે અને પેટને લાંબા સમય સુધી ભર્યું રાખે છે. રોટલી બનાવવા માટે તમે જો ઓછી કેલરી વાળા લોટનો ઉપયોગ કરો છો તો વજન ઝડપથી ઓછું થઇ શકે છે.
ફિઝિકલ એકટીવીટી, એક્સરસાઈઝ અને યોગની સાથે જો ડાયટમાં જુવારની રોટલીનું સેવન કરો તો વજન સરળતાથી કન્ટ્રોલમાં આવી શકે છે. ડાયટમાં કાર્બોહાઇડ્રટનું સેવન તમારા વજનને ઝડપથી વધારી શકે છે તેથી તમે ઓછા કાર્બોહાઇડ્રેટ વાળા લોટનું સેવન કરવું. વજન કરનારા લોકોએ ઘઉંના લોટની રોટલીનું સેવન કરવું નહીં.
ગ્લુટન ફ્રી છે જુવારનો લોટ
કેટલાક લોકોને જો અન્ય લોટથી અલેર્જી હોય છે એવા લોકો માટે જુવારનો લોટ બેસ્ટ ઓપ્શન છે. જુવારનો લોટથી બનેલી રોટલી ગ્લુટન ફ્રી હોઈ છે. આ રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જે લોકોને સુગર હોય એ લોકોએ આ લોટની રોટલીનું સેવન કરવું જેથી બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે.
ફિટ રહેવા માટે કેટલી રોટલી ખાવી જોઈએ
જે લોકોને વજન કંટ્રોલમાં કરવો છે એ લોકો બોડીને હેલ્થી અને ફિટ રાખવા માટે એક ટાઈમના ખાવામાં માત્ર 4 રોટલીનું સેવન કરવું, એનાથી વધારે રોટલીનું સેવન વજન વધારે છે.