Dalia Upma Recipe: સવારના નાસ્તામાં બનાવો હેલ્ધી દલિયા ઉપમા, જાણો સરળ રેસીપી

Dalia Upma Recipe In Gujarati: સવારના નાસ્તામાં દલિયા ઉપમા ખાઈ શકાય છે. આ હેલ્ધી વાનગી ઓછા સમયમાં બની જાય છે. આ નાસ્તો પેટ ભરેલું રાખે છે એટલું જ નહીં, આખો દિવસ શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે.

Dalia Upma Recipe In Gujarati: સવારના નાસ્તામાં દલિયા ઉપમા ખાઈ શકાય છે. આ હેલ્ધી વાનગી ઓછા સમયમાં બની જાય છે. આ નાસ્તો પેટ ભરેલું રાખે છે એટલું જ નહીં, આખો દિવસ શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
dalia upma recipe | daliya upma recipe | Broken wheat upma | morning breakfast recipe

Dalia Upma Recipe : દલિયા ઉપમા રેસીપી.

Dalia Upma Recipe In Gujarati: સવારનો નાસ્તો એ આપણા ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સમયસર નાસ્તો કરવાથી આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે. જો કે, આજની વ્યસ્ત જીંદગીમાં કેટલાક લોકો એવા હોય છે કે જેઓ સવારે હેલ્ધી નાસ્તો કરી શકતા હોય છે. જો તમે પણ સવારનો હેલ્ધી બ્રેકફાસ્ટ શોધી રહ્યા છો, તો દલિયા ઉપમા એક સારો વિકલ્પ બની શકે છે.

Advertisment

દાલિયા ઉપમામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ફાઇબર, આયર્ન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને આખો દિવસ એનર્જી પણ આપે છે. આ લેખમાં અમે તમને દલિયા ઉપમા બનાવવાની રેસીપી વિશે જણાવીશું, જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

દલિયા ઉપમા બનાવવા માટે સામગ્રી

૧ કપ ઓટમીલ કે દલિયા
લીલા શાકભાજી
1 ડુંગળી
લીલા મરચા
1/1 નાની ચમચી રાઇ
5 મીઠા લીમડાના પાન
1 મોટી ચમચી આદુ
1 મોટી ચમચી તેલ
મીઠું
2 કપ પાણી
લીલી કોથમીરના પાન

Dalia Upma Recipe : દલિયા ઉપમા બનાવવાની રીત

  • દલિયા ઉપમા બનાવવા માટે, સૌપ્રથમ એક કઢાઇમાં દલિયા ધીમા તાપે 5 મિનિટ સુધી શેકી લો.
  • હવે બીજી કઢાઇમાં તેલ ગરમ કરો. તેમા રાઇ, મીઠા લીમડાના પાનનો તડકો લગાવો, ત્યાર પછી લીલા મરચા અને આદુ સાંતળી લો. હવે ઝીણી સમારેલી ડુંગળી હલકી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો.
  • હવે તેમાં લીલા શાકભાજી ઉમેરો. તમે દલિયા ઉપમામાં ગાજર, બીન્સ અને કેપ્સિકમ ઉમેરી શકો છો. હવે આ શાકભાજી થોડો સમય રાંધો.
  • હવે તેમાં શેકેલા દલિયા સાથે 2 કપ પાણી ઉમેરો. તેમા સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.
  • આ દલિયાને 10 મિનિટ સુધી પકવવા દો. થોડા સમય બાદ દલિયા બધું પાણીને શોષી લે અને નરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તેમા લીંબુનો રસ ઉમેરો અને તાજા કોથમીરીના પાન ઉમેરી ગાર્નિશ કરો.
Advertisment
ભોજન રેસીપી જીવનશૈલી