Heart Health: હાર્ટ એટેક પછી સ્વસ્થ્ય રહેવા કેવો ખોરાક શું લેવો જોઈએ? નિષ્ણાતો પાસેથી શીખો

Heart Health tips : હાર્ટ એટેક બાદ ખોરાક (heart attack after diet ) ખાવામાં ખુબ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારા હૃદયને સ્વસ્થ્ય રાખવું હોય તો, સંતુલિત આહાર (balanced diet) લેવો જરૂરી છે. તો જોઈએ કે, હાર્ટ એટેકમાંથી સાજા થયા પછી કેવો આહાર અસરકારક સાબિત થાય છે.

Written by Kiran Mehta
September 23, 2022 13:35 IST
Heart Health: હાર્ટ એટેક પછી સ્વસ્થ્ય રહેવા કેવો ખોરાક શું લેવો જોઈએ? નિષ્ણાતો પાસેથી શીખો
હાર્ટ એટેક બાદ કેવો ખોરાક લેવો જોઈએ

Heart Health : હાર્ટ એટેક (Heart tips) એ ખૂબ જ ગંભીર રોગ છે જેમાંથી સાજા થયા પછી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. હૃદયના સારા સ્વાસ્થ્ય માટે સ્વસ્થ આહાર (heart attack after diet) લેવો જરૂરી છે. સારો આહાર હૃદય અને રક્ત પરિભ્રમણ પરના દબાણને ઘટાડે છે. હાર્ટ એટેક (heart attack) આવ્યા પછી, અને હાર્ટ એટેક પહેલા તમે જે ખાદ્યપદાર્થો લેતા હતા તેનાથી પોતાને દૂર રાખવું મહત્વપૂર્ણ છે. હૃદયના સારા સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે.

કલ્યાણની ફોર્ટિસ હોસ્પિટલના ક્લિનિકલ ડાયટિશિયન શ્વેતા મહાડિક કહે છે કે, લાંબુ જીવન જીવવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. હાર્ટની બીમારીઓ અને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ડાયટ ખૂબ જ કારગર સાબિત થાય છે, તો સૌથી પહેલા જાણી લો કે કયો ખોરાક હૃદયને સ્વસ્થ રાખે છે. તો ચાલો જાણીએ કે, હાર્ટ એટેકમાંથી સાજા થયા પછી કેવો આહાર અસરકારક સાબિત થાય છે.

આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. ફળો અને શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે મેટાબોલિઝમ સુધારે છે. ઘાટા રંગના શાકભાજીનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. શાકભાજી અને ફળોનું વધુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

આહારમાં આખા અનાજનો સમાવેશ કરો. આખા અનાજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તમે ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકમાં ફળો, શાકભાજી અને અનાજ (કઠોળ) નો સમાવેશ કરી શકો છો.ખોરાકમાં પ્રોટીનનું સેવન કરો. સ્કિમ્ડ મિલ્ક અને તેના ઉત્પાદનો, ફળીયા, દાળ, ઈંડાની સફેદી, મરઘાં અને માછલીનું સેવન કરો.

આહારમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ફૂડ્સનું સેવન કરો. ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે, તમે ઓઈલ ફીશ જેમ કે સારડીન, મેકરેલ, ટુના, સૅલ્મોન, હેરિંગ, ટ્રાઉટ, બદામ, અખરોટ અને અલસી જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર આ ખોરાક હૃદયને સ્વસ્થ રાખે છે.

સંતૃપ્ત ચરબી અને ટ્રાન્સ-ફેટ ખોરાક જેમ કે બેકરી ઉત્પાદનો, પેકેજ્ડ ખોરાક, લાલ માંસ, ઘી, માખણ, ડાલડા અને માર્જરિન ખાવાનું ટાળો. માખણ, ક્રીમ અને ચરબી જેવા પ્રાણી દ્વારા ઉત્પાદનોમાં જોવા મળતી સંતૃપ્ત ચરબી ટાળવી જોઈએ.

તમે રાંધવાની રીત બદલો. ખોરાકને તળવાને બદલે તેને બોઈલ્ડ, ગ્રીલ કરી અને શેક્યા પછી ખાઓ.

ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું કરો. મીઠું બીપી વધારી શકે છે. ખોરાકમાં અથાણું, પાપડ, તૈયાર ખોરાક, સૂકી માછલી, નમકીન, તૈયાર ચટણી, ટોમેટો કેચપ જેવી વસ્તુથી દૂર રહો.

કાર્બોનેટેડ પીણાં અને ખાદ્ય પદાર્થોનું સેવન ન કરો જેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય જે હૃદય માટે જોખમી છે.

દારૂથી દૂર રહો.

અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 30-40 મિનિટ કસરત કરો. આમાં યોગ, ઝડપી ચાલવું, એરોબિક્સ, સ્વિમિંગ અને સાયકલિંગનો સમાવેશ થઈ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ