શિયાળાની સીઝન આમ તો શરીરને તંદુરસ્ત બનાવવાની ઋતુ માનવામાં આવે છે જો કે કેટલાક લોકો માટે આ સીઝન બહુ જ જોખમી અને પીડાદાયક બની રહે છે. શિયાળીની ઋતુમાં હાર્ટ અટેકનું જોખમ સૌથી વધુ રહે છે. યુરોપિયન જર્નલ ઓફ એપિડીમિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ મુજબ સ્થૂળતા અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોને આ ઋતુમાં હાર્ટ અટેકનું જોખમ 30 ગણું વધારે રહે છે. શિયાળામાં તાપમાન ઘટવાથી શરીર ઠંડુ પડવા લાગે છે. હૃદયમાં લોહીનું વહન કરતી નળીઓ સંકોચાઇ જાય છે.
લોહીની નળીઓ સાંકડી થવાથી બ્લડને પસાર થવા માટે દબાણ કરવું પડે છે જેથી દર્દીનું બ્લડ પ્રેશર વધવા લાગે છે. બીપી વધુ થવાથી હાર્ટ અટેકના કિસ્સા વધી જાય છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ શિયાળીની સીઝનમાં લોહી જાડું થઇ જાય છે જેથી લોહી ગંઠાઈ જવા લાગે છે અને હાર્ટ એટેકનું કારણ બને છે.
મનીપાલ હોસ્પિટલમાં હાર્ટ એક્સપર્ટ્સ ડોક્ટર અંશુલ કુમાર ગુપ્તાએ કહ્યું કે, શિયાળામાં હાર્ટ અટેકનું જોખમ સવારના સમયે સૌથી વધારે હોય છે, ઘણા સંશોધનોમાં પણ આ વાત સામે આવી છે કે આપણું શરીરમાં ઓછા તાપમાનના લીધે ઘણા પ્રકારના ફેરફાર થાય છે. શરીરમાં આ ફેરફાર દરેક લેવલે થાય છે જેમ કે હાર્ટ અટેક, બ્લડ વેસેલ્સ અને હોર્મોન્સમાં થાય છે. જેમ જેમ તાપમાનનો પારો ગગડવા લાગે છે એવામાં શરીરને પોતાનું તાપમાન જાળવી રાખવા માટે વધારે કામ કરવું પડશે અને વધારે ઉર્જાની જરૂર પડે છે.
શિયાળામાં હાર્ટ એટેકથી બચવા શું કરવુ જોઇએ?
- એક્સપર્ટ મુજબ જો તમે શિયાળામાં હાર્ટ અટેકના જોખમથી બચવા ઇચ્છો છો તો સવારે ચાલવાનું બંધ કરવું. સવારે 6-7 વાગે વોક કરવાથી હૃદયના હુમલાનું જોખમ વધી જાય છે.
- શિયાળામાં વોક કરવા માટે સવારે 9 વાગ્યાનો સમય નક્કી કરો.
- શિયાળામાં ભોજનમાં ઓછું મીઠું (સોલ્ટ) ખાવવું જોઇએ, વધારે મીઠું ખાવાથી હૃદયને કામગીરી કરવામાં વધારે મહેનત કરવી પડે છે.
- સુર્યપ્રકાશમાં નિયમિત કસરત કરો અને ચાલવું જોઇએ, તેનાથી શરીર તંદુરસ્ત રહેશે અને શરીરને ગરમી પણ મળશે.
- શિયાળામાં ડાયટ પર કંટ્રોલ કરવું. આ ઋતુમાં તળેલું, શેકેલા અને મીઠા ખોરાકની ક્રેવિંગ વધે છે. આવું ડાયટ કોલેસ્ટ્રોલ વધારે છે જેથી હૃદયની બીમારીઓનું જોખમ વધારે છે. તેથી આ શિયાળીની ઋતુમાં ખાવા પર કંટ્રોલ કરવો જોઇએ.