High Blood Pressure | આપણા અસ્તવ્યસ્ત આધુનિક જીવનમાં, હાઇપરટેન્શન અથવા હાઇ બ્લડ પ્રેશર (HBP) આપણા સ્વાસ્થ્ય પર સાઇલેન્ટ રીતે પ્રહાર કરે છે. જેમ જેમ આ સાઇલેન્ટ કિલર બીમારી આપણા સ્વાસ્થ્ય પર પકડ મજબૂત કરે છે, ત્યારે બ્લડ પ્રેશર (BP) અને જાગૃતિ અને સમજણની વધુ જરૂર પડે છે. જે બ્લડ પ્રેશરની સમસ્યાને ઉકેલવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશરના કારણો (Causes of Blood Pressure)
પારસ હેલ્થ ગુરુગ્રામના કાર્ડિયોલોજીના ડિરેક્ટર અને યુનિટ હેડ ડૉ. અમિત ભૂષણ શર્માના જણાવ્યા અનુસાર, “હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરના કારણોમાં આનુવંશિકતા, ખરાબ જીવનશૈલી, જેમ કે બહારનો આહાર અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ, સ્થૂળતા, વધુ પડતું મીઠું સેવન, દારૂનું સેવન, તણાવ અને કિડની રોગ અને સ્લીપ એપનિયા (સ્લીપ એપનિયા છેએવી સ્થિતિ જેમાં વ્યક્તિ ઊંઘ દરમિયાન વારંવાર શ્વાસ લેવાનું બંધ કરી દે છે) જેવી કેટલીક તબીબી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.”
હેલ્થ એક્સપર્ટએ જણાવ્યું હતું કે, “પોષણશાસ્ત્રી અને આહારશાસ્ત્રી તરીકેના મારા અનુભવથી મને ખ્યાલ આવ્યો છે કે હાઈ બ્લડ પ્રેશરના ઘણા કિસ્સાઓ ઘણા ડાયટ અને આરોગ્ય પરિબળોનું પરિણામ છે. ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર ફળો, શાકભાજી અને આખા અનાજનું ઓછું સેવન પરંતુ વધારે ચરબી, ટ્રાન્સ ફેટ અને ખાંડનું વધુ પડતું સેવન, હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે.”
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા કસરત કરવી
હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર, જો હૃદયની સમસ્યાઓથી નહીં, તો તે સામાન્ય રીતે જીવનશૈલીને કારણે થાય છે. કસરત હૃદયને મજબૂત બનાવવામાં, રક્ત પ્રવાહ વધારવામાં અને શરીરમાં પાણીની જાળવણી ઘટાડવામાં મદદ કરે છે.કસરતનો અભાવ લોહીને જાડું બનાવી શકે છે અને હૃદય નબળું પડી શકે છે. તણાવ લોહીને ઓક્સિડાઇઝ કરે છે અને બ્લડ પ્રેશરને શૂટ કરે છે. તેની અસર હૃદયની દિવાલો પર પણ પડે છે.
હાઈ બ્લડ પ્રેશર વધે છે? આ ફળ છે રામબાણ
બ્લડ પ્રેશર કંટ્રોલ માટે ડાયટ પ્લાન
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે ઓછા સોડિયમવાળા, ઉચ્ચ ફાઇબર, પોટેશિયમ અને સારા ચરબીવાળા સારા આહારથી ફરક પડે છે.
હાઈ બ્લડ પ્રેશર અનિયંત્રિત છે તો તમારા શરીરને ધીરે ધીરે નુકસાન પહોંચાડે છે. તે તમારા હૃદયને તાણ આપે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. નબળી રક્ત વાહિનીઓ કિડની અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે, અને જાતીય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. એવા કિસ્સાઓ છે કે જ્યારે તેનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર પડી છે.
પોટેશિયમ બ્લડ પ્રેશરને કેવી રીતે અસર કરે છે?
પોટેશિયમ બ્લડ પ્રેશર પર બ્રેક જેવું કામ કરે છે. તે રક્ત વાહિનીઓની દિવાલો પર સોડિયમના કડક પ્રભાવનો સામનો કરે છે, તે તમારા કિડનીને પેશાબ દ્વારા વધારાનું સોડિયમ બહાર કાઢવામાં મદદ કરે છે.પૂરતા પ્રમાણમાં પોટેશિયમનું સેવન બ્લડ પ્રેશરના સ્તરમાં ઘટાડો સાથે સંકળાયેલું છે. જોકે, શ્રેષ્ઠ બ્લડ પ્રેશર નિયંત્રણ માટે સોડિયમ અને પોટેશિયમના સેવન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર, કેળા, લીલો મગ, શક્કરિયા, રાજમા, મેથી, નાળિયેર પાણી અને મોરિંગા ખાવાનું સૂચન કર્યું કારણ કે તે બધા ફક્ત પોટેશિયમથી સમૃદ્ધ નથી પણ હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપતા અન્ય વિવિધ પોષક તત્વો પણ ધરાવે છે.
શું બીપી (BP) ધરાવતા લોકોએ કેળા ખાવા જોઈએ?
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, એક કેળામાં લગભગ 422 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. પોટેશિયમ આપણા શરીરમાં પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તેમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ જોવા મળે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. કેળામાં ફાઇબરનું પ્રમાણ વધુ અને સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. પરંતુ બ્લડ પ્રેશરના દર્દીઓએ દરરોજ ફક્ત એક કે બે કેળા ખાવા જોઈએ, તેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધતું નથી. કેળા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ?
બ્લડ પ્રેશર મશીન (પરંપરાગત અથવા ડિજિટલ) દ્વારા અને તમારા ડૉક્ટર અથવા તો તમે તમારું બ્લડ પ્રેશર માપી શકો છો. સામાન્ય વ્યક્તિનું બ્લડ પ્રેશર સિસ્ટોલિક 120 mm Hg અને ડાયસ્ટોલિક 80 mm Hg હોવું જોઈએ





