scorecardresearch

કેમ બ્લડ સુગર હાઈ કે લો થાય છે, ક્યારે ચેક કરાવવું જરૂરી? જાણો બ્લડ સુગર વિષે વિગતવાર

Blood sugar: હાઈ બ્લડ સુગર(High blood sugar)ને હાઇપરગ્લાઇસેમિયા (Hyperglycemia) પણ કહેવાય છે. આ પાછળ પણ ઘણા કારણો જવાબદાર છે. જેમ કે કોઈ લાંબી બીમારી, તણાવ, જરૂરિયાતથી વધારે ખોરાકનું સેવન અને ઓછું ઇન્સ્યુલિન લેવું. જો તમને લાંબા સમયસુધી બ્લડ સુગરની સમસ્યા છે તો બીજી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.

કેમ બ્લડ સુગર હાઈ કે લો થાય છે, ક્યારે ચેક કરાવવું જરૂરી? જાણો બ્લડ સુગર વિષે વિગતવાર
(Representational image/Pixabay)

Blood Sugar: બ્લડ શુગર કન્ટ્રોલમાં રાખવું ખુબજ જરૂરી છે. જ શુગર કંટ્રોલમાં ન થાય તો હૃદય રોગથી લઈને કિડની જેવી ઘણી બીમારીઓ થઇ શકે છે. ડોકટરના મત અનુસાર હાઈ બ્લડ સુગર (High Blood sugar) અને લો બ્લડ સુગર બંને ખતરનાક છે, અને બંને પરિસ્થિતિમાં દર્દીનું મોત થઇ શકે છે.

શું છે બ્લડ શુગરનું કારણ?

લો બ્લડ સુગરને હાઈપોલાઇસેમિયા ( hypoglycemia) પણ કહેવાય છે. તેના પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે ભોજનમાં ગેપ,જરીરિયાતથી વધારે ઇન્સ્યુલિનની માત્રા, સામાન્યથી વધારે એક્સરસાઇઝ, આલ્કોહોલનું સેવન કે વધારે પડતી દવાનું સેવન. ડોક્ટરના મત અનુસાર 70 mg/dL થી ઓછું લો બ્લડ સુગર મનાય છે.

લો બ્લડ સુગરના લક્ષણ: Low Blood Sugar Symptoms

  • પરસેવો થવો
  • હાથ-પગ ધ્રુજવા
  • બેચેની
  • વારંવાર થાક લાગવો
  • વારંવાર ભૂખ લાગવી

આ પણ વાંચો: Health benefits of dates: પુરુષો માટે લાભકારક છે પલાળેલી ખજુર,બીમારીઓથી દૂર રાખવામાં મદદરૂપ

Low Blood Sugar થતા શું કરવું જોઈએ?

દિલ્લીની ફોર્ટિસ હોસ્પિટલના સેન્ટર ઓફ એક્સીલેન્સ ફોર ડાયાબિટીસના ચેરમેન ડો. અનુપ મિશ્રા (Dr Anoop Misra) કહે છે બ્લડ સુગર લો થવાથી તુરંત દર્દીને 3 થી 4 ચમચી ગ્લુકોઝ આપવું જોઈએ. ગ્લુકોઝની 4 ટેબ્લેટ પણ આપી શકાય છે. 2-3 ચમચી ખાંડ કે મધ પણ આપી શકાય છે. આ સિવાય એક 2 ચમચી ફ્રૂટ્સ જ્યુસ પણ આપી શકાય છે. ચોકલેટના 5-6 ટુકડા કે મીઠાઈ આપી શકાય છે. 15 મિનિટ પછી ફરી બ્લડ સુગર લેવલ કરવું જોઈએ. જો ચેક કર્યા પછી પણ સુગર 70 mg/dL થી ઓછું આવે તો ફરી ગ્લુકોઝ આપવું જોઈએ.

હાઈ બ્લડ સુગરના લક્ષણો: High Blood Sugar Symptoms

હાઈ બ્લડ સુગરને હાઇપરગ્લાઇસેમિયા (Hyperglycemia) પણ કહેવાય છે. આ પાછળ પણ ઘણા કારણો જવાબદાર છે. જેમ કે કોઈ લાંબી બીમારી, તણાવ, જરૂરિયાતથી વધારે ખોરાકનું સેવન અને ઓછું ઇન્સ્યુલિન લેવું. જો તમને લાંબા સમયસુધી બ્લડ સુગરની સમસ્યા છે તો બીજી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.

આ પણ વાંચો: શિયાળામાં છાતીમાં બર્નિંગ કે દુખવાની સમસ્યાથી છુટકારો મેળવવા આ ટિપ્સ અપનાવો, જલ્દી થશે રાહત

  • હાઈ બ્લડ સુગરના લક્ષણો: High Blood Sugar Symptoms
  • વારંવાર થાક લાગવો
  • વારંવાર પેશાબ લાગવાની સમસ્યા
  • ધૂંધળું દેખાવું
  • વારંવાર તરસ લાગવી
  • માથાનો દુખાવો થવો
High Blood Sugar થતા શું કરવું જોઈએ?

ડોકટરોના મત અનુસાર જો તમારું બ્લડ સુગર અચાનક વધી જાય તો 2-3 ગ્લાસ પાણી પીવું જોઈએ. જો ઇન્સ્યુલિન લો છો તો મોડું કર્યા સિવાય ટાઈમ પર ઇન્સ્યુલિન લઇ લેવું જોઈએ અને રાહ જોવી તો પણ બ્લડ સુગર હાઈ આવે તો તરત નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો.

સુગર કન્ટ્રોલ કરવા માટે બીજું શું કરી શકાય ? 7 Tips to control Blood Sugar/Diabetes
  • બ્લડ સુગરનું મીનીમોનીટરીંગ કરવું, જોવું કે કેટલી વખ નીચે કે ઉપર આવ્યું છે.
  • સમયસર ભોજન લેવું, કોઈ પણ પરિસ્થિતિમાં ભોજન લઇ લેવું જોઈએ.
  • ટ્રાન્સફેટ, સુગર અને સોલ્ટ અવોઇડ કરવું.
  • ડાયટમાં એવીજ ચીજોનું સેવન કરવું જેમાં કેલરી ઓછી હોય.
  • જ્યુસ કે સોડાની જગ્યા પાણી પીવું
  • સીમિત માત્રામાં આલ્કોહોલનું સેવ કરવું જોઈએ.
  • જો મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો ફળનું સેવન કરવું.

આ પણ વાંચો: લોહી જાડુ થવા પાછળ આ પાંચ કારણો છે જવાબદાર, શરીરની થઈ જાય છે આવી ખરાબ હાલત

બ્લડ સુગર ક્યારે ચેક કરાવવું જોઈએ : (When Should I Check My Blood Sugar)
  • સવારે ઉઠ્યા પછી તરત જમ્યા વગર ચેક કરાવવું.
  • જમ્યા પહેલ કે પછી જમ્યાના 2 કલાક બાદ
  • અને સૂતી વખતે ચેક કરવું.

Web Title: High low blood sugar symptoms causes range diabetes food list health tips

Best of Express