High Protein Snacks: પકોડી કે સમોસા નહીં ઘરે બનાવો પ્રોટિનથી ભરપૂર ટિક્કી, વેટ લોસ પણ થશે

High Protein Snacks Recipes in Gujarati: ચોમાસામાં બજારના ભજીયા સમોસા અને પકોડી ખાવાના બદલે તમે ઘરે આ પ્રોટિનથી ભરપૂર ચટપટી ટિક્કી બનાવો, જે ટેસ્ટ સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

High Protein Snacks Recipes in Gujarati: ચોમાસામાં બજારના ભજીયા સમોસા અને પકોડી ખાવાના બદલે તમે ઘરે આ પ્રોટિનથી ભરપૂર ચટપટી ટિક્કી બનાવો, જે ટેસ્ટ સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
makhana paneer tikki recipes | high protein snacks recipes | recipes in gujarati

Makhana Paneer Tikki Recipes: મખાના પનીર ટિક્કી. (Photo - Freepik)

High Protein Snacks Recipes in Gujarati: હેલ્થ માટે ટેસ્ટની સાથે બેસ્ટ હોય તેવા ફૂડ ઘણા છે. ચોમાસાનો વરસાદ શરૂ થઇ ગયો છે. વરસાદન સિઝનમાં દરેકને ચટપટી વાનગી જેવા કે ભજીયા - પકોડા, દાળવડા, સમોસા ખાવાની ઇચ્છા થાય છે. જો કે બજારમાં મળતા સ્નેક્સ હેલ્થ માટે સારા હોતા નથી. ખાસ કરીને વર્કઆઉટ કરનાર લોકો બજારના વેચાતા નાસ્તા ખાવાનું ટાળે છે. જો તમે પણ હેલ્થ કોન્સિયસ છો અને હાઈ પ્રોટિન રિચ સ્નેક્સનો સ્વાદ માણવા ઇચ્છો છો, અહીં એક ખાસ વાનગીની રેસીપી જણાવી છે. જે ટેસ્ટ ની સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે.

Advertisment

અહીં એક હાઈ પ્રોટીન સ્નેક વિશે જાણકારી આપવામાં આવી છે, જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, સાથે સાથે શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ ટેસ્ટી ટિક્કી રેસીપી ન્યુટ્રિશનિસ્ટ અપૂર્વ અગ્રવાલે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. ચાલો જાણીયે હાઇ પ્રોટિન ટેસ્ટી ટિક્કી બનવવાની રેસીપી

હાઇ પ્રોટિન ટેસ્ટી ટિક્કી બનવવાની સામગ્રી

મખાના
પનીર
કેપ્સિકમ
ગાજર
કોદળીનો લોટ
કાળા મરી
મીઠું અને
કોથમીર- ધાણા

હાઇ પ્રોટિન ટેસ્ટી મખાના પનીર ટિક્કી બનવવાની રેસીપી (Makhana Paneer Tikki Recipes)

Advertisment
  • ટિક્કી બનાવવા માટે સૌ પ્રથમ 2 કપ મખાના અડધો કપ નવશેકું પાણી ઉમેરી પલાળી રાખો.
  • આ દરમિયાન પનીરને એક મોટા વાસણમાં છીણી લો અને તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ અને ગાજર ઉમેરો.
  • હવે એક બાઉલમાં કોદળીનો લોટ, પાણીમાં પલાળેલા મખાના, સ્વાદ અનુસાર કાળા મરી, સ્વાદ અનુસાર મીઠું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
  • બધી વસ્તુઓ બરાબર મિક્સ કર્યા બાદ હાથ વડે નાની ગોળી ટિક્કી બનાવી લો.

આ પણ વાંચો | રાજસ્થાની ચૂરમા ઘરે બનાવો ફટાફટ, જાણો આ દેશી મિઠાઇની રેસીપી,

  • હવે એક નોન સ્ટીક પેન ગેસ લો અને તેના પર બ્રશ વડે સહેજ તેલ લગાવો.
  • પેનને મીડિયમ આંચ પર રાખો. આ ટિક્કી બંને બાજુથી ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
  • તમારી હાઇ પ્રોટિન ટેસ્ટી ટિક્કી તૈયાર છે. આ ટિક્કીને ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
રેસીપી જીવનશૈલી health tips