Cough and cold cure : બદલાતી ઋતુમાં સૂકી ખાંસી ખુબજ હેરાન કરતી હોય છે. સૂકી ખાંસી ફેફસાં સંબંધી પ્રોબ્લેમ જેવી કે બ્રોન્કાઇટીસ, ન્યૂમોનિયા, અસ્થમા, એલર્જી અને શરદી જેવા રોગોનું કારણ બની શકે છે. કેટલાક લોકોને ડાયટમાં બદલાવ આવતા બદલાતી ઋતુમાં બિમારીઓનું કારણ બને છે. જે લોકો સ્મોકિંગ કરે છે તેમને પણ સૂકી ખાંસી પરેશાન કરે છે.
સૂકી ખાંસી બાળકો અને મોટી ઉંમરના લોકોને બનેવને હેરાન કરે છે. ઘણાં લોકોને વારંવાર ખાંસી થાય છે અને છાતીમાં દુખાવો થાય તેવી ખાંસી આવ છે. સૂકી ખાંસીનો ડોકટરી ઉપચાર તો ઉપલબ્ધ છે પરંતુ સાથે ઘરેલુ ઉપચાર પણ અસરકારક હોય છે. ભારતીય યોગ ગુરુ, લેખક, શોધકર્તા અને ટીવી પર્સનાલિટી ડોક્ટર હંસા યોગેન્ડના મત મુજબ તમારી આંખોમાંથી પાણી નીકળવા લાગે, નાક જમ થઈ જાય અને ખાંસી પરેશાન કરવા લાગે તો તરત દેશી નુસખા કરવા જોઈએ. જાણો અહી કયા-કયા ઉપચાર તમે કરી શકો છો.
આ પણ વાંચો : શિયાળામાં જોઈન્ટ પેઈનથી છુટકારો મેળવવા ઈચ્છો છો ? જાણો ઘરેલુ ઉપાયો
આદુ, મરી, પાન અને તુલસીનું ઉકાળો :
સૂકી ખાંસી અને શરદીથી પરેશાન છો તો આદુ, મરી,પાન અને તુલસીનો ઉકાળો પીવો જોઈએ. આ બધા ઔષધ દરેક ઘરમાં જોવા મળે છે. જો તમને પાન ન મળે તો તમે બાકી ઐષધીયનો ઉકાળો પણ બનાવી શકો છો. આ બધા હર્બ્સનો ઉકાળો બનાવવા માટે એક વાસણમાં 2 ગ્લાસ પાણી અને લો અને અને તેમાં મસાલા નાખવા, તેને 10 મિનિટ સુધી ઉકળવા દો, જયારે પાણી વાસણમાં થોડું બાકી રહી જાય તો તેને ગાળી લેવું જોઈએ અને હુંફાળું કરીને તેનું સેવન કરવું જોઈએ. તમે ઈચ્છો તો તેમાં ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. દિવસમાં 2 દિવસ આ ઉકાળાનું સેવન કરવાથી તમને સૂકી ખાંસી અને શરદીમાં રાહત મળશે.
આ પણ વાંચો : મહિલાઓના શરીમાં આયર્નની ઉણપના કારણો ક્યાં હોઈ શકે?, જાણો અહીં
આ ઉકાળાનો ફાયદો:
ઉકાળામાં હાજર સૂંઠ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે જે સોજો આવવો અને દુખાવામાં રાહત આપે છે. આદુમાં હાજર જિંજરોલ અને શોંગોલ નામના તત્વો બોડીમાં ઇન્ફ્લેમેટરી ઉત્પાદનને ઓછું કરી ને સોજામાં રાહત આપે છે. મરી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. જે સોજો ઓછો કરે છે. અને શરદીમાંથી રાહત અપાવે છે. આ ઉકાળામાં તુલસી અને પાનનું સેવન તમારા શરીરમાં એન્ટિબોડીનું પ્રોડક્શન વધારે છે.