Honey | મધ અસલી છે જે નકલી આ રીતે ચકાસો

Honey | મધ સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી માનવામાં આવે છે, તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થઇ શકે છે પરંતુ આજકલ બજારમાં નકલી મધ મળે છે, જો તમે પણ અસલી અને નકલી મધ ઓળખી સકતા નથી તો અહીં જાણો

Honey | મધ સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી માનવામાં આવે છે, તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થઇ શકે છે પરંતુ આજકલ બજારમાં નકલી મધ મળે છે, જો તમે પણ અસલી અને નકલી મધ ઓળખી સકતા નથી તો અહીં જાણો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Honey Adulteration

મધ અસલી છે જે નકલી આ રીતે ચકાસો

Honey | મધ (Honey) નો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. જો તમને શરદી થાય છે, તો ડૉક્ટરો તમને સવારે ગરમ પાણીમાં મધ ભેળવીને પીવાથી વજન તો ઘટે જ છે, પરંતુ શરદી અને એલર્જીની સમસ્યાથી પણ રાહત મળે છે. પરંતુ સમસ્યા એ છે કે બજારોમાં વેચાતું મધ શુદ્ધ છે કે નહીં તે જાણવું સામાન્ય લોકો માટે મૂંઝવણભર્યું છે. જો તમે કેટલીક બાબતો પર ધ્યાન આપો તો તમને સમજાઈ જશે કે કયું મધ અસલી છે અને કયું નકલી.

Advertisment

મધ સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી માનવામાં આવે છે, તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થઇ શકે છે પરંતુ આજકલ બજારમાં નકલી મધ મળે છે, જો તમે પણ અસલી અને નકલી મધ ઓળખી સકતા નથી તો અહીં જાણો

આ પણ વાંચો: Ghee Shakkar Roti Benefits: રોટલી પર ઘી અને ખાંડ લગાવી ખાવાના અદભુત ફાયદા, જાણો ક્યા સમયે ખાવી જોઇએ?

મધ અસલીછે તે કેવી રીતે ઓળખવું? (How To Identify Pure Honey)

  • ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી બોડી 'FSSAI'એ મધ અસલી છે કે નકલી તે જાણવાની કેટલીક રીતો આપી છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરો. આ પછી ગ્લાસને ધીમે ધીમે હલાવતા રહો. જો મધ પાણીમાં ઝડપથી ભળી જાય તો તે નકલી છે. શુદ્ધ મધ પાણીની નીચે થીજી જશે.
  • બ્લોટિંગ પેપરના ટુકડા પર મધના થોડા ટીપાં નાખો. જો બ્લોટિંગ પેપર મધને સંપૂર્ણ રીતે શોષી લે છે તો તેનો અર્થ એ છે કે મધ શુદ્ધ નથી.
  • સ્વચ્છ સફેદ કપડા પર મધના થોડા ટીપાં લગાવો અને થોડીવાર રાહ જુઓ પછી તેને પાણીથી ધોઈ લો. જો ડાઘ સરળતાથી નીકળી જાય તો મધ બિલકુલ શુદ્ધ નથી. મધની સાંદ્રતા એટલી વધારે હોય છે કે તેના ડાઘ સરળતાથી દૂર થતા નથી.
  • મધ અસલી છે કે નકલી તે સમજવાની બીજી રીત છે એક ગ્લાસ પાણીમાં વિનેગરના થોડા ટીપા મિક્સ કરો. આ વખતે તેમાં મધના થોડા ટીપા નાખો, જો તેમાંથી ફીણ આવવા લાગે તો સમજી જશો કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે.
  • કપાસમાં મધ લો અને તેને આગમાં બાળી નાખો. જો તે બળી જાય તો સમજવું કે મધ શુદ્ધ છે.
Advertisment
health tips જીવનશૈલી ગુજરાતી ન્યૂઝ