Sunscreen: રસોડાની વસ્તુમાંથી બનાવો 5 પ્રકારની કેમિકલ ફ્રી સનસ્ક્રીન, ઉનાળામાં તડકાથી બચાવશે, કોઇ આડઅસર નહીં

How To Make Natural Sunscreen Cream At Home: સનસ્ક્રીન ઉનાળાના આકરા તડકાથી ત્વચાનું રક્ષણ કરે છે. જો કે બજારમાં વેચાતી સનસ્ક્રીન મોંઘી અને હાનિકારક હોય છે. આથી રસોડાની વસ્તુમાંથી જ 5 પ્રકારની કેમિક્લ ફ્રી સનસ્ક્રીન બનાવી શકાય છે. આ નેચરલ સનસ્ક્રીનની ત્વચા પર કોઇ આડઅસર થતી નથી.

Written by Ajay Saroya
April 18, 2025 11:51 IST
Sunscreen: રસોડાની વસ્તુમાંથી બનાવો 5 પ્રકારની કેમિકલ ફ્રી સનસ્ક્રીન, ઉનાળામાં તડકાથી બચાવશે, કોઇ આડઅસર નહીં
Sunscreen Cream Tips: સનસ્ક્રીન ક્રીમ ઉનાળામાં સૂર્યપ્રકાશના હાનિકારક કિરણોથી ત્વચાનું રક્ષણ કરે છે. (Photo: Freepik)

How To Make Sunscreen Cream Without Chemicals At Home: ઉનાળામાં ગરમી સતત વધી રહી છે. ઉનાળામાં સૂર્યના તડકામાં 2 મિનિટ ઊભા રહેવું પણ મુશ્કેલ છે. નાછુટક મહત્વપૂણ કામકાજ પતાવવા લોકો આકરા તડકામાં બહાર નીકળે છે. આવી સ્થિતિમાં, જો તમે આકરો સૂર્યપ્રકાશ તમારી ત્વચાને નુકસાન પહોંચાડે તેવું ઇચ્છતા નથી, તો પછી દરરોજ સનસ્ક્રીન લગાવવાની ટેવ પાડો. આમ તો બજારમાં અનેક પ્રકારના સનસ્ક્રીન ઉપલબ્ધ છે, પરંતુ એક તરફ તે ખૂબ જ મોંઘા હોય છે, તો બીજી તરફ કેમિકલના કારણે ઘણા લોકો તેને લગાવવામાં અચકાતા હોય છે. આવી સ્થિતિમાં, તમે ઘરે ઓર્ગેનિક ચીજોથી તમારા માટે સનસ્ક્રીન બનાવી શકો છો. અહીં ઘરે જ સનસ્ક્રીન બનાવવાની 5 સરળ રીત આપી છે.

કાકડી અને ગુલાબજળ

કાકડી અને ગુલાબજળ બંને ત્વચા માટે ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, તમે આ બંને ચીજો માંથી તમારા માટે સનસ્ક્રીન તૈયાર કરી શકો છો. આ માટે સૌ પ્રથમ કાકડીને છીણી લો. તેનો રસ કાઢો. તેમાં ગુલાબજળ ઉમેરો. બંને ચીજો સારી રીતે મિક્સ કરી લોશન તૈયાર કરો. તમારી સનસ્ક્રીન તૈયાર છે.

નારંગી રસ અને ગુલાબજળ

ઉનાળામાં તમે ઓરેન્જ જ્યુસ અને ગુલાબજળ માંથી પણ સનસ્ક્રીન બનાવી શકો છો. નારંગીમાં વિટામિન સી હોય છે. આ આકરા સૂર્યપ્રકાશમાં પણ તમારી ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. તેને બનાવવા માટે નારંગીના રસમાં 10 ટીપાં ગુલાબજળ ઉમેરો. તૈયાર કરેલા મિશ્રણનો સનસ્ક્રીન તરીકે ઉપયોગ કરો.

એલોવેરા અને કોપરેલ

એલોવેરા ત્વચા માટે કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી. તમે કોમળ ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવા માટે એલોવેરા અને નાળિયેર તેલ વડે નેચરલ સનસ્ક્રીન પણ તૈયાર કરી શકો છો. તેને બનાવવા માટે સૌ પ્રથમ 3-4 ચમચી એલોવેરા જેલની અંદર સમાન માત્રામાં નારિયેળ તેલ મિક્સ કરી લો. આ નેચરલ લોશન તમને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવશે. તેનાથી ત્વચાની બળતરા પણ શાંત થશે.

હળદર અને એલોવેરા જેલ

હળદરનો ઉપયોગ ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવામાં પણ થાય છે. આ ત્વચાને એક અલગ જ ગ્લો આપે છે. હળદર અને એલોવેરા જેલ બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી એલોવેરા જેલ લો. હવે તેમાં થોડી હળદર નાખીને પેસ્ટ તૈયાર કરો. તમે બરફના ટુકડાને ફ્રીઝ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેને લગાવવાથી ટેનિંગ નહીં થાય.

શિયા બટર અને બદામનું તેલ

એક કપમાં બે ચમચી બદામનું તેલ, એક ચમચી શિયા બટર, 1 ચમચી કોકો બટર, વિટામિન એ કેપ્સ્યુલ્સ, અડધી ચમચી ઝિંક ઓક્સાઇડ લો. જો તમારી પાસે ઝિંક ઓક્સાઇડ ન હોય તો તમે કેમલાઇન પાવડર લઈ શકો છો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને તેમને એરટાઇટ કન્ટેનરમાં ભરી દો. તમારી માટે નેચરલ સનસ્ક્રીન ક્રીમ તૈયાર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ