Health Tips:ઈડલી અને ઢોસાના બેટરને કેટલા સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરવું? વધારે આથો વાળો ખોરાક તમારે કેમ ટાળવો જોઈએ? જાણો બધુજ

Health Tips: તાજા આથામાંથી બનેલ ખોરાક અને વાસી/સડેલા ખોરાક ખાવામાં ઘણો તફાવત છે. મોટી સંખ્યામાં આથો આપતા બેક્ટેરિયા એસિડ રિફ્લક્સ, અપચો, પેટમાં ચેપ પણ પરિણમી શકે છે.વધુમાં અહીં વાંચો.

Health Tips: તાજા આથામાંથી બનેલ ખોરાક અને વાસી/સડેલા ખોરાક ખાવામાં ઘણો તફાવત છે. મોટી સંખ્યામાં આથો આપતા બેક્ટેરિયા એસિડ રિફ્લક્સ, અપચો, પેટમાં ચેપ પણ પરિણમી શકે છે.વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
How long can you store dosa batter in the refrigerator (unsplash)

તમે ડોસાના બેટરને રેફ્રિજરેટરમાં કેટલો સમય સ્ટોર કરી શકો છો (અનસ્પ્લેશ)

ઇડલી અને ઢોસાનું બેટરના બનાવવા માટે વધારે સમય લાગે છે. તેથી સમય બચાવવાની લાલચમાં આપણે વધારે બેટર બનાવી તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખીએ છીએ. પરંતુ શું આ પ્રથા તમારા સ્વાસ્થ્ય માટે સારી છે? આ આથો વાળું બેટર કેટલા દિવસ સુધી સારું રહે છે? નિષ્ણાતે શેર કર્યું કે ખોરાક તેના પોષક તત્વો અને ગંધ ગુમાવે છે તે ઉપરાંત વધુ પડતું આથો તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી.

Advertisment

એક્સપર્ટે કહ્યું કે, “વાસી ઇડલી/ડોસાના બેટરનો ઉપયોગ કરવાનું બંધ કરો. આયુર્વેદ અનુસાર, મહત્તમ લાભ મેળવવા માટે જ્યાં સુધી ખોરાક ફ્રેશ છે ત્યાં સુધી તેનું સેવન કરવું જોઈએ. આજકાલ ઈડલી/ડોસાના બેટરને રેફ્રિજરેટરમાં 10-14 દિવસ સુધી સ્ટોર કરવાની આદત હોય છે. આ બેટરને વ્યવસ્થિત આથો આવવાની આશા સાથે તેને લાંબો સમય સુધી સ્ટોર કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક સત્ય એ છે કે તે વાસી થઇ શકે છે.''

આ પણ વાંચો: આજનો ઇતિહાસ 20 ઓક્ટોબર : વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ; આંતરરાષ્ટ્રીય શેફ ડે કેમ ઉજવાય છે?

રેજુઆ એનર્જી સેન્ટર, મુંબઈના ન્યુટ્રિશનિસ્ટ ડૉ. નિરુપમા રાવે જણાવ્યું હતું કે, અમુક પ્રકારના પુડલા, ઉત્તપમ માં, બેટરનું વધુ પડતું આથો ખરેખર જોખમ છે, ખાસ કરીને એવી વાનગીઓમાં કે જે આથો માટે ગેસ (જેમ કે કાર્બન ડાયોક્સાઇડ)ના ઉત્પાદન પર આધાર રાખે છે.

Advertisment

યીસ્ટ-આધારિત બેટર: બ્રેડની કણક જેવા યીસ્ટ-આધારિત બેટર્સમાં, જો કણકને વધુ સમય સુધી છોડી દેવામાં આવે તો વધુ પડતો આથો આવી શકે છે. તેમાં રહેલી યીસ્ટ બધી શર્કરાનો વપરાશ કરે છે અને કણક વધુ ફુલાઈ જાય છે, તેથી તેની રચના અને સ્વાદ ગુમાવે છે.

બેકિંગ પાવડર/સોડા બેટર: રાસાયણિક યીસ્ટ એજન્ટ (બેકિંગ પાવડર/સોડા) નો ઉપયોગ કરતા બેટર્સમાં, પકવતા પહેલા અતિશય ગેસના ઉત્પાદનને કારણે વધુ પડતો આથો આવી શકે છે. જે તૂટી જાય છે અને વિચિત્ર ટેક્સચર બને છે.

તાજા આથામાંથી બનેલ ખોરાક અને વાસી/સડેલા ખોરાક ખાવામાં ઘણો તફાવત છે. મોટી સંખ્યામાં આથો આપતા બેક્ટેરિયા એસિડ રિફ્લક્સ, અપચો, પેટમાં ચેપ પણ પરિણમી શકે છે.

એક્સપર્ટે કહ્યું કે ''આ બેટર તેના સંપૂર્ણ આથોના 24 કલાકની અંદર ખાવું જોઈએ અને પછીથી નહીં. જો વધુ પડતો આથો આવે છે, તો તે કાં તો ખૂબ જાડું અથવા ખૂબ પાતળું હોઈ શકે છે. અને તમે બનાવેલ ખોરાકની રચના અનિચ્છનીય હશે. ધારો કે ઢોસાનું બેટર વધુ પડતું આથો અને ખૂબ જાડું હોય, તો ઢોસા સખત અને સ્પંજી હશે અને જો બેટર ખૂબ પાતળું હશે, તો તે ઢોસાને ફોલ્ડ કરવું મુશ્કેલ હશે અને સ્વાદમાં પણ અરુચિકર હશે. જો તમને ઇચ્છિત ખોરાકની રચના ન મળે તો બેટરનો કોઈ ઉપયોગ કરવો નહિ.''

આ પણ વાંચો: Health Tips : શિયાળામાં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે આ 4 શાકભાજીનું સેવન કરો, ખાધા પછી પણ શુગર લેવલ નહીં વધે, અહીં જાણો

બેટર વાસી છે તે કેવી રીતે જાણી શકાય?

  • દૂર્ગંધી
  • સ્વાદમાં વધારે ખટાસ
  • તેલ પર જમા થાય છે

વધુ પડતા આથોઆવવાના કારણો

  • આથો લાવવા માટે વપરાતું તાપમાન ખૂબ ઊંચું.
  • બેટરમાં ખૂબ મીઠું ઉમેરવામાં આવ્યું હોય
  • વધારે મિશ્રીત કરી આથો પછી રેફ્રિજરેટેડ ન કર્યું હોય

સરસવનું તેલ નાખવું અને સંગ્રહ કરવાના વાસણો બદલવા જેવી કેટલીક પ્રથાઓ પ્રેક્ટિસ કરવામાં આવે છે, તેમ છતાં કોઈ પણ તાજા બેટર જેટલું ફળદાયી નથી.

તો, તમારે શું કરવું?

એક્સપર્ટે જણાવ્યું કે તાજું બેટર તૈયાર કરો, તેને રાતોરાત આથો આપો અને આગામી 24 કલાકની અંદર તેનું સેવન કરો જેથી શ્રેષ્ઠ પરિણામો મળે.

અતિશય આથો વાળો ખોરાક ટાળવા માટે

આથો વખતે સમયાંતરે કણક અથવા બેટરને તપાસો. મોટાભાગની વાનગીઓ માટે તેનું કદ બમણું હોવું જોઈએ.

આથોના સમયનો ટ્રૅક રાખવા માટે ટાઈમર સેટ કરો. આ કણક વિશે ભૂલી જવાનું અને તેને વધુ આથો આવવા દેતા અટકાવવામાં મદદ કરે છે.

health tips જીવનશૈલી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ