sleep facts : જેમ સારા સ્વાસ્થ્ય માટે સમયસર ખાવું-પીવું જરૂરી છે, તેવી જ રીતે સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ ઊંઘે છે, ત્યારે તેનું શરીર પોતે જ રિફ્યુઅલ કરે છે. સૂતી વખતે, આપણું શરીર ઊર્જાનો સંગ્રહ કરે છે અને આ જ કારણ છે કે, ઊંઘમાંથી જાગ્યા પછી આપણે તાજગી અનુભવીએ છીએ. ઓછામાં ઓછી 8 થી 9 કલાકની ઊંઘ સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કહેવાય છે. તમે જોયું હશે કે, જો કોઈ કારણસર વ્યક્તિની ઊંઘ પૂરી ન થાય તો દિવસભર તેનો મૂડ ખરાબ રહે છે, પરંતુ શું તમે જાણો છો કે, વ્યક્તિ ઊંઘ વિના કેટલો સમય જીવી શકે છે?
ઊંઘ વિના માણસ કેટલો સમય જીવી શકે?
બીબીસીના એક અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકો આ પ્રશ્નનો જવાબ 60ના દાયકામાં શોધી રહ્યા હતા, જ્યારે બે અમેરિકન વિદ્યાર્થીઓએ 11 દિવસ 25 મિનિટ ઊંઘ્યા વગર પસાર કર્યા હતા. રેન્ડી ગાર્ડનર અને બ્રુસ મેકએલિસ્ટર નામના આ વિદ્યાર્થીઓએ નવો રેકોર્ડ બનાવવા અને સ્કૂલના વૈજ્ઞાનિક પ્રયોગ કરવા માટે આ કર્યું. આ સાથે જ સાબિત થયું કે, કોઈપણ વ્યક્તિ 11 દિવસ અને 25 મિનિટ સુધી ઉંઘ્યા વગર જીવી શકે છે.
ઊંઘ વિના પ્રાણી કેટલો સમય જીવી શકે?
તો, જો આપણે માણસો સિવાય પ્રાણીઓ વિશે વાત કરીએ, તો આ અંગે બિલાડીઓ સાથે એક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ દરમિયાન જોવામાં આવ્યું કે, 15 દિવસ સુધી ઊંઘ્યા વિના બિલાડી રહી હતી, ત્યારબાદ તેનું મૃત્યુ થયું. જોકે, ફરક એ હતો કે, આ બિલાડીઓને કેમિકલની મદદથી જગાડવામાં આવી હતી.
ઊંઘ ઓછી લેવામાં આવે તો શરદી થવાની શક્યતા વધી જાય
ઊંઘ સાથે જોડાયેલા અન્ય કેટલાક તથ્યો વિશે વાત કરીએ તો, એક સંશોધનમાં સામે આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ દિવસમાં સાત કલાકથી ઓછી ઊંઘ લે છે, તો તેને શરદી થવાની શક્યતાઓ વધી જાય છે. આવી વ્યક્તિને સામાન્ય માણસ કરતાં ત્રીસ ટકા વધુ શરદી થાય છે.
ઊંઘતા સમયે માણસની સુંઘવાની શક્તિ બિલકુલ ખતમ થઈ જાય છે
આ સિવાય તમે એ જાણો છો કે, ઊંઘતા સમયે માણસની સુંઘવાની શક્તિ બિલકુલ ખતમ થઈ જાય છે. જો તમે ઊંઘમાં હોવ અને તમને કોઈ સુગંધી આવે તો સમજી લેવું કે તમે ઊંઘી રહ્યા નથી.
કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી?
સંશોધન સૂચવે છે કે, શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો, ઊંઘમાં વિક્ષેપ પડે છે.
આ પણ વાંચો – Health tips : સૂતા પહેલા પગને દિવાલ પર રાખી યોગા કરવાએ ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે, જાણો, એક્સપર્ટ પાસેથી ફાયદા વિષે
ઊંઘ ન આવવાનું કારણ શું છે?
અનિદ્રા ઘણા કારણોસર હોઈ શકે છે. ઘણી વખત કબજિયાત, અપચો, અથવા અન્ય કોઈ રોગ અથવા કોફી અથવા કેફીન યુક્ત પદાર્થોના વધુ પડતા સેવનને કારણે વ્યક્તિને ઊંઘવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય અનિંદ્રાની સમસ્યા કેટલીકવાર એવું દર્શાવે છે કે, તમે માનસિક રીતે પરેશાન છો અથવા તો અસ્વસ્થ છો.