વ્યક્તિની તેની ઉંમર પ્રમાણે કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ?

ઉંમરના આધારે વ્યક્તિને કેટલા કલાકની ઊંઘની જરૂર છે તે ડૉક્ટર સમજાવે છે, ઊંઘના અભાવથી શરીરમાં થતી સામાન્ય સમસ્યાઓ વિશે જાણો

Written by shivani chauhan
August 29, 2025 15:06 IST
વ્યક્તિની તેની ઉંમર પ્રમાણે કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ?
how many hours of sleep should a person get based on their age

સ્વસ્થ શરીર જાળવવા માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણા લોકોને એ સમજવું મુશ્કેલ લાગે છે કે તેની કેટલી જરૂર છે. તાજેતરમાં, ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમારે ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિને તેની ઉંમરના આધારે કેટલા કલાકની ઊંઘની જરૂર છે.

વ્યક્તિને તેની ઉંમરના આધારે કેટલા કલાકની ઊંઘ લેવી?

  • નવજાત શિશુઓ (3 મહિના સુધી): 14 થી 17 કલાક.
  • શિશુઓ (4 થી 12 મહિનાના): 12 થી 16 કલાક.
  • નાના બાળકો (1 થી 5 વર્ષ): 10 થી 14 કલાક
  • શાળાએ જવાની ઉંમરના બાળકો (6 થી 12 વર્ષ): 9 થી 12 કલાક.
  • કિશોરો (13 થી 18 વર્ષ): 8 થી 10 કલાક.
  • પુખ્ત વયના લોકો (૧૮ વર્ષ અને તેથી વધુ): 7 થી 9 કલાક.

જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. જગદીશ હિરેમથે IndianExpress.com ને જણાવ્યું હતું કે ડૉ. સુધીરે ઉલ્લેખિત ભલામણો અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિન અને નેશનલ સ્લીપ ફાઉન્ડેશન જેવી અગ્રણી આરોગ્ય સંસ્થાઓની માર્ગદર્શિકા સાથે સુસંગત છે. વિવિધ અભ્યાસોમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ આ ભલામણો સામાન્ય રીતે દરેક વય જૂથ માટે સચોટ હોય છે. સૌથી અગત્યનું, તેમણે નોંધ્યું હતું કે વ્યક્તિગત જરૂરિયાતો આનુવંશિકતા, જીવનશૈલી અને એકંદર આરોગ્યના આધારે કંઈક અંશે બદલાઈ શકે છે.

ઊંઘના અભાવથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ

ડૉ. હિરેમાટે જણાવ્યું હતું “ઊંઘના અભાવથી એકાગ્રતામાં ઘટાડો, પ્રતિક્રિયા સમય ધીમો, મૂડ સ્વિંગ અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો” અનુભવી શકે છે. સતત ઊંઘનો અભાવ હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને અલ્ઝાઈમર રોગ જેવી ન્યુરોડિજનરેટિવ સ્થિતિઓનું જોખમ વધારે છે. તે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે, જે ચિંતા અને ડિપ્રેશનમાં ફાળો આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ