How Much Drinking Water In Empty Stomach In Morning : પાણી એ જ જીવન છે એ કહેવત માત્ર કહેવાની જ નથી, પરંતુ તે શરીરની કાર્યપ્રણાલી સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે. હકીકતમાં શરીર 60 – 70 ટકા ભાગ પાણી હોચ છે અને દરેક અંગની સારી રીતે કામ કરવા માટે પણ તે એક મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. શરીરમાં પાણીની માત્રા ન તો વધારે હોવી જોઈએ અને ન તો ઓછી હોવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતો પણ સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાની સલાહ આપે છે, પરંતુ ઘણીવાર લોકો પાસે સવારે એક સમયે કેટલું પાણી પીવું અને વધુ પાણી પીવાથી શું થાય છે તે વિશેની સાચી માહિતી હોતી નથી.
હેડ ઓફ ધી નેફ્રોલોજી, PSRI ના ડો. જીવ સક્સેનાના જણાવ્યા અનુસાર, એક સાથે વધુ પડતું પાણી પીવું એ શરીર માટે સારું નથી. તેનાથી કિડની પર દબાણ આવે છે. ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ 1થી 2 લિટર પાણી પીવે છે, પરંતુ તેનાથી કિડની ડેમેજ થાય છે. ચાલો અમે તમને જણાવીએ કે સવારે ખાલી પેટ પાણી પીવાના ફાયદા, પાણીની યોગ્ય માત્રા અને વધુ પાણી પીવાથી શું ગેરફાયદા થઇ શકે છે.
સવારે પાણી પીવાના ફાયદા
- ઊંઘ દરમિયાન શરીર ડિહાઇડ્રેટ થાય છે
- શરીરનું તાપમાન સંતુલિત હોય છે
- પાચનતંત્ર સક્રિય છે
- આંતરડાં સાફ થાય છે
- ચયાપચયને વેગ મળે છે
- શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે
સવારે કેટલું પાણી પીવું જોઈએ?
વધુ પડતું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ડો.સંજીવ સક્સેનાના જણાવ્યા અનુસાર, દિવસની શરૂઆત 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવાથી કરવી જોઈએ. તેનાથી શરીરને સૌથી વધુ ફાયદો થશે. તેમજ સવારે વધુ પડતું પાણી પીવાનું ટાળો. એક સાથે 1 લિટર કે તેથી વધુ પાણી પીવાનું ટાળો, ખાસ કરીને જો તમને કિડની અથવા હૃદયને લગતી કોઈ સમસ્યા હોય, તો વધુ પડતું પાણી પીવાનું ટાળો.
કિડની પર અસર
કિડની માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. કિડનીને સ્વસ્થ બનાવવા માટે સારો ખોરાક અને પાણી પૂરતા છે. કિડનીના સ્વાસ્થ્ય માટે, તમારે આખો દિવસ ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઈએ. જેનાથી કિડની શરીરમાં જમા થયેલા ટોક્સિન્સને સરળતાથી ફિલ્ટર કરી શકે છે.
પાણી પીવાની સાચી રીત
પાણી પીવાની સાચી રીત એ છે કે તમે આખો દિવસ પીતા ૩ લિટર પાણીને કેટલાક ભાગોમાં વહેંચી લો. સવારે ઉઠ્યા બાદ 2 ગ્લાસ પાણી પીવો. દરેક ભોજન પહેલા 1 ગ્લાસ પાણી પીવો. તેના અડધા કલાક પછી 1 ગ્લાસ પાણી પીવો. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકું પાણી પીવો. દિવસભર વચ્ચે વચ્ચે પાણી પીવું જોઈએ.