Benefits of Ragi Flour : ડાયાબિટીસ અને સ્થૂળતા બંનેવ એકબીજા સાથે જોડાયેલી બીમારીઓ છે. સ્થૂળતાને જો વહેલી તકે કંટ્રોલ કરવામાં ન આવે તો તે ડાયાબિટીસને નોતરે છે. જો ડાયાબિટીસને કંટ્રોલ ન કરવામાં આવે તો ગંભીર બીમારીઓનો જેમકે હૃદય રોગ, કિડની અને લંગ્સને પણ નુકસાન પહોંચાડી શકે છે. સ્થૂળતા અને ડાયાબિટીસ બંનેવને કંટ્રોલ કરવા માટે યોગ્ય ડાયટ લેવું ખુબજ જરૂરી છે.
આપણા ડાયટમાં સૌથી મહત્વનું ભોજન રોટલી છે દિવસમાં લગભગ 3 દિવસ કરતા હોઈએ છીએ. ઊંઘના લોટથી વજન વધે છે કારણ કે તેમાં કાર્બોહાર્ડ્રેટ વને ગ્લુટેન વધારે હોય છે અને ડાયાબિટીસ વધવા માટે જવાબદાર છે. જાણો એક્સપર્ટના મત મુજબ જો રાગીના લોટનું સેવન કરીએ તો ડાયાબિટીસ અને સ્થૂળતા બંને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.
આ પણ વાંચો: રોજ 2 ચમચી મધનું સેવન કરવાથી ઘટશે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ ? જાણો એક્સપર્ટ પાસેથી
ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ડાયાબિટીસના દર્દીઓ જો રાગીના લોટથી બનેલી રોટલી ખાય તો બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. સાર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈના સલાહકાર, એન્ડોક્રિનોલોજી, ડો. ડેવિડના મત મુજબ આ લોટ સફેદ રાઇસની તુલનામાં ફાઈબર, ખનીજ અને અમીનો એસિડથી ભરપૂર હોય છે જેનાથી ડાયાબિટીસ અને સ્થૂળતા બંનેવ કંટ્રોલ કરે છે. આવો જાણીએ રાગીનો લોટ કેવી રીતે સુગર અને વેઇટ ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે.
રાગીનો લોટ કેવી રીતે ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્થી?
એક્સપર્ટના મત મુજબ ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે રાગીનો લોટ દવાની અસર જેટલોજ અસર કરે છે. સફેદ રાઈસની તુલનામાં આ લોટમાં ફાઈબર, ખનીજ અને અમીનો એસિડ વધારે પ્રમાણમાં હાજર હોય છે જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલ કરે છે.
આ પણ વાંચો : શું તમે પણ બ્રેકફાસ્ટ સ્કિપ કરો છો ?..તો તમે ગંભીર બીમારીને આવકારી રહ્યા છો, જાણો એક્સપર્ટ પાસેથી
એક્સપર્ટના મત મુજબ ડાયાબિટીસના દર્દીઓ પ્રોસેસ્ડ રાગી ન ખાવી જોઈએ. આ લોટનું ગ્લાયસેમીક ઈન્ડેક્ષ ઓછું હોય છે પરંતુ જો તમે પ્રોસેસ્ડ રાગીનું સેવન કરો છો તો તેનું ગ્લાયસેમીક ઈન્ડેક્ષ વધારે હોય છે જે બ્લડ શુગરને વધારે છે. ડાયબિટીસના દર્દીઓએ રાઈસની જગ્યાએ રાગીનું સેવન કરવું જોઈએ.
વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ લોટ :
જે લોકોનું વજન વધારે હોય તો ઘઉંના લોટથી બનેલ રોટલી ન ખાવી જોઈએ અને રાગી લોટના રોટલીનું સેવન કરવું જોઈએ. આ લોટની વજનમાં કંટ્રોલમાં રહે છે. રાગીથી બનાવેલ રોટલી ગ્લુટેન ફ્રી હોય છે તેથી આ ખાંડનો લોડ ઘણો ઓછો છે. ફાઈબરથી ભરપૂર હોવાને કારણે આ પેટમાં પાચનમાં મદદ કરે છે. આ લોટમાંથી બનેલ રોટલીથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ રોટલીનું સેવન કરવાથી જમવાની ઈચ્છા એટલી થતી નથી. આ રોટલથી વજન કંટ્રોલમાં રહે છે.
રાગીના લોટનું સેવન :
આયર્ન, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર રાગી સેવન તમે ખીચડી બનાવીને પણ કરી શકો છો. રાગીનું સેવન રોટલી બનાવીને, કચોરી અને પુરીના રૂપમાં
પણ કરી શકો છો. તમે રાગીના બિસ્કિટ પણ ખાઈ શકો છો.