Multani Mitti Face Pack For Pimples In Summer: ઉનાળામાં તીવ્ર તડકાથી ત્વચા બળી જાય છે. વધારે પડતા પરસેવો થવાને કારણે ચહેરા પર ખીલ થવા છે. મુલતાની માટી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ તો કરે જ છે, સાથે સાથે ત્વચામાં નેચરલ ગ્લો પણ લાવે છે. તે એક કુદરતી વસ્તુ છે જે ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ હલ કરી શકે છે. ટેનિંગ હોય કે બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ, મુલતાની માટી આ બધી સમસ્યાઓને ઓછી કરે છે. જો તમે પણ ઉનાળામાં ખીલ – પિંપલ્સથી પરેશાન છો, તો અહીં જણાવેલા ઉપાયો તમારા માટે કારગર સાબિત થઇ શકે છે. આવો જાણીએ તેના વિશે.
મુલતાની મિટ્ટી ખીલ મટાડે છે?
મુલતાની માટીમાં ઠંડકની અસર હોય છે. આથી ઉનાળામાં તે ચહેરા પર લગાવવાથી ખૂબ જ લાભ થાય છે. ભયંકર તડકાના કારણે ઉનાળામાં ત્વચા પર લાલાશ અને બળતરા શરૂ થઇ જાય છે. મુલતાની માટી તેને ઘટાડવામાં મદદ કરે છે. તેને લગાવવાથી ખીલ અને પિંપલ્સ મટે છે. તેમજ ડાઘના નિશાન પણ હળવા હોય છે. એટલું જ નહીં ટેનિંગને દૂર કરવા માટે તે ખૂબ ફાયદાકારક છે. મુલતાની માટીનો ઉપયોગ કરવાથી ચહેરા પર રહેલી ગંદકી અને વધારાનું તેલ દૂર થાય છે અને ત્વચામાં ચમકવા લાગે છે.
મુલતાની માટી વડે ખીલ કેવી રીતે દૂર કરવા?
ઉનાળામાં ખીલ દૂર કરવા માટે તમે મુલતાની માટી ગુલાબજળમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. તેને લગાવવા માટે સૌ પ્રથમ મુલતાની માટીમાં બે ચમચી ગુલાબજળ ઉમેરો. બંનેને સારી રીતે મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવો અને લગભગ 15 મિનિટ માટે છોડી દો. ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આમ કરવાથી ચહેરા પર જમા થયેલું વધારાનું તેલ દૂર થઈ જશે. ખીલની સમસ્યા દૂર થવા લાગશે.
આ પણ વાંચો | રસોડાની વસ્તુમાંથી બનાવો 5 પ્રકારની કેમિકલ ફ્રી સનસ્ક્રીન, ઉનાળામાં તડકાથી બચાવશે, કોઇ આડઅસર નહીં
ઉનાળામાં ચહેરા પર મુલતાની માટી કેવી રીતે લગાવવી?
ઉનાળામાં ચહેરા પર ટેનિંગ થાય છે અને ચહેરો નિસ્તેજ દેખાય છે. આથી તમે મુલતાની માટીમાં ચંદનનો પાવડર મિક્સ કરી શકો છો. આ માટે 2 ચમચી મુલતાની માટી, એક ચમચી ચંદનનો પાવડર અને ગુલાબજળ લો. બધી સામગ્રીને મિક્સ કરીને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. આનાથી ચહેરો ઠંડો પડી જશે. ખીલ દૂર થશે. ચહેરાનો રંગ સાફ રહેશે.





