ચહેરા પર થતા ખીલએ બધીજ સુંદરતા છીનવી લે છે. ચહેરો ગમે એટલો ખુબસુરત કેમ ન હોય પરંતુ ખીલના લીધે ચહેરો ખરાબ દેખાય છે. કેટલાક લોકોના ચહેરા પર ક્યારેક ખીલ દેખાય છે જયારે કેટલાક લોકોને હંમેશા ચહેરા પર ખીલની સમસ્યા રહેતી હોય છે. ખીલથી સામાન્ય રીતે પરેશાન રહેતા લોકોએ તેમના ડાયટ પર ધ્યાન રાખવું જોઈએ. ખીલને કંટ્રોલ કરવા માટે યોગ્ય ડાયટ જરૂરી છે.
સ્કિન સ્પેશ્યલિસ્ટ ડો. આંચલ પંતએ તાજેતરમાં પોતાના ઈન્ટાગ્રામમાં પોસ્ટમાં આ વિષે હતી. એક્સપર્ટએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે જે લોકોને ખીલની સમસ્યા હોય તે લોકોએ ડાયટમાં કેટલાક ફૂડ્સ જેમ કે દૂધ, ઊંચ ગ્લાયસેમીક ઈન્ડેક્ષ વાળા પદાર્થ અને સોયાનું સેવન ન કરવું જોઈએ. આવો જાણીએ એક્સપર્ટ પાસેથી કે ખીલ દૂર કરવા માટે ક્યાં ફૂડસ ન ખાવા જોઈએ,
ડેરી ઉત્પાદનનું સેવન ન કરવું:
એક્સપર્ટએ કહ્યું કે ચહેરા પર ખીલ ઓછા ન થાય ત્યાં સુધી દૂધનું સેવન ન કરવું જોઈએ. દૂધની સાથે છાશનું સેવન પણ ન કરવું જોઈએ. પરંતુ તમે દહીં, પનીર અને માખણનું સેવન મર્યાદિત માત્રામાં કરી શકો છો. એક્સપર્ટએ કહ્યું કે જો તમે બદામનું દૂધ લઇ શકો છો પંરતુ સોયા દૂધ પીવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: શિયાળામાં હેરફોલથી છુટકારો મેળવવા આ ટિપ્સ અજમાવો.. જાણો ક્યા તેલથી મસાજ કરશો,
ઊંચું ગ્લાયસેમીક ઈન્ડેક્ષ વાળુ ભોજન:
જે ચીજોનું ગ્લાયસેમીક ઈન્ડેક્ષ વધારે છે તેનું સેવન ન કરવું જોઈએ. ખાંડ, ચોકલેટ, ફળોનો જ્યુસ, ઠંડા લીકવીડ, સફેદ બ્રેડ, ફાસ્ટ ફૂડ અને બટાકા જેવા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ સ્કિન સ્પેશ્યલિસ્ટ અને ટ્રકોલોજિસ્ટ ડો. વંદના પંજાબીએ ઇન્ડિયન એક્સપ્રેસએ કહ્યું હતું કે હાઈ ગ્લાયસેમીક ઈન્ડેક્ષ વાળા ફૂડનું સેવન ખીલની સમસ્યા વધારી શકે છે. આ ફુડ્સમાં કેલરીની માત્રા વધારે હોય છે.
આ ફૂડ શરીરમાં ગ્લાયસેમીક લોડ વધારે છે અને ઇન્સ્યુલિનનું કારણ બને છે. તેનું સેવન કરવાથી ઓઇલ ગ્લેન્ડ સક્રિય થઇ જાય છે જે ખીલનું થવાનું કારણ બને છે. ઘણી શોધમાં તારણ મળ્યું છે કે ડેરી ઉત્પાદન ખીલને ટ્રીગર કરે છે, તેથી તેનાથી બચવું જરૂરી છે, એક્સપર્ટના મત મુજબ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ફૂડ્સનું સેવન કરવાથી સોજો આવવાની સમસ્યા અને ખીલની સમસ્યા ઓછી થઇ જાય છે.
આ પણ વાંચો: આ ઋતુમાં ખંજવાળથી પરેશાન છો ?.. અહીં જાણો આયુર્વેદિક ઉપાયો
ડાયટનું કેટલું મહત્વ:
આપણે જે ખાદ્ય પદાર્થોનું સેવન કરીયે છીએ તેની અસર આપણી સ્કિન પર પડે છે. કરિશ્મા શાહ પોષણ વિશેષજ્ઞના મત મુજબ આપણી ગત હેલ્થ અને ખીલ એક બીજા સાથે ઘણા સંબંધીત છે. તમારું ડાયટ તમારા પેટના હેલ્થને પ્રભાવિત કરે છે. જો તમને કબજિયાતની ફરિયાદ રહે છે તો પણ ખીલ થવાની સંભાવના છે.
જો તમને હોર્મોનલ ફરિયાદ છે તો તમને ખીલની સમસ્યા રહી શકે છે. હેલ્થી ડાયટ ન માત્ર તમારા પાચનને નિશ્ચિત કરે છે પરંતુ હોર્મોનને પણ સ્થિર કરવામાં મદદ કરે છે. ખીલની સમસ્યા દૂર કરવામાં હેલ્થી ડાયટ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે.