ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને ઝેન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ચેમ્બુર, મુંબઈના ડિરેક્ટર ડો. રોય પાટણકરએ કહ્યું કે જયારે પણ આપણે શિયાળાની વાત કરીએ ત્યારે તરત મગજમાં બ્લેન્કેટમાં આરામ કરવો અને ચોકલેટ,કૂકીઝ કે કંઈપણ ગરમ ખોરાકની તસ્વીર આવે છે, શિયાળામાં મોટાભાગે આપણે આપનો મન ગમતો આહાર લેતા હોઈ છીએ. પરંતુ તે આપણી પાચન શકિતની સમસ્યા ઉભી કરે છે. ઘણા લોકોને આથી ગેસની તકલીફ અને આંતરડાને લગતી તકલીફ થતી હોય છે.
શિયાળાની ઋતુ દરમિયાન આંતરડાના સ્વાસ્થ્યને મજબૂત કરવાની ટિપ્સ આપતા ડો. પાટણકર કહે છે કે આંતરડાના સ્વાસ્થ્યએ પાચનતંત્રમાં સૂક્ષ્મજીવોનું સંતુલન છે. ઋતુ બદલાય અને તાપમાનમાં ઘટાડો થાય એટલે આ સૂક્ષ્મજીવોનું સંતુલન અને આંતરડાના સ્વાસ્થ્યની કાળજી રાખવી ખુબજ જરૂરી બને છે.
ઠંડો અને કાચો ખોરાક ડાયટમાં લેવાનું ટાળવું:
ઠંડો અને કાચો ખોરાકનું પાચન જલ્દી થવું મુશ્કેલ છે કારણ કે તે નબળા બ્લડ સર્ક્યુલેશનનું કારણ બને છે. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં મેટાબોલિઝ્મ પણ નબળું હોય છે. તેથી સલાડ જેવા કાચા ખોરાકનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: વજન ઝડપથી ઓછું કરવું હોઈ તો રોજ આ જ્યૂસનું સેવન કરવું, જાણો અહીં
શિયાળાની ઋતુમાં સવારે અથવા સાંજે જયારે પણ ટાઈમ મળે ત્યારે રોજ કસરત,યોગા કે પછી ચાલવું અનિવાર્ય છે. જેનાથી તમારું મેટાબોલિઝ્મ લેવલ સુધરે તેથી ગેસની સમસ્યાથી થશે નહિ અને વજન પણ કન્ટ્રોલમાં રહે છે.
શિયાળાની ઋતુમાં પાચનતંત્ર સારું રાખવા માટે જંક ફૂડ્સ સેવન ન કરવું જોઈએ. શુગરનું પણ બની શકે તો સાંજે 6 વાગ્યા પછી સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત આલ્કોહોલ પણ તમારી પાચનશક્તિ નબળી કરે છે તેથી આલ્કોહોલનું સેવન પણ ટાળવું જોઈએ. સ્વાસ્થ્ય માટે હેલ્થી હોય તેવું ડાયટ તમારે લેવું જોઈએ. તાજા ફળો, રાંધેલા શાકભાજી, ધાન્ય, કઠોળ, ભાજી જેવી કે પાલક, મેથી અને બીન્સનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ.
શિયાળાની ઋતુમાં તાપમાનનો પારો અચાનક વધારે ગગડી જાય તો પાણી પીવાનું પણ ઓછું થઇ જાય છે, પરંતુ શિયાળાની ઋતુમાં પણ આપણા શરીરને પાણીની જરૂરિયાત રહે છે. ડો. પાટણકરનું કહેવું છે કે,”પાણી શરીરના બધાજ ટોક્સિનનો નિકાલ કરે છે. આંતરડાને ખોરાકને પસાર કરવા માટે પાણીની પૂરતી જરૂરિયાત રહે છે તેથી ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ.”
ડો. પાટણકરનું કહે છે કે, તણાવમુક્ત રહેવા અંતે તમે યોગા અને મેડિટેશન રોજ 15 મિનિટ કરી શકો છો. કારણ કે તણાવ નકારાત્મક રીતે તમારા પાચનતંત્ર પર અસર કરે છે. તનાવમુક્ત રહેવા માટે તમે મ્યુઝિક સાંભળો, કોઈ નવી ભાષા શીખી શકો છો.