પ્રેશર કૂકરમાં ઘી કેવી રીતે બનાવવું? આ રીતે થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે

Homemade Ghee in Pressure Cooker: અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઘરે પ્રેશર કૂકરમાં ઘી કેવી રીતે બનાવવું. જેની મદદથી તમે સરળતાથી શુદ્ધ દેશી ઘી ઘરે બનાવી શકશો

Written by Ashish Goyal
Updated : October 11, 2025 17:48 IST
પ્રેશર કૂકરમાં ઘી કેવી રીતે બનાવવું? આ રીતે થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે
ભારતીય ઘરોમાં ઘી નો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે (ફોટો: પિન્ટરેસ્ટ)

Homemade Ghee in Pressure Cooker: ભારતીય ઘરોમાં ઘી નો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મોટાભાગના લોકો તેને બજારમાંથી ખરીદે છે અને તેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં કરે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જે ઘરે ઘી બનાવે છે.

તમે તેને પ્રેશર કૂકરમાં પણ સરળતાથી બનાવી શકો છો. આ રીત સમય તો બચાવે છે સાથે ઘી નો સ્વાદ પણ ખરાબ થતો નથી. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઘરે પ્રેશર કૂકરમાં ઘી કેવી રીતે બનાવવું. જેની મદદથી તમે સરળતાથી શુદ્ધ દેશી ઘી ઘરે બનાવી શકશો.

પ્રેશર કૂકરમાં ઘી કેવી રીતે બનાવવું?

સ્ટેપ 1

પ્રેશર કૂકરમાં ઘી બનાવવું હવે ખૂબ જ સરળ છે. તમારે ફક્ત 30 મિનિટની જરૂર પડશે. સૌ પ્રથમ તાજી મલાઈને પ્રેશર કુકરમાં મુકો અને તેને 2 સીટી સુધી પકાવી લો. તે પછી તેને થોડા સમય માટે આ રીતે છોડી દો જેથી સીટી ઠંડી થઈ જાય.

સ્ટેપ 2

હવે કૂકર ખોલી મલાઈને ધીમા તાપે રાંધી લો. થોડી જ વારમાં ઘી નો સુંદર પીળો રંગ દેખાશે. જેવી તેમાં સારી સુગંધ આવે અને રંગ સોનેરી થાય કે તરત જ ગેસ બંધ કરી દો. આ રીતે તમારું શુદ્ધ અને સ્વાદિષ્ટ ઘી તૈયાર થઈ જશે.

આ પણ વાંચો – શું ગ્રીન ટી પીવાથી સાચે જ ફેટ બર્ન થાય છે? જાણો ગ્રીન ટી ના ફાયદા અને સાઇડ ઇફેક્ટ્સ

ઘી ખાવાના ઘણા ફાયદા

ઘી બનાવવાની આ પદ્ધતિ ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેઓ સમયના અભાવે ઘી કાઢી શકતા નથી અને તેને બજારમાંથી ખરીદીને ખાય છે. ઘરે ઘી બનાવવામાં કોઈ પણ પ્રકારના કેમિકલ્સ અથવા પ્રિઝર્વેટિવ્સનો ડર રહેતો નથી. ઘરે બનાવેલું ઘી સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ