Beauty Tips : ચહેરાની ચમક વધારશે આ ખાસ કેમિકલ ફ્રી સીરમ, જાણો ઘરે બનાવવાની રીત

Beauty Tips : રાત્રે સૂતા પહેલા આ સીરમને ફેસ અને ગરદન પર હળવા હાથે મસાજ કરો. જે તમને ગ્લોઈંગ સ્કિનમાં નવી ચમક અને તાજગી આપશે. માત્ર 3 સામગ્રીમાં ઝટપટ તૈયાર થશે નેચરલ સીરમ

Written by shivani chauhan
March 14, 2024 15:47 IST
Beauty Tips : ચહેરાની ચમક વધારશે આ ખાસ કેમિકલ ફ્રી સીરમ, જાણો ઘરે બનાવવાની રીત
How to make natural skin Serum at home : બ્યુટી ટીપ્સ ગ્લોઇંગ સ્કિન ટિપ્સ ઘરે નેચરલ સ્કિન સીરમ કેવી રીતે બનાવવી (Photo : Canva)

Beauty Tips : ગ્લોઈંગ સ્કિન દરેક સ્ત્રી છે. સ્કિન સારી રાખવા માટે ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ ખૂબ જ જરૂરી છે. ફેસ પર પર સીરમ લગાવવાથી સ્કિનને લગતી ઘણી સમસ્યાથી છુટકારો મળે છે. સ્કિનને પોષકતત્વો પુરા પડતી સામગ્રીના ઉપયોગ દ્વારા ફેસ સીરમ બનાવમાં આવે છે. આ સામગ્રીમાં પોષક તત્વો હોય છે જે સ્કિનને હેલ્થી રાખે છે. મોંઘાદાટ બજારમાં ઉપલબ્ધ ફેસ સીરમ તમારી સ્કિન માટે હાનિકારક સાબિત થઇ શકે છે. કારણ કે તેમાં ઘણા કેમિકલ હોય છે, આપણને એવું લાગે કે તે ફેસને ગ્લો આપશે. પરંતુ, કેટલીકવાર તે રિઝ્લ્ટ પ્રાપ્ત થતું નથી. ઘણીવાર એલર્જીનું કારણ બને છે.

How to make natural skin Serum at home for glowing skin beauty tips in gujarati
How to make natural skin Serum at home : બ્યુટી ટીપ્સ ગ્લોઇંગ સ્કિન ટિપ્સ ઘરે નેચરલ સ્કિન સીરમ કેવી રીતે બનાવવી (Photo : Canva)

આ પણ વાંચો: Petroleum Jelly : ચહેરા પર પેટ્રોલિયમ જેલી લગાવવી કેટલી અસરકારક?

આવા કિસ્સાઓમાં, તમે આ સીરમને માર્કેટથી ખરીદવાને બદલે ઘરે જ બનાવી શકો છો. હોમમેઇડ સીરમ સ્કિનને કુદરતી પોષણ જ પ્રદાન કરે છે અને એલર્જી જેવી સ્કિનની સમસ્યાથી રાહત આપી શકે છે. સ્કિનને ગ્લોઈંગ અને હેલ્થી રાખવા માટે આ નેચરલ સીરમ ઘરે બનાવો, જાણો સીરમ રેસિપી જે તમારા ચહેરાને સુંદર અને ચમકદાર બનાવશે અને કરચલીઓ સંપૂર્ણપણે દૂર કરશે.

સામગ્રી:

  • 2 ચમચી એલોવેરા જેલ
  • 1 ટીસ્પૂન વિટામિન ઇ તેલ
  • 1/2 ચમચી ગુલાબજળ

આ પણ વાંચો: Hair Care : હોળીમાં કલરથી રમતા પહેલા વાળની આ રીતે રાખો સંભાળ,જાણો ટિપ્સ

આ રીતે બનાવો સીરમ : એક બાઉલમાં વિટામિન ઇ તેલ, એલોવેરા જેલ અને ગુલાબજળને સારી રીતે મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો જેથી એકસરખું મિશ્રણ બનાવો. આ મિશ્રણને હવાચુસ્ત બોટલમાં રેડો અને તેને રેફ્રિજરેટરમાં રાખો.

રાત્રે સૂતા પહેલા આ સીરમને ફેસ અને ગરદન પર હળવા હાથે મસાજ કરો. જે તમને ગ્લોઈંગ સ્કિનમાં નવી ચમક અને તાજગી આપશે. આ સીરમ માત્ર કરચલીઓ ઘટાડવામાં જ મદદ કરતું નથી પણ સ્કિનને એન્ટી એજિંગ અને ચમકદાર બનાવે છે. હોમમેઇડ ફેસ સીરમ સ્કિનને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કુદરતી પોષણ આપે છે. તે નેચરલ સામગ્રીથી બનેલું તેથી કોઈ આડઅસર થવાની શક્યતા નથી. આ સીરમ સ્કિનને ઊંડે સુધી હાઇડ્રેટ રાખે છે. સ્કિનને સોફ્ટ રાખે છે. આ ઉપરાંત સીરમ સ્કિન પરની કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઘટાડવામાં અસરકારક સાબિત થઇ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ