રસોઇ ગેસ સિલિન્ડર આ 5 ટિપ્સની મદદથી 20-25 દિવસ વધારે ચાલશે, જાણો કેવી રીતે

LPG Gas Saving Tips : અહીં અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જે એલપીજી ગેસની બચત કરશે અને તમને ફાયદો થશે

Written by Ashish Goyal
Updated : September 24, 2025 15:35 IST
રસોઇ ગેસ સિલિન્ડર આ 5 ટિપ્સની મદદથી 20-25 દિવસ વધારે ચાલશે, જાણો કેવી રીતે
અહીં અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જે એલપીજી ગેસની બચત કરશે (File Photo)

LPG Gas Saving Tips : ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વારંવાર વધઘટ થાય છે. આવી સ્થિતિમાં તેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. આ સિવાય ઘણી વખત આપણે અજાણતા વધારે ગેસ વાપરી નાખીએ છીએ. તેના કારણે સિલિન્ડર ટૂંકા સમયમાં ખાલી થઇ જાય છે. મહિલાઓ ઘરના બજેટને જાળવવા માટે શક્ય તેટલું બધું કરે છે. આવી સ્થિતિમાં ઘણી મહિલાઓ વિચારે છે કે સિલિન્ડર લાંબા સમય સુધી કેવી રીતે ચલાવી શકાય? અહીં અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જે તમારું બજેટ બગાડશે નહીં અને એલપીજી ગેસની પણ બચત કરશે. ચાલો જાણીએ આ રીતો.

ગેસ પર ઠંડી વસ્તુઓ ન રાખો

ક્યારેય કોઇપણ વસ્તુ ફ્રિજમાંથી કાઢીને સીધી ગેસ પર ના મુકો. ઉદાહરણ તરીકે જો દૂધને ફ્રિજમાં રાખેલું હોય અને આ પછી તેને ગરમ કરવા માટે સીધા ગેસ પર ન રાખો. આમ કરવાથી વધુ ગેસનો વપરાશ થાય છે.

પ્રેશર કૂકરનો વધુ ઉપયોગ કરો

રસોઈ માટે પ્રેશર કૂકરનો વધુ ઉપયોગ કરો. એક સર્વેક્ષણ મુજબ સામાન્ય વાસણોની તુલનામાં પ્રેશર કૂકિંગથી ચોખા પકાવવા પર 20%, પલાળેલી ચણાની દાળ પર 46% રસોઈ ગેસ બચાવી શકાય છે.

રેગ્યુલેટર અને પાઇપને ચકાસો

સમયાંતરે તમારા ગેસ સિલિન્ડરના રેગ્યુલેટર અને પાઇપને ચકાસો. આમ કરવાથી તમે સુરક્ષિત પણ રહેશો. સાથે જ જો થોડી પણ ગેસ લીક થઈ રહી છે તો તેને બચાવી શકાય છે.

આ પણ વાંચો – પાચન અને વજન માટે કેળા ક્યારે ખાવા જોઈએ, એક્સપર્ટ પાસેથી જાણો યોગ્ય સમય અને રીત

બર્નરને સાફ કરો

ગેસ સ્ટોવ બર્નરને સમયાંતરે સાફ કરો. આમ કરવાથી ગેસ સંપૂર્ણપણે બળી જશે, કચરો નહીં. જ્યોત પર ધ્યાન આપો પછી ભલે તે વાદળી હોય કે પીળો. તે ગંદકીના કારણે રંગ બદલી શકે છે.

યોગ્ય વાસણોનો ઉપયોગ કરો

ગોળ કે વળેલા વાસણમાં વધુ ગેસનો બગાડ થાય છે. હંમેશા એવા વાસણોનો ઉપયોગ કરો જેનું તળિયું સપાટ હોય. રાંધવાથી લઈને દૂધને ગરમ કરવા સુધી કોઇપણ કામ કરો તેને હંમેશા ઢાંકણ અથવા પ્લેટથી બંધ કરો. આમ કરવાથી ખોરાક ઝડપથી રંધાઇ જાય છે. પ્રવાહી વસ્તુઓ ઝડપથી ઉકળે છે. આ રીતોથી તમે ગેસને લાંબા સમય સુધી ચાલુ રાખી શકશો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ