શું તમે વાળમાં તેલ લગાવો છો? આ ભૂલથી વહેલા ટાલ પડી શકે, જાણો કયું તેલ કોને અનુકૂળ?

ખરાબ તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરવા અને અકાળે ટાલ પડવાની સમસ્યા થઈ શકે છે. અહીં જાણો વૈજ્ઞાનિક ટેસ્ટ વિશે જે તમારા વાળ માટે કયું તેલ યોગ્ય છે તે નક્કી કરવામાં મદદ કરશે.

Written by shivani chauhan
October 29, 2025 13:28 IST
શું તમે વાળમાં તેલ લગાવો છો? આ ભૂલથી વહેલા ટાલ પડી શકે, જાણો કયું તેલ કોને અનુકૂળ?
which oil is best according to your hair type

Hair Care Tips In Gujarati | ભારતમાં વાળની ​​સંભાળ માટે તેલ લગાવવું એ પહેલું પગલું માનવામાં આવે છે. બાળપણથી જ આપણને શીખવવામાં આવે છે કે, “વાળને જાડા બનાવવા માટે તેલ લગાવો.” પરંતુ શું તમે જાણો છો કે દરેક તેલ દરેક વ્યક્તિના વાળ માટે યોગ્ય નથી હોતું?

ખરાબ તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરવા અને અકાળે ટાલ પડવાની સમસ્યા થઈ શકે છે. અહીં જાણો વૈજ્ઞાનિક ટેસ્ટ વિશે જે તમારા વાળ માટે કયું તેલ યોગ્ય છે તે નક્કી કરવામાં મદદ કરશે.

ઘરે આ સરળ ટેસ્ટથી શોધો ક્યુ તેલ તમને અનુકૂળ આવશે

  • તમારા વાળના 2-3 સેર લો.
  • એક સ્વચ્છ ગ્લાસ પાણીથી ભરો.
  • હવે તેમાં વાળ નાખો અને 2-3 મિનિટ સુધી અવલોકન કરો કે તે તરતા રહે છે, વચ્ચે રહે છે, કે નીચે ડૂબી જાય છે.

રિઝલ્ટ 1 : વાળ તરતા રહે તો

  • જો તમારા વાળ તરતા રહે છે, તો તેનો અર્થ એ છે કે તમારા વાળનો બાહ્ય પડ (ક્યુટિકલ) કડક છે અને ભેજને અંદર પ્રવેશવા દેતો નથી. આ પ્રકારના વાળ માટે બેસ્ટ તેલ લીમડાનું તેલ અને રોઝમેરી તેલ. આ તેલ ખોપરી ઉપરની ચામડીને પોષણ આપે છે અને મૂળ ખોલવામાં મદદ કરે છે જેથી તેલ વધુ સારી રીતે શોષાઈ શકે. લાઈટ તેલનો ઉપયોગ કરો અને તેને તમારા વાળમાં વધુ સમય સુધી ન રાખો

રિઝલ્ટ 2 : વાળ વચ્ચે હોય છે તો

  • તમારા વાળ ભેજને સારી રીતે શોષી લે છે અને જાળવી રાખે છે. આ સૌથી સંતુલિત છિદ્રાળુતા છે.
  • આ પ્રકારના વાળ માટે બેસ્ટ તેલ જોજોબા તેલ અને બદામનું તેલ. આ તેલ વાળને ભેજયુક્ત રાખે છે અને તેને સ્વસ્થ ચમક આપે છે. અઠવાડિયામાં બે વાર હળવા મસાજ સાથે તેલ લગાવો. આ વાળને નરમ અને મજબૂત બનાવશે.

રિઝલ્ટ 3: વાળ ડૂબી જાય તો

જો તમારા વાળ પાણીમાં ડૂબી જાય છે, તો તેનો અર્થ એ કે તમારા વાળ ભેજને ઝડપથી શોષી લે છે પણ એટલી જ ઝડપથી ગુમાવે છે. આ પ્રકારના વાળ માટે બેસ્ટ તેલ નાળિયેર તેલ અને એરંડા તેલ. આ તેલ ભેજને સીલ કરે છે અને તૂટતા અટકાવે છે. તમારા વાળને સૂર્યપ્રકાશથી અને કેમિકલ પ્રોડક્ટસથી સુરક્ષિત રાખો.

આ ટિપ્સ પછી પણ ખરતા રહે છે? વૈજ્ઞાનિક ઉકેલ અજમાવો

જો તેલ લગાવ્યા પછી પણ તમારા વાળ ખરતા રહે છે, તો તમારી સમસ્યા આંતરિક (હોર્મોનલ અથવા પોષણ સંબંધી) હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ફક્ત ઘરેલું ઉપચાર પૂરતા ન પણ હોય. નીચેની વૈજ્ઞાનિક રીતે સાબિત, FDA-મંજૂર, દવાઓ મદદ કરી શકે છે.

શું ધ્યાન રાખવું?

  • મિનોક્સિડિલ: વાળના મૂળમાં રક્ત પ્રવાહ વધારે છે અને વાળના વિકાસને સક્રિય કરે છે.
  • ફિનાસ્ટરાઇડ: હોર્મોનલ ટાલ પડવાથી બચાવે છે.
  • વિટામિન B7 (બાયોટિન) ગોળીઓ: વાળને મજબૂત બનાવે છે અને ચમક આપે છે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ