Dog Attack Safety Tips In Gujarati : સોશિયલ મીડિયા પર રોજ રખડતા કૂતરાઓના આતંકના સમાચાર વાયરલ થતા રહે છે. ક્યારેક તેઓ બાળકો પર હુમલો કરે છે તો ક્યારેક વૃદ્ધો પર હુમલો કરી લોકોને ઈજા પહોંચાડે છે. જો તમે સુમસામ રસ્તે એકલા ચાલતા હોવ અને કૂતરાઓનું ટોળું તમારા પર હુમલો કરે તો તમારી જાતને બચાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, જો કૂતરો હુમલો કરે તો ગભરાવાની જગ્યાએ પોતાનો બચાવ કેવી રીતે કરવો તે તમારે જાણવું જોઈએ, ચાલો આપણે તેના વિશે જાણીયે
રખડતાં કુતરા ઘેરી લે તો શું કરવું?
જો તમે કોઈ નિર્જન – સુમસામ રસ્તા પર રખડતા કૂતરાઓથી ઘેરાયેલા હોવ, તો ગભરાવવું નહીં અને દોડશો નહીં. જો તમે વાહન પર કે પગપાળા ચાલી રહ્યા હોવ તો કૂતરું ભસે ત્યારે ડરીને ભાગશો નહીં. આવી સ્થિતિમાં તમારી જાતને બચાવવા માટે હિંમત બતાવો. તરત જ ત્યાં ઊભા રહીને નીચે જુઓ. સીધો આંખનો સંપર્ક જોખમી હોઈ શકે છે.
કૂતરા હુમલો કરે ત્યારે કેવી રીતે બચાવવું?
જો કૂતરો હુમલો કરવાની તૈયારીમાં હોય, તો તેની તરફ આગળ વધો. આમ કરવાથી તેને વર્ચસ્વનો અહેસાસ કરાવી શકાય છે. તે સમજી જશે કે તમે તેને નુકસાન પહોંચાડવાના નથી કે તેનો પીછો કરવાના નથી. કુતરા શાંત થયા ત્યારે તેને દૂર ભગાવો.
કૂતરા પાછળ પડે ત્યારે શું કરવું?
જો કૂતરા પાછળ પડી જાય તો ગભરાશો નહીં. જો તમે બાઇક પર છો અને કૂતરા તમારી પાછળ છે, તો તરત જ બાઇક બંધ કરી દો. કારણ કે વધુ સ્પીડમાં વાહન ચલાવવાથી અકસ્માત થઈ શકે છે.
કૂતરો કરડવા દોડે તો શું કરવું?
કૂતરો કરડવા દોડે તો ગુસ્સાથી પીછો કરવાને બદલે જોરજોરથી બૂમો પાડો. તમારા ચહેરાને તમારા હાથથી સુરક્ષિત કરવાનો પ્રયાસ કરો. ડરીને દોડશો નહીં. બચાવ માટે બુમો પાડો.
કૂતરાની સામે હવામાં કંઈક લહેરાવો
કુતરો હુમલો કરવા આવે ત્યારે લાકડા કે કોઇ વસ્તુંથી શરીરનું રક્ષણ કરવાનો પ્રયાસ કરો. એવી વસ્તુઓ શોધો જે તમે કૂતરાની સામે હવામાં લહેરાવીને ડરાવી શકો. જો તમારી પાસે ખાવા માટે કંઈક હોય, તો તેને તેની તરફ ફેંકી દો. આમ કરવાથી કુતરું શાંત થઇ જશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કૃપા કરીને કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લો.