refrigerator cleaning tips : ઉનાળા દરમિયાન સૌથી વધુ જો કોઈ વસ્તુનો ઉપયોગ થતો હોય તો તે ફ્રિજ છે. જોકે સતત ઉપયોગ બાદ ઘણી વખત ફ્રિજમાં તીખી વાસ આવવા લાગે છે. આવી સ્થિતિમાં એકવાર ફ્રિજમાંથી ગંધ આવે છે, તો તેને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ ફ્રિજની વાસને દૂર કરવા માટે બજારમાં અનેક પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ છે, જે ઘણી મોંઘી છે. જો કે, ફ્રિજમાંથી આવતી ગંધને તમે ઘરવપરાશની વસ્તુથી સરળતાથી દૂર કરી શકો છો.
લીંબુથી ફ્રિજની ગંધ દૂર કરો
લીંબુની મદદથી ફ્રિજમાંથી આવતી તીખી વાસને તમે સરળતાથી દૂર કરી શકો છો. આ માટે સૌથી પહેલા લીંબુના થોડા ટુકડા કરી તેને એક પ્લેટમાં મૂકી ફ્રિજની અંદર રાખી દો. લીંબુમાં એક સાઇટ્રસ સુગંધ હોય છે, જે ફ્રિજમાંથી આવતી ગંધને દૂર કરે છે. તમે લીંબુના રસમાં હળવા બેકિંગ સોડાને પણ મિક્સ કરી શકો છો. તેનાથી વાસ ઝડપથી દૂર થાય છે.
કોફીનો ઉપયોગ કરો
ફ્રિજમાંથી આવતી તીખી દુર્ગંધને ઓછી કરવા માટે તમે કોફીનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે કોફી પાઉડર કે કોફી બનાવીને તેને એક બાઉલમાં રાખી ફ્રિજના એક ખૂણામાં રાખી મૂકો. કોફીની તીવ્ર સુગંધ ફ્રિજની ગંધને શોષી લેશે, જેનાથી ફ્રિજનું વાતાવરણ સારું રહેશે.
આ પણ વાંચો – ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ? શારીરિક પ્રવૃત્તિ પ્રમાણે પાણીનું સેવન કેવી રીતે નક્કી કરવું? જાણો
આ વાતોનું રાખો ધ્યાન
ફ્રિજમાંથી આવતી દુર્ગંધને ઓછી કરવા માટે વાસી ખોરાક કે શાકભાજીને વધુ દિવસો સુધી ક્યારેય સ્ટોર ન કરો. તેનાથી ફ્રિજની દુર્ગંધ ખરાબ આવે છે.
તમારે સમયાંતરે ફ્રિજની સફાઈ કરતા રહેવું જોઈએ. જો જૂની વસ્તુ ફ્રિજમાં ખરાબ થવા લાગે તો તેને તરત જ બહાર કાઢી લો.