How To Remove Bitterness From Bittergourd In Gujarati : કારેલા સ્વાદમાં કડવા પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. ઘણા લોકોને કારેલા ખાવા ગમતા નથી, જેનું કારણ તેની કડવાશ છે. જો કે કડવા કારેલા ખાવાથી શરીરને ઘણો ફાયદો થાયછે. હકીકતમાં, તેમાં વિટામિન એ, ફાઇબર, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને ઘણા પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જે શરીર માટે જરૂરી પોષક તત્વોની ઉણપને પુરી કરે છે.
જો તમે કડવાશને કારણે કારેલાનું શાક નથી ખાતા તો અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઇને આવ્યા છીએ. તમે આ ટીપ્સ અનુસરીને કારેલાની કડવાશને ઘણી હદ સુધી ઓછી કરી શકો છો. આનાથી કારેલાનું શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.
મીઠા વડે કારેલાની કડવાશ દૂર કરો
તમે કારેલાની કડવાશ સરળતાથી ઓછી કરી શકો છો. તે એકદમ સરળ અને લોકપ્રિય પદ્ધતિ પણ છે. કારેલાનુ શાક બનાવતા પહેલા તેને બરાબર ધોઈ લો અને તેના પાતળા ટુકડા કરી લો. હવે તેમાં ચપટી હળદર અને બે ચમચી મીઠું ભભરાવી મિક્સ કરી લગભગ અડધો કલાક રહેવા દો.
હકીકતમાં, કારેલા પર મીઠું છાંટવાથી તે થોડા સમય પછી પાણી છોડવાનું શરૂ કરે છે. આ સાથે તેની કડવાશ પણ દૂર થઈ જાય છે. હવે આ પાણી ફેંકીને કારેલાને ધોઈ લો અને તમારી મનગમતી રીતે શાક બનાવો. આ રીતે કારેલાની કડવાશ ઓછી કરી શકાય છે.
દહીં વાપરો
તમે કારેલાની કડવાશ ઘટાડવા માટે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે સૌ પ્રથમ તો કારેલાને કાપ્યા બાદ તેને ફેંટેલા દહીંમાં અડધો કલાક પલાળી રાખો. તેનાથી ન માત્ર કડવાશ ઓછી થશે, પરંતુ દહીંનો ખાટો સ્વાદ પણ મળશે. હવે શાક બનાવતા પહેલા કારેલાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. પછી તાજા મસાલા ઉમેરી કારેલાનું શાક બનાવો. આ રીતે બનાવેલા કારેલાના શાકનો સ્વાદ લાજવાબ હશે.
કારેલા પાણીમાં ઉકાળી કડવાશ ઓછી કરો
કારેલાની કડવાશ ઓછી કરવા માટે ગરમ પાણીમાં ઉકાળી શકાય છે. કારેલા માંથી કડવાશ તરત જ ઓછી કરવા માટે આ સૌથી અસરકારક ઉપાય છે. એક વાસણમાં પાણી ગરમ કરી કાપેલા કારેલા 5 થી 10 મિનિટ સુધી ઉકાળી લો. કારેલા ઉકાળતી વખતે પાણીમં બે ચમચી મીઠું અને અડધી ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે. હકીકતમાં પાણીમાં ઉકાળવાથી કારેલા નરમ થવાની સાથે સાથે તેની કડવાશ પણ ઓછી થાય છે. હવે પાણીમાં કારેલા કાઢી લો અને તમારી મનપસંદ કરીતે શાક તૈયાર કરો.
લીંબુ અને આમલીનો ઉપયોગ કરો
કારેલાની કડવાશ ઓછી કરવા માટે તમે લીંબુ અને આમલીનો પણ ઉપયોગ કરી શકો છો. તે સ્વાદ અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. હકીકતમાં લીંબુ અને આમલીમાં નેચરલ એસિડ હોય છે, જે કારેલાની કડવાશને ઓછી કરે છે. કારેલા માંથી કડવાશ ઓછી કરવા માટે સૌ પ્રથમ તેને સમારીને તેમાં લીંબુનો રસ અને આમલી નાખીને 15-20 મિનિટ માટે રહેવા દો. આ પછી કારેલા ધોઈને શાક તૈયાર કરો.
મસાલેદાર ભરેલા કારેલા બનાવો
તમે કારેલા માંથી મસાલેદાર ભરેલા કારેલાનું શાક બનાવી શકો છો. હકીકતમાં, કારેલાની કડવાશ છુપાવવાનો આ એક સરસ રસ્તો છે. આ માટે કારેલા ઉપરથી છોલી લો. પછી કારેલા વચ્ચેથી ઉભા ચીરી તેની અંદરથી બીયાં કાઢી લો. હવે એક પેનમાં ડુંગળી, લસણ, ધાણા પાવડર, વરિયાળીના દાણા, આમચૂર પાવડર, ચણાનો લોટ હળદર, લાલ મરચું વગેરે શેકી લો. આ મસાલામાં લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો. આ મસાલો કારેલાની અંદર ભરી લો. હવે આ કારેલા કડાઇમાં ધીમી આંચ પર પકવવા દો. મસાલાનો સ્વાદ કારેલાની કડવાશને સંપૂર્ણપણે છુપાવી દે છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.