Oil Stains Remove Tips: કપડા, પડદા કે ચાદર માંથી તેલના ડાઘ સાફ કરવાની રીત, લોન્ડ્રીનો ખર્ચ બચી જશે

Remove Oil Stains From Clothes:કપડા, પડદા કે ચાદર પર તેલ ડાઘ બહુ ખરાબ લાગે છે. અહીં આપેલી ટીપ્સ વડે તમે લોન્ડ્રીમાં પૈસા ખર્ચ્યા વગર ઘરે જ તેલના ડાઘ સરળતાથી સાફ કરી શકો છો.

Remove Oil Stains From Clothes:કપડા, પડદા કે ચાદર પર તેલ ડાઘ બહુ ખરાબ લાગે છે. અહીં આપેલી ટીપ્સ વડે તમે લોન્ડ્રીમાં પૈસા ખર્ચ્યા વગર ઘરે જ તેલના ડાઘ સરળતાથી સાફ કરી શકો છો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
clothes cleaning tips | how to remove oil stains from clothes | how to clean oil stains from clothes | clothes cleaning tips at home

Remove Oil Stains From Clothes: કપડા પર તેલના ડાઘ સાફ કરવાની સરળ ટીપ્સ (Photo: Freepik)

Remove Oil Stains From Clothes: ઘણી વખત રસોઈ બનાવતી વખતે અથવા ખાતી વખતે કપડાં પર તેલના ડાઘ પડે છે. જો તમારા ઘરે બાળકો છે, તો તમે બેડશીટ અથવા પડદા પર પણ આ ડાઘ જોઈ શકો છો. સાથે જ તેલના ડાઘ લાગ્યા બાદ તેને સાફ કરવા અત્યંત મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, લોકો કપડાં, પડદા અથવા ચાદરને નકામું ગણાવીને ફેંકી દેવા માટે મજબૂર થઇ જાય છે.

Advertisment

જો તમે પણ આવું કરતા હોવ કે પછી તમારા કપડા, પડદા અને ચાદર પર આવા ડાઘ પડી ગયા હોય તો અહીં અમે તમને સાફ કરવા માટે કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ. આ ટિપ્સ અપનાવીને તમે ફરી એકવાર તમારા મનપસંદ કપડા પહેરી શકો છો.

કપડા માંથી તેલના ડાઘ સાફ કરવાની રીત

ગરમ પાણી

સૌથી પહેલા તેલના ડાઘને તરત જ સાફ કરવાનો પ્રયાસ કરો, તમે જેટલું મોડું કરો છો, ડાઘ સાફ કરવા તેટલા જ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં, કપડા, પડદા અથવા બેડશીટ પર તેલ ડાઘ લાગે ત્યારે તરત જ ગરમ પાણી અને ડિટરજન્ટ વડે સાફ કરવાનો પ્રયાસ કરો. ઘણા કિસ્સામાં આમ કરવાથી જ ડાઘ સાફ થાય છે.

ટેલ્કમ પાઉડર

કપડા પર તેલનો ડાઘ લાગે ત્યારે તરત જ તે જગ્યા પર ટેલકમ પાવડર લગાવી દો. ટેલ્કમ પાવડર તરત જ તેલ શોષવાનું કામ કરે છે, તેનાથી કાપડ પર ડાઘ પડતા નથી. આ સ્થિતિમાં તેલ પડે એટલે તેમાં ટેલ્કમ પાવડર છાંટો અને કાપડને આ રીતે 20થી 30 મિનિટ સુધી રહેવા દો. ચોક્કસ સમય બાદ પહેલા બ્રશ વડે તે જગ્યા પર ઘસીને પાવડર સાફ કરો અને પછી કપડાને ગરમ પાણી અને ડિટર્જન્ટ વડે ધોઈ લો.

Advertisment

બેકિંગ સોડા

જો ડાઘ જૂના હોય તો તમે બેકિંગ સોડાની મદદ લઈ શકો છો. આ માટે ડાઘ મુજબ બેકિંગ સોડા પાણીમાં નાંખી એક સોલ્યુશન તૈયાર કરો. હવે, આ મિશ્રણને ડાઘ વાળી જગ્યા પર લગાવો અને તેને હળવા હાથે ઘસો. બેકિંગ સોડાને કપડા પર થોડીવાર માટે રહેવા દો. ત્યારબાદ ગરમ પાણી વડે ઘોઇ લો. આ રીતે એક-બે વખત કપડા ઘોવાથી તેલના ડાઘ જતા રહેશે.

સફેદ વિનેગર

સફેદ સરકો તેલના ડાઘ સાફ કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે સોડાની જેમ કપડા પર સફેદ વિનેગર લગાવીને થોડીવાર માટે રહેવા દો. થોડાક સમય બાદ કાપડને ગરમ પાણીમાં ઘોઇ લો.

લીંબુ

આ ઉપરાંત લીંબુનો રસ આ સ્થિતિમાં કુદરતી બ્લીચિંગનું કામ કરી શકે છે. લીંબુ કાપી તેલના ડાઘ હોય ત્યાં ઘસો. ત્યારબાદ ગરમ પાણી અને ડિટરજન્ટ વડે કાપડ ઘોઇ લો. આ રીતે બે થી ત્રણ વખત કાપડ ધોવાથી તેલના ડાઘ સાફ કરી શકાય છે.

જીવનશૈલી ગુજરાતી ન્યૂઝ