Tap Cleaning Hacks : નળ અને શાવર સાફ કરવાની 3 સરળ રીત, ડાઘ અને કાટ સાફ થઇ નવા જેવા ચમકશે

Taps Cleaning Tips In Gujarati : નળ અને બાથરૂમ શાવર પર ઝડપથી કાટ લાગી જાય છે. આવી સ્થિતિમાં ડાઘ અને કાટ વાળ નળ ખરાબ દેખાવા છે અને બગડી પણ શકે છે. અહીં 3 સરળ ક્લિનિંગ ટીપ્સ આપી છે, જેને અનુસરી તમારા જૂના નળ નવા જેવા ચમકવા લાગશે.

Written by Ajay Saroya
July 06, 2025 14:15 IST
Tap Cleaning Hacks : નળ અને શાવર સાફ કરવાની 3 સરળ રીત, ડાઘ અને કાટ સાફ થઇ નવા જેવા ચમકશે

Taps Cleaning Tips In Gujarati : ચોમાસામાં વરસાદ બાદ ભેજને કારણે બાથરૂમ અને કિચનના નળને કાટ લાગવા માંડે છે. સાથે જ પાણીના કારણે શાવર અને નળની સપાટી પર કાટનું લેયર ભેગું થાય છે, જેના કારણે નળ કે શાવર ગંદા અને ખરાબ દેખાવા લાગે છે. કેટલીકવાર કાટ એટલો બધો હોય છે કે તે ખૂબ જ ઝડપથી બગડવા લાગે છે. એવામાં તમે તેને સરળતાથી સાફ કરી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને બાથરૂમ અને કિચન નળ સાફ કરવાની સરળ ટિપ્સ વિશે જણાવીશું, જેને તમે ફોલો કરી શકો છો. આનાથી નળ નવા જેમ જ ચમકવા લાગશે.

સરકો અને ખાવાની સોડાનો ઉપયોગ કરો

તમે સરકો અને બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. નળને સાફ કરવાની આ સૌથી અસરકારક રીત છે. નળ સાફ કરવા માટે સૌ પ્રથમ નળ કે શાવરના કાટખાઈ ગયેલા ભાગ પર સરકો છાંટો અને પછી તેની પર બેકિંગ સોડા રેડો. તેને લગભગ 15-20 મિનિટ સુધી આ રીતે જ રહેવા દો અને પછી તેને જૂના ટૂથબ્રશ વડે ઘસો. તમે જોશો કે કાટનું પડ ધીમે ધીમે દૂર કરવાનું શરૂ કરશે.

લીંબુ અને મીઠાનો ઉપયોગ કરો

લીંબુ અને મીઠા વડે પણ તમે સરળતાથી નળનો કાટ સાફ કરી શકાય છે. હકીકતમાં લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ કાટ ઓગાળવામાં મદદ કરે છે. તેને સાફ કરવા માટે લીંબુને કાપીને તેમાં મીઠું ભરી નળ કે શાવર પર ઘસવું. 10 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો.

ટૂથપેસ્ટ વડે સાફ કરો

તમે ટૂથપેસ્ટ વડે પણ નળનો કાટ સાફ કરી શકો છો. ટૂથપેસ્ટ કાટ વાળા જગ્યા પર લગાવો અને 10 મિનિટ પછી બ્રશ વડે સ્ક્રબ કરો. આનાથી હળવા કાટ અને ડાઘ સાફ કરવાનું સરળ બને છે.

પહેરતી વખતે ચાંદીની ઝાંઝર કાળી પડી ગઈ, આ 5 રીતે કરો સાફ; તે નવાની જેમ ચમકશે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ