પ્રેગ્નેન્સીના નવ મહિના સુધી મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ખુબજ ધ્યાન રાખવું જરૂરી છે, આ દરમિયાન જેમ જેમ પ્રેગ્નેન્સીના મહિના આગળ વધે તેમ તેમ પ્રેગ્નેન્ટ મહિલાઓની તકલીફો પણ વધે છે. સમયની સાથે સાથે શારીરિક બદલાવ અને પેટ વધવાથી વજન પણ વધે છે તેની મહિલાઓને બેસવા ઉઠવામાં તકલીફ પડે છે. ગર્ભાવસ્થામાં મહિલાઓના પેટ પર ઘણું દબાણ રહે છે જેથી મોટાભાગની પ્રેગ્નેન્ટ મહિલા સુઈ રહેવાનું વધારે પસંદ કરે છે પરંતુ તે તેમના સ્વાસ્થ્ય માટે સારું નથી.
પ્રેગ્નેન્સીમાં ઉઠવા બેસવા અને સુવા દરમિયાન સરખી મુદ્રા હોવી ખુબજ જરૂરી છે. આ દરમિયાન તમારી ઉઠવા બેસવા અને સુવાની સ્થિતિ એવી હોવી જોઈએ જેથી તમારી પીઠ પર ઓછામાં ઓછું દબાણ રહે. પ્રેગ્નેન્સીમાં જી બેસવાની રીત જો બરોબર નાઈ હોય તો માં અને બાળક બન્નેને તકલીફ થઇ શકે છે, આવો જાણીએ કે એક્સપર્ટ પાસેથી કે પ્રેગ્નેન્ટ મહિલાઓએ કઈ મુદ્રામાં ઉઠવું, બેસવું અને સૂવું જોઈએ.
આ પણ વાંચો: વજન ઝડપથી ઓછું કરવું હોઈ તો રોજ આ જ્યૂસનું સેવન કરવું, જાણો અહીં
પ્રેગ્નેન્સી વખતે ઉભા રહેવાની સાચી રીત શું છે?
પ્રેગ્નેન્સીમાં ઉઠવા બેસવાની રીત ન માત્ર પ્રેગ્નેસીને સ્મૂથ બનાવે છે પરંતુ સેફ પણ રાખે છે, પોશ્ચર જો ખોટા હશે તો તકલીફ પડશે. જો તમે બેડ પર બેસવા ઈચ્છો છો તો પગ ફેલાવીને બેસી શકો છો, જો પ્રેગ્નેન્સીમાં વધારે બેસી રહેવાનું થાય તો તમે પીઠ સીધી રાખી અને પાછળ ઓશીકું રાખી શકો છો. જો તમને ઉભું થવું હોઈ તો સીધા પર જમીન પર રાખવા અને સીધા ઉભું રહેવું જોઈએ, પ્રેગ્નેન્સીમાં ઉભા રહેતી વખતે માથાને પોતાની દાઢીની સાથે સીધી રાખો. યાદ રાખો કે પોતાની ડોક આગળ, પાછળ કે બાજુમાં ઝુકાવી નહિ.
પ્રેગ્નેંસી વખતે સુવાની સાચી રીત:
મેક્સ ક્યોર હોસ્પિટલ હૈદરાબાદના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રભા અગ્રવાલએ કહ્યું હતું કે પ્રેગ્નેસીમાં સુવાની રીત એવી હોવી જોઈએ જેનાથી બાળકને તકલીફ ન થાય, એક્સપર્ટએ કહ્યું હતું કે તમે આ દરમિયાન તમે બાજુના પડખે સુવો છો એ ફાયદાકારક છે, બાજુના પડખે સૂવાથી બાળકનું વજન આંતરડાથી હતી જાય છે અને બાળકને વધારે ઓક્સિજન મળે છે. બાજુના પડખે સૂવાથી બાળકને વધારે પોષણ મળે છે અને બાળકનો વિકાસ સારી રીતે થાય છે. પ્રેગ્નેન્સી તમે બનેં બાજુના પડખે સુઈ શકો છો.
આ પણ વાંચો: આમળા પેટના અલ્સરને મટાડવામાં અસરકારક છે, જાણો કેટલી માત્રામાં તેનું સેવન કરવું
પ્રેગ્નેન્સી દરમિયાન સુવાની સાચી રીત:
પ્રેગ્નેન્સી દરમિયાન પીઠના બળ પર સૂવું જોઈએ નહિ તેનાથી તમારા પીઠ પર દબાણ વધી શકે છે અને તમારા પાચનમાં તકલીફ પડે છે. બાળકનો બ્લડ સપ્લાઈ ઓછો થઇ જાય છે. પીઠના વજન પર સૂવાથી તમને ઉલ્ટી અને ગેસ જેવી તકલીફો થઇ શકે છે. જો પ્રેગ્નેન્સીમાં તમને શ્વાસ લેવામાં વધારે તકલીફ થાય તો ઘૂંટણની વચ્ચે ઓશીકું રાખીને સૂવું જોઈએ.