identify fresh and insects free brinjal : ભારતીય ઘરોમાં રીંગણમાંથી ઘણા પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. રીંગણનું શાક, રીંગણનું ભરથું કે રીંગણનો ઓળો. આ બધાનો સ્વાદ વધુ સારો હોય છે. જોકે ઘણી વખત બહારથી તાજા દેખાતા રીંગણ અંદરથી ખરાબ નીકળે છે. આવી સ્થિતિમાં તમે કેટલીક ખાસ ટિપ્સ અનુસરીને કીડા વગરના અને તાજા રીંગણ ખરીદી શકો છો.
રીંગણની બહારની સપાટી જુઓ
રીંગણ ખરીદતી વખતે તેની સપાટીની તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રીંગણની છાલ ચિકણી, ચમકદાર અને ઘેરા રંગની હોવી જોઈએ. જો રીંગણ પર ભૂરા અથવા કાળા ધબ્બા દેખાય છે, તો તેને ખરીદશો નહીં. તે અંદર સડેલું અથવા કીડા હોઈ શકે છે. કરમાયેલું અથવા કરચલીઓ વાળું રિંગણ ના લો, આ વાસી અથવા ખરાબ હોવાની નિશાની છે.
બીજ વાળા રીંગણની ઓળખ કરો
રીંગણમાં ઘણી વખત વધુ બીજ હોય છે, જેનાથી તેનો સ્વાદ સારો લાગતો નથી. રીંગણ ખરીદતી વખતે તેને તમારા હાથથી હળવેથી દબાવીને તપાસો. જો દબાવવા પર રીંગણ અંદરની તરફ દબાઇ જાય તો તેમાં બીજ નથી. જો તે દબાવતા છતા ન દબાય અને ભારે લાગે તો તે બીજથી ભરેલું હોઈ શકે છે.
દંડીની નજીક તપાસ કરો
રીંગણ ખરીદતી વખતે સૌ પ્રથમ તેની દંડીને નજીકથી જુઓ. જો તમને ત્યાં પાતળા છિદ્રો દેખાય છે તો સમજો કે તેમાં કીડાઓ હોઈ શકે છે. જો દાંડી લીલી અને લચીલે હોય તો સમજો કે રીંગણ તાજુ છે. જો દાંડી સૂકી અથવા બ્રાઉન થઈ ગઈ છે તો સમજો કે રીંગણ વાસી અથવા અંદરથી ખરાબ હોઇ શકે છે.
આ પણ વાંચો – એક ચમચી ચૂરણથી બનાવો જાદુઇ પાણી, પાચન રહેશે સ્વસ્થ અને પેટની સમસ્યાથી રાહત મળશે
રીંગણ પર કટ અથવા ડાઘ જુઓ
કીડાવાળા રીંગણમાં ઘણીવાર નાના-નાના છિદ્રો અથવા ધબ્બા દેખાય છે. આવા રીંગણ ન ખરીદો. જો તમે રીંગણની સપાટી પર કોઈ છિદ્ર અથવા ખાડો જુઓ છો તો સમજો કે તેમાં કીડા હોઈ શકે છે. રીંગણને સહેજ દબાવવાનો પ્રયાસ કરો. જો તે નરમ થઈ જાય છે, તો તે અંદરથી સડેલું અથવા કીડા વાળું હોઇ શકે છે.
રીંગણ પર હોઈ શકે છે કેમિકલ
મોટેભાગે રીંગણને વધુ ચમકદાર બનાવવા માટે તેના પર મીણ અથવા કેમિકલની પરત ચડાવવામાં આવે છે. જો રીંગણ અસામાન્ય રુપથી વધારે ચળકતું લાગે છે તો સાવચેત રહો. તેને તમારા હાથથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. જો સપાટી પર ચીકણું લાગતું હોય, તો સમજો કે તેના પર કોઈ કેમિકલ હોઈ શકે છે. આવા રીંગણ ખરીદવાનું ટાળો.





