રોટલીને પાપડ બનતા બચાવવી હોય તો આ ટિપ્સ ફોલો કરો, કલાકો સુધી નરમ રહેશે

નરમ અને મુલાયમ રોટલી ખાઈને પેટ ભરાઈ જાય છે. જ્યારે રોટલી કડક અને સખત બની જાય છે તો મજા ખરાબ થઈ જાય છે. ગરમીની ઋતુમાં ઘણી મહિલાઓ એ વાતથી પરેશાન રહે છે કે રોટલીઓ નરમ રહેતી નથી.

Written by Rakesh Parmar
April 28, 2025 15:03 IST
રોટલીને પાપડ બનતા બચાવવી હોય તો આ ટિપ્સ ફોલો કરો, કલાકો સુધી નરમ રહેશે
રોટલીને કલાકો સુધી નરમ અને મુલાયમ રાખવા માટેની ટિપ્સ. (તસવીર: સોશિયલ મીડિયા)

નરમ અને મુલાયમ રોટલી ખાઈને પેટ ભરાઈ જાય છે. જ્યારે રોટલી કડક અને સખત બની જાય છે તો મજા ખરાબ થઈ જાય છે. ગરમીની ઋતુમાં ઘણી મહિલાઓ એ વાતથી પરેશાન રહે છે કે રોટલીઓ નરમ રહેતી નથી. તવા પરથી ઉતાર્યા બાદ તે કડક થઈ જાય છે. આવામાં જો રોટલીને કલાકો સુધી રાખવી હોય તો તેને સોફ્ટ કેવી રીતે રાખી શકાય. જો તમે પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો રોટલી બનાવવાથી લઈ તને સ્ટોર કરવાની આ ટીપ્સને ફોલો કરો. જેનાથી રોટલીઓ નરમ અને મુલાયમ બની રહેશે.

લોટમાં પાણીની માત્રા યોગ્ય રાખો

લોટને બાંધતા સમયે પાણીની માત્ર યોગ્ય હોવી જોઈએ. ઓછા પાણીમાં ગુંથેલા લોટની રોટલીઓ ખુબ જ ઓછા સમયમાં કડક થઈ જાય છે અને તેમાં યોગ્ય રીતે ગ્લૂટન બનતું નથી અને રોટલીમાં મુલાયમપન આવતું નથી.

સૂકા લોટને ઓછો લગાવો

જ્યારે પણ રોટલી બનાવવાની હોય તો સૂકા લોટને ઓછો લગાવો. જો રોટલીમાં સૂકા લોટની માત્ર વધારે હશે તો રોટલી ખુબ જ જલદી સૂકાઇને પડ બનાવી લેશે.

લોટને બાંધવાની યોગ્ય રીત

રોટલીને કડક થવાથી બચાવવી હોય તો લોટમાં પાણી નાંખીને તેને મિક્સ કરીને અડધા કલાક સુધી છોડી દો. આવું કરવાથી લોટ પાણી સોસી લેશે. પછી લોટને બંન્ને હાથની મદદથી તાકાત લગાવીને ગુંથો. આવું કરવાથી લોટમાં ગ્લૂટન બને છે અને રોટલી નરમ બને છે.

આ પણ વાંચો: ઓછા સમયમાં ફટાફટ બની જશે આ મેંગો ડિશ

બાંધેલા લોટમાં તેલ લગાવો

લોટને બાંધ્યા બાદ હાથમાં થોડું તેલ લઈને તેના પર લગાવો. આથી રોટલીઓ મુલાયમ બનશે.

રોટલીને ફ્લેમ પર ફુલાવો

તવા પર રોટલી બનાવ્યા બાદ તેને ગેસની ફ્લેમ પર જરૂરથી ફુલાવો. માત્ર થોડી સેકન્ડ રાખવાથી રોટલી ફૂલી જશે. જો રોટલી ફૂલે નહીં તો ચિપિયાની મદદથી હલ્કું દબાવો. આવું કરવાથી રોટલી ફૂલી જાય છે અને નરમ બને છે.

કપડામાં લપેટીને રાખો

ગરમ રોટલીને તરત જ કપડાની ઉપર રાખો. જેનાથી તેની નમી યથાવત રહે. તમામ રોટલીઓને કપડામાં લપેટીને કૈસરોલ અથવા હોટ કેસમાં રાખો સાથે જ રોટલીની ઉપર થોડું નામ માત્રનું દેસી ઘી જરૂરથી લગાવો. આવું કરવાથી રોટલી કલાકો સુધી તાજી રહેશે અને જ્યારે પણ તમે તેને ફરીથી ગરમ કરવાનો પ્રયાસ કરશો ત્યારે રોટલી મુલાચમ જ રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ