Indori Poha: ઇન્દોરી પૌવા, સવારે માત્ર 10 મિનિટમાં પૌષ્ટિક નાસ્તો બનાવવાની પરફેક્ટ રીત

Indori Poha Recipe In Gujarati: ઇન્દોરના પૌવા ફેસમ છે. અહીં આપેલી પરફેક્ટ રેસીપી અનુસરી ઘરે ફટાફટ ઇન્દોરી સ્ટાઇલમાં પૌવા બનાવી શકાય છે.

Indori Poha Recipe In Gujarati: ઇન્દોરના પૌવા ફેસમ છે. અહીં આપેલી પરફેક્ટ રેસીપી અનુસરી ઘરે ફટાફટ ઇન્દોરી સ્ટાઇલમાં પૌવા બનાવી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Indori Poha Recipe | Indori style Poha Recipe | Indori Pohe | poha recipe

Indori Poha Recipe: ઇન્દોરી પૌવા પ્રખ્યાત વાનગી છે. (Photo: Social Media)

How To Make Indori Poha Recipe At Home: સવારનો મંત્ર: સવારનો નાસ્તો આરોગ્યપ્રદ અને ઊર્જાથી ભરપૂર હોવો જોઈએ. જો તમે તમારા દિવસની શરૂઆત સવારે હેલ્ધી બ્રેકફાસ્ટથી કરશો તો તમારો આખો દિવસ સારો જશે અને આખો દિવસ તમારા શરીરમાં એનર્જી રહેશે.

Advertisment

હકીકતમાં સવારે વહેલા ઊઠીને નાસ્તો બનાવવો બહુ આળસુ ભર્યું હોય છે. જો કે, તમે નાસ્તામાં પૌંઆ બનાવી શકો છો. તે તૈયાર કરવામાં પણ ઝડપી અને સરળ હશે. આ લેખમાં અમે તમને ઈન્દોરી સ્ટાઈલમાં પૌવા બનાવવાની રીત વિશે જણાવીશું. ઇન્દોરી પૌવા તેના સ્પેશિયલ સ્વાદ માટે ફેમસ છે. તેમાં એક ખાસ પ્રકારનો નમકીન ઉમેરવામાં આવે છે, જે સ્વાદને વધુ સારો બનાવે છે.

Indori Poha Ingredients : ઇન્ડોરી પૌવા બનાવવા માટે સામગ્રી

પૌવા
ડુંગળી
લીલા મરચાં
સીંગદાણા
રાઇ
વરિયાળી
હળદર
ખાંડ
મીઠું
લીંબનો રસ
તલ
મીઠા લીમડાના પાન
ઇન્દોરની સેવ
દાડમના દાણા

Indori Poha Recipe : ઇન્દોરી પૌવા બનાવવાની રીત

ઈન્દોરી પૌવા બનાવવા માટે સૌ પ્રથમ 2 કપ જાડા પૌવા પાણીમાં પલાળી તરત જ બહાર કાઢી લો. ધ્યાન રાખો કે તેને લાંબા સમય સુધી પાણીમાં પલાળવી રાખવા નહીં. હવે તેમા ખાંડ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો અને હવે તેને પાંચથી સાત મિનિટ ઢાંકીને રાખો. તેનાથી પૌંઆ નરમ બનશે.

Advertisment

Indori Poha : ઇન્દૌરી પૌવામાં તડકો લગાવવાની રીત

હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં સીંગદાણા ઉમેરી સાધારણ ફ્રાય કરી લો. હવે તે જ તેલમાં રાઈ અને વરિયાળી નાંખો. જ્યારે રાઇ તતડવા માંડે, ત્યારે હવે તેમા કડી પત્તા, ઝીણા સમારેલા લીલા મરચા અને ડુંગળી, હળદર પાવડર અને મીઠું ઉમેરો. હવે તેમા પલાળેલા પૌવા ઉમેરો.

હવે એક તપેલામાં પાણી ગરમ કરી તેની ઉપર પૌવાની કડાઇ મૂકો અને તેની વરાળથી પૌવા પકવો. પૌવા બરાબર રંધાઇ જાય ત્યારે તેમા લીલા ધાણા ઉમેરો. હવે એક પ્લેટમાં પૌવા લો, તેના પર ઝીણી તીખી સેવ, ઝીણી સમારેલી ડુંગલી અને લીંબનો રસ ઉમેરી સર્વ કરો. આ રીતે ઇન્દોરી સ્ટાઇલમાં બનેલા પૌવા સ્વાદિષ્ટ લાગશે.

જીવનશૈલી રેસીપી