ગીઝર લગાવતી સમયે અને ચલાવતા સમયે ધ્યાન રાખો આ વાતો, ઝટકો નહીં લાગે અને થશે બચત

Water Geyser Installation Tips : શિયાળાની શરુ થતા જ લોકોએ તેમના ઘરોમાં વોટર હીટર (ગીઝર) લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ આ થોડી સાવધાની સાથે કરવું જોઈએ, કારણ કે તમને સહેજ ભૂલ પર પણ મજબૂત ઇલેક્ટ્રિક શોક મળી શકે છે

Written by Ashish Goyal
Updated : November 03, 2025 23:15 IST
ગીઝર લગાવતી સમયે અને ચલાવતા સમયે ધ્યાન રાખો આ વાતો, ઝટકો નહીં લાગે અને થશે બચત
ગીઝર લગાવતી સમયે અને ચલાવતા સમયે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ (તસવીર - ફ્રીપિક)

Water Geyser Installation Tips : શિયાળાની ધીમે-ધીમે શરુઆત થઇ રહી છે. સવાર અને સાંજે ઠંડી લાગે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોએ તેમના ઘરોમાં વોટર હીટર (ગીઝર) લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ આ થોડી સાવધાની સાથે કરવું જોઈએ, કારણ કે તમને સહેજ ભૂલ પર પણ મજબૂત ઇલેક્ટ્રિક શોક મળી શકે છે. જો તમે ગીઝરની જાળવણી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમે તેના દ્વારા વીજળીની બચત પણ કરી શકશો.

ગીઝર સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતો

  • બાથરૂમમાં જ્યાં ગીઝર ફીટ કરવામાં આવે છે, ધ્યાનમાં રાખો કે તે જગ્યાએ દિવાલ અને ગીઝર વચ્ચે થોડું અંતર હોય. જો આવું ન થાય, તો તમને ગીઝરની સર્વિસિંગ અથવા રિપેરિંગ દરમિયાન વધુ સમસ્યાઓ થશે.

  • ઘણા લોકો ઘણી ઊંચાઈ પર ગીઝર લગાવે છે, જે ના કરવું જોઈએ. જો કોઈ ખામી હોય તો તમને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડશે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ગીઝરને જમીનથી ઓછામાં ઓછા 1.8 મીટર અથવા વધુમાં વધુ છ ફૂટ સુધી લગાવવું જોઈએ.

  • એ પણ સુનિશ્ચિત કરો કે ગીઝરનું કનેક્શન એમસીબી (મિનિએચર સર્કિટ બ્રેકર) સાથે જોડાયેલું હોય. જેથી જ્યારે વોલ્ટેજમાં વધઘટ થાય ત્યારે તે ઓટોમેટિક બંધ થઈ જાય. આવી સ્થિતિમાં ગીઝરથી શોર્ટ સર્કિટની શક્યતા પણ ઓછી થઈ જાય છે.

  • ધ્યાન રાખો કે ગીઝરની સ્વીચ થોડી ઊંચાઈ પર હોય, જેથી નાના બાળકો તેના સુધી પહોંચી શકતા નથી. જોકે તે એટલી ઊંચાઈ પર ના હોવું જોઈએ કે વૃદ્ધ લોકોને પણ તેના સુધી પહોંચવામાં મુશ્કેલી આવે.

આ પણ વાંચો – શિયાળામાં ગીઝરનો ઉપયોગ કરતા પહેલા આ રીતે કરો સફાઇ, ગંદકી સરળતાથી દૂર થઈ જશે

ગીઝરની સંભાળ આવી રીતે રાખો

  • ગીઝરની સ્વીચને લાંબા સમય સુધી ચાલુ રાખશો નહીં. ઉદાહરણ તરીકે જો તમે સ્નાન કરવા જઇ રહ્યા છો તો તેના પાંચ મિનિટ પહેલા ગીઝર ચલાવો.

  • ગીઝરનું તાપમાન નીચું રાખીને તેની જાળવી શકાય છે. નીચું તાપમાન રાખવાનો અર્થ એ છે કે ગીઝર પર ઓછો બોજ પડશે અને લાંબા સમય સુધી ચાલશે, જ્યારે વધારે તાપમાને રહેવાથી તેના પર વધુ તણાવ આવશે.

  • શિયાળો આવે તે પહેલાં, ગીઝરની ટાંકીની અંદરના એનોડ સળિયાને તપાસો. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ કાર્ય દર ત્રણ વર્ષના અંતરાલમાં થવું જોઈએ.

  • જો તમને ગીઝરની જાળવણી ખબર નથી તો વર્ષમાં એકવાર તેની સર્વિસ કરાવી લેવી વધુ સારું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ