Instant Suji Upma Recipe In Gujarati : સવારે નાસ્તો તમને આખો દિવસ ઊર્જાવાન રાખવામાં મદદ કરે છે. સ્વસ્થ અને સ્વાદિષ્ટ નાસ્તો કરવાથી આખો દિવસ વધુ સારો રહે છે. અલબત્ત, ઘણા લોકો સમયના અભાવે સવારે નાસ્તો કરવાનું ટાળે છે. આવી સ્થિતિમાં, તમે થોડીક જ મિનિટમાં સોજી માંથી સ્વાદિષ્ટ ઉપમા તૈયાર કરી શકો છો.
સોજીમાં ઘણા પ્રકારના શાકભાજીનો ઉપયોગ પણ થાય છે, જે તેને વધુ પૌષ્ટિક બનાવે છે. તમે ટૂંકા સમયમાં સરળતાથી સોજી ઉપમા તૈયાર કરી શકો છો. આ લેખમાં, સોજી ઉપમા બનાવવાની રેસીપી આપીછે, જેની મદદથી તમે ઘરે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સોજી ઉપમા બનાવી શકો છો. તે બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકને પસંદ આવે છે.
સોજી ઉપમા બનાવવા માટેની સામગ્રી
1 કપ સોજી,2 ચમચી તેલ1/2 ચમચી અડદની દાળ1/2 ચમચી સરસવ2 કપ પાણી,1/2 ચમચી ચણાની દાળલીલા મરચાંઆદુ1 ડુંગળીલીલાશાકભાજીમીઠુંમીઠા લીમડાના પાન1 ચમચી લીંબુનો રસલીલું કોથમીર
હોટેલ જેવો સોજી ઉપમા બનાવવાની રીત
હોટેલ જેવો સોજી ઉપમા બનાવવા માટે, પહેલા એક કઢાઇમાં ઘી ગરમ કરો, તેમા સોજી ધીમા તાપે ત્યાં સુધી શેકો, જ્યાં સુધી તે હળવી સોનેરી ન થાય. પછી તેને એક પ્લેટમાં કાઢો લો. હવે કઢાઇમાં તેલ અથવા ઘી ગરમ કરો અને તેમાં રાઈ, અડદની દાળ અને ચણાની દાળ ઉમેરો. થોડી વાર શેક્યા પછી, તે હળવી સોનેરી થઈ જશે. હવે તેમાં કડી પત્તા, લીલા મરચાં અને આદુ નાંખી અને સાંતળી લો.
હવે તેમાં લીલા શાકભાજી ઉમેરો અને સહેજ નરમ થાય ત્યાં સુધી પકવવા દો. ત્યારબાદ તેમાં મીઠું અને પાણી ઉમેરો. જ્યારે પાણી ઉકળી જાય, ત્યારે તેમાં શેકેલી સોજી ઉમેરો અને સતત હલાવો. તેને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી પકવવા દો. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરો અને અને લીલું કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. આ રીતે સોજીની ઉપમા તરત જ તૈયાર થઈ જશે. તમે તેને નાળિયેર ચટણી અથવા સાંભાર સાથે પીરસી શકો છો.





