/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/intermittent-fasting.jpg)
16:8 ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ એ વજન ઉતારવાનો શ્રેષ્ઠ ઉપાય છે (તસવીર - ફ્રીપિક)
Intermittent Fasting For Weight Loss : ખરાબ લાઇફસ્ટઇલ અને નબળા આહારને કારણે મોટા ભાગના લોકો મેદસ્વી બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો વજન ઘટાડવા માટે તમામ પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે, પરંતુ આ પછી પણ જો વજન ઓછું ન થાય તો આવે ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 16:8 ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ એ વજન ઉતારવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તે માત્ર વજન ઘટાડવામાં ઉપરાંત મેટાબોલિઝમ સુધારવા, બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.
આ એક એવી રીત છે જેમાં આપણે નિશ્ચિત સમય દરમિયાન કશું ખાતા નથી અને નાના સમયમાં ખોરાક ખાઈએ છીએ. નિષ્ણાંતોના મતે જો યોગ્ય રીતે ફોલો કરવામાં આવે તો આ ફાસ્ટિંગ નબળાઇ વિના વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ડાયેટિશિયન મીના કોરીએ જણાવ્યું હતું કે ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ શું છે અને ઇન્ટરમિટેંટ ફાસ્ટિગના ફાયદા શું છે.
16:8 ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ એટલે શું?
ઇન્ટરમિટેંટ ફાસ્ટિગનો અર્થ એ છે કે દિવસમાં 16 કલાક ઉપવાસ કરવો અને બાકીના 8 કલાક દરમિયાન ખોરાક લેવો. જેમ કે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ભોજન કરો અને પછી બીજા દિવસે સાંજે 6 થી 10 વાગ્યા સુધી ઉપવાસ કરો. આ ફાસ્ટિંગ પ્લાનને ફોલો કરવાથી શરીરના વજનને ઝડપથી ઘટાડવામાં મદદ મળી શકે છે.
- ફાસ્ટિંગ વિન્ડો (16 કલાક) – આ દરમિયાન તમે માત્ર પાણી, ગ્રીન ટી, બ્લેક કોફી અથવા હર્બલ ટી જ પી શકો છો.
- ઇટિંગ વિન્ડો (8 કલાક) – આ દરમિયાન તમારે હેલ્ધી અને સંતુલિત ડાયેટ લેવું જોઈએ.
16:8 ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ શેડ્યુલ ફોલો કરો
સવારે (ફાસ્ટિંગ પીરિયડ)
- સવારે 7:00 - 1 ગ્લાસ નવશેકું પાણી + લીંબુ
- સવારે 9:00 – ગ્રીન ટી અથવા બ્લેક કોફી (ખાંડ વગરની)
બ્રેકિંગ ધ ફાસ્ટ (પ્રથમ ખોરાક સવારે 10.00)
- ઓટ્સ, ઉપમા, મગ દાળની ચીલા, ઇંડા, ફણગાવેલા કઠોળ અથવા ડ્રાયફ્રૂટ્સ
- પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર નાસ્તો કરો
બપોરનું ભોજન (બપોરે 1:30)
- રોટલી/બ્રાઉન રાઈસ + શાકભાજી + દાળ + દહીં/છાશ
- સલાડ અને લીલા શાકભાજીનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં
આ પણ વાંચો - દ્રાક્ષની ચટણી કેવી રીતે બનાવવી? ઘરે તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ
સાંજનો નાસ્તો (સાંજે 4:30થી સાંજે 5:30)
- મુઠ્ઠીભર શેકેલા ચણા, મખાના, બદામ, ગ્રીન ટી અથવા નાળિયેર પાણી
- તળેલો અને મીઠો ખોરાક લેવાનું ટાળો
સાંજનું ભોજન (સાંજે 6:00 થી 6:30)
હળવો અને ઝડપથી પચી શકે તેવો આહાર લો -
સૂપ, દાળ, ભાત, પનીર, ગ્રીલ્ડ વેજિટેબલ્સ અથવા વેજિટેબલ ખીચડી
સાંજે 6:30 વાગ્યા પછી ફાસ્ટિંગ શરૂ
- માત્ર પાણી, ગ્રીન ટી કે હર્બલ ટી જ પી શકાય છે
- કોઈ નક્કર ખોરાક ન લો.
16:8 ઉપવાસના ફાયદા
આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઇન્ટરમિટેંટ ફાસ્ટિગથી શરીરની સર્કેડિયન ક્લોક પણ યોગ્ય રીતે કાર્ય કરે છે. આ ઉપવાસનું નિયમિત પાલન કરવાથી વજનમાં ઝડપથી ઘટાડો થાય છે. આનાથી કેલરી કંટ્રોલમાં રહે છે અને ચરબીને ઝડપથી બર્ન કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. આ બ્લડ સુગર અને ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રણમાં રાખે છે. આ ઉપવાસના નિયમનું પાલન કરવાથી મેટાબોલિઝમ વધે છે. આ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કેલરી બર્ન કરવાની ક્ષમતા વધારે છે. તે પેટની સમસ્યાઓ, કબજિયાત, પેટનું ફૂલવું અને એસિડિટીથી પણ રાહત આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us