International Yoga Day 2025: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને જ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને મહત્વ

International Yoda Day 2025 History and Significance: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવાય છે. આ દિવસ શરીર તંદુરસ્ત રાખવામાં યોગનું મહત્વ સમજાવવા માટે ઉજવાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે યોગ દિવસ ઉજવવા 21 જૂન તારીખ કેમ પસંદ કરવામાં આવી છે? જાણો યોગ દિવસનો ઇતિહાસ અને મહત્વ

Written by Ajay Saroya
Updated : June 20, 2025 15:26 IST
International Yoga Day 2025: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને જ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને મહત્વ
International Yoga Day 2025 : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવાય છે. (Photo: Freepik)

International Yoga Day 2025 History And Importance : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને દુનિયાભરમાં ઉજવાય છે. યોગ તન અને મન સ્વસ્થ રાખે છે. શરીર તંદુરસ્ત રાખવા માટે યોગ કરવા ખૂબ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે યોગ એક સ્વસ્થ શરીર આપે છે. નાના બાળકો થી લઇ મોટી ઉંમરના લોક પણ યોગાસન કરે છે. યોગ શરીરને મજબૂત અને સ્નાયુબદ્ધ બનાવે છે. શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે. યોગ અનેક રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે ાણીયે.

International Yoga Day History: યોગ દિવસ ઈતિહાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દિવસની ઉજવણીને 11 ડિસેમ્બર 2014ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. આમ 21 જૂન 2015ના રોજ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

21 જૂને જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ ઉજવાય છે?

હવે ઘણા લોકોના મનમાં એક સવાલ હશે કે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે 21 જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. તેને ગ્રીષ્મ સંક્રાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ખૂબ જ ખાસ છે. એટલા માટે તેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પસંદ કરવામાં આવ્યો.

યોગ દિવસ 2025 માટે થીમ શું છે?

આ વર્ષની થીમ ‘યોગ ફોર વન અર્થ, વન હેલ્થ’ છે. મન કી બાત રેડિયો પ્રસારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી. દર વર્ષે યોગ દિવસ નિમિત્તે ભારત સહિત દુનિયાના વિવિધધુ દેશોમાં યોગ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ