scorecardresearch

શરીરમાં આયોડીનની ઉણપના લીધે આ 5 લક્ષણો જોવા મળે, જાણો અહીં

Iodin Deficiency symptoms: શરરીમાં આયોડીનની ઉણપ થતા ગરદનમાં થાઇરોઇડ ગ્રંથિમાં સોજો આવવાથી મુશ્કેલી થાય છે. થાઇરોઇડ ગ્રંથિ જે ગરદનના નીચલા ભાગમાં જોવા મળે છે, તે શરીરમાં મેટાબોલિઝ્મનું કાર્ય કરવા માટે જરૂરી છે.

શરીરમાં આયોડીનની ઉણપના લીધે આ 5 લક્ષણો જોવા મળે, જાણો  અહીં

Iodin Deficiency: આયોડીન એક પ્રકારનું ખનીજ છે જે શરીર માટે ખુબજ ઉપયોગી છે. શરીરને થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન કરવા માટે આયોડીનની આવશ્યકતા રહે છે. આ હોર્મોન બાળકોથી લઈને વયસ્કોમાં મેટાબોલિઝ્મ જાળવી રાખે છે. ડાયટમાં આયોડીનથી ભરપૂર ફૂડ્સનું સેવન ન કરવાથી શરીરમાં આયોડિનનું ઉણપ ઉભી થાય છે.

આયોડીનની ઉણપ થતા શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ વધવા લાગે છે અને થાઇરોઇડ સંબંધી મુશ્કેલીઓ થવા લાગે છે, આયોડીનની ઉણપ થવાથી ગોઇટર, કસુવાવડ, શારીરિક વિકાસ રુંધાવો, ગર્ભમાં બાળકનું મૃત્યુ, કામ કરવામાં થાક લાગવો, નબળાઈ આવવી, વિકલાંગતા, મંદ બુદ્ધિ જેવી ઘણી મુશ્કેલીઓનો થાય છે.

શરીરમાં જરૂરી આ મિનરલ્સની ઉણપ થતા શરીરમાં તેના લક્ષણ દેખાવાનું શરૂ થઇ જાય છે. મહિલાઓમાં આયોડીનની ઉણપ વધારે દેખાવા લાગે છે. મહિલાઓમાં આ મિનરલ્સની ઉણપ થતા વંધ્યત્વ, ઓટો ઇમ્યુન બીમારી, થાઇરોઇડ કે બીજા કેન્સર, ગર્ભાવસ્થા સંબંધિત હાઈ બ્લડ પ્રેશર, આયોડીનની ઉણપમાં બાળકો આયોડીનની ઉણપ વાળી માના બાળકમાં શીખવાની ક્ષમતા પર પણ અસર થાય છે, આવો જાણીએ શરરીમાં આયોડીનની ઉણપથી ક્યા- ક્યા લક્ષણો દેખાય છે.

આ પણ વાંચો: Fatty Liver: પેટ અને પગમાં જોવા મળે ફેટી લિવરના આ બે ચેતવણી ચિહ્નો, જાણો કેવી રીતે ઓળખશો

ગરદનમાં થાઇરોઇડ ગ્રંથિમાં સોજો આવવો:

શરરીમાં આયોડીનની ઉણપ થતા ગરદનમાં થાઇરોઇડ ગ્રંથિમાં સોજો આવવાથી મુશ્કેલી થાય છે. થાઇરોઇડ ગ્રંથિ જે ગરદનના નીચલા ભાગમાં જોવા મળે છે, તે શરીરમાં મેટાબોલિઝ્મનું કાર્ય કરવા માટે જરૂરી છે. ગંભીર મામલામાં ગરદનમાં ગાંઠ પણ દેખાઈ શકે છે.

વજન વધવું, થાક લાગવો અને નબળાઈ :

શરરીમાં આયોડીનની ઉણપથી વજન વધવા લાગે છે. દર્દીને હંમેશા થાક લાગે છે અને નબળાઈ અનુભવાય છે, કામ કાર્ય વગરજ થાક લાગવા લાગે છે.

આ પણ વાંચો: Dehydration in winter: શિયાળામાં કેવી રીતે ખબર પડશે કે શરીરમાં પાણીની અછત, જાણો લક્ષણો

વાળ ખરવા :

આયોડીનની ઉણપ થતા વાળ ખરવા લાગે છે, નટિંગ્ટન કોલેજ ઓફ હેલ્થ સર્વિસના મત મુજબ શરીરમાં આયોડીનની ઉણપનું કારણ હેયર ફોલ મુશ્કેલીઓ વધારે છે. થાઇરોઇડનું સરખું કામ કરવું અને આયોડીનનું સેવન કરવું ખુબજ જરૂરી છે.

સ્કિન ડ્રાય થવી :

શરીરમાં આયોડીનની ઉણપ થતાં સ્કિનમાં ડ્રાયનેસ વધે છે, સ્કિન ડ્રાય અને રિંકલ્સ દેખાવા લાગે છે.

વધારે ઠંડી લાગવી:

શરીરમાં આયોડીનની ઉણપ થતા વ્યક્તિને વધારે ઠંડી લાગે છે, ઠંડીમાં ગરમ કપડાં પેહરે તો પણ ઠંડી લાગે છે.

હૃદયનીના ધબકારા વધવા અને શીખવાની ક્ષમતા પ્રભાવિત થવી :


જે લોકોના શરીરમાં આયોડીનની ઉણપથી થવા લાગે છે તેમના હૃદયમાં ધબકારા વધવા લાગે છે, અને યાદશક્તિ ઓછી થઇ જાય છે.

Web Title: Iodine deficiency symptoms cure prevention health tips

Best of Express