scorecardresearch

જયારે રેલવેમાં મુસાફરી કરવાનો મોકો મળે ત્યારે આ “બેસ્ટ ઇન્ડિયન ફૂડ્સ” રેલવે સ્ટેશન પર જરૂરીથી ટ્રાય કરી શકાય, આ રહ્યું લિસ્ટ

‘Best Indian foods’ to try at railway stations : ભારતીય રેલવે સ્ટેશન (railway stations )ની IRCTCની લિસ્ટમાં “બેસ્ટ ઇન્ડિયન ડીશ ટૂ ટ્રાય એટ રેલવે સ્ટેશન” (‘best Indian foods’ to try at railway stations)જરૂરથી એક્સપ્લોર કરવા જેવું છે, જેમાં મહારાષ્ટ્રના મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર “બટાટા વડા” અને “પાવ ભાજી”નો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશના વિજયવાડા જંક્શન ખાતે “દાળ વડા” અને “ઈડલી”, આંધ્રપ્રદેશ ખાતે આવેલ ગુંટકલ જંક્શન પર “વેન પોંગલ” વગેરે સ્વાદિષ્ટ પોપ્યુલર ડિશનો સમાવેશ થાય છે.

જયારે રેલવેમાં મુસાફરી કરવાનો મોકો મળે ત્યારે આ “બેસ્ટ ઇન્ડિયન ફૂડ્સ” રેલવે સ્ટેશન પર જરૂરીથી ટ્રાય કરી શકાય, આ રહ્યું લિસ્ટ
હવે, આગલી વખતે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે આ ફૂડ ચેકલિસ્ટને તમારી મુસાફરીને વધુ સારી રીતે માણવા માટે આ સ્થાનિક સ્વાદિષ્ટ વાનગીઓ સાથે પર્વની સાથે રાખો. (તસવીર સ્ત્રોતઃ ફાઈલ)

Lifestyle Desk :ટ્રેનમાં મુસાફરી કરવી એ માત્ર કુદરતી સૌંદર્ય, વાતો અને નવા મિત્રો બનાવવાનો પૂરતું સીમિત નથી, તે વિવિધ રેલ્વે સ્ટેશનો પર ઉપલબ્ધ વિવિધ વાનગીઓ ટ્રાયનો પણ એક લાહવો છે. ભલે તે કપ્પા (કેરેલાની એક ડીશ) સાથે ગરમ સમોસા હોય, અથવા કટલેટ અને કોફી હોય, દરેક હોલ્ટ વખતે એક સ્વાદિષ્ટ ખાવાની મળી જાય તો મજા પડી જાય છે. ટ્રેનમાં આપણે ઘણી વાર મુસાફરી કરતા હોઈએ છીએ, પણ શું તમે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ‘બેસ્ટ ઇન્ડિયન ફૂડ્સ ટૂ ટ્રાય એટ રેલવે સ્ટેશન’ની લિસ્ટમાં સ્ક્રોલ કરવાની તક મળી છે? ઠીક છે, ફક્ત લિસ્ટ જોવાની વાતજ આપણે ત્યાં મળતા ફૂડ્સથી મન લલચાવે છે. IRCTCની લિસ્ટમાં બિહારથી કેરળ સુધીના વિવિધ રેલ્વે સ્ટેશનો પર ઉપલબ્ધ સ્વાદિષ્ટ ફૂડ્સનો સમાવેશ થાય છે. જે તમે મુસાફરી કરતી વખતે ટ્રાય કર્યા વગર રહેશો નહિ.

IRCTCએ તેની સાઇટ પર લખ્યું હતું કે,“આ સ્ટેશનો પર નાસ્તો ખાવા કરતાં વધુ સારું શું છે? તો આ ભારતીય રેલ્વે સ્ટેશનો એક્સપ્લોર કરીને તમારી આગામી ટ્રેનની મુસાફરીને રોચક બનાવી શકો છો, ટ્રેનની રાહ જોતી વખતે આમાંના કેટલાક મોઢામાં પાણી લાવે તેવા પ્રાદેશિક ફૂડ્સ (regional foods) તમારે ટ્રાય કરવા જોઈએ, અહીં સ્થાનિક ફૂડ્સ માટે મોસ્ટ પોપ્યુલર 20 સૌથી લોકપ્રિય રેલ્વે સ્ટેશનો આપેલા છે.”

આ પણ વાંચો: ફુગાવો ઓછો થયો છતાં યુએસમાં હજુ પણ ઈંડા આટલા મોંઘા કેમ છે? જાણો અહીં

લિસ્ટમાં પહેલું આસામના ગુવાહાટી રેલ્વે સ્ટેશન પર મળતી ‘લાલ ચાહ’ છે. IRTC લખે છે કે આખા રાજ્યમાં અને અન્ય ઘણા વિસ્તારોમાં લોકપ્રિય છે, લાલ ચાનો “મીઠો અને તીખો સ્વાદ કાળી ચામાં લીંબુનો રસ, ખાંડ અને મસાલા ઉમેરવાથી આવે છે.” આ યાદીમાં આગળ ખડગપુર જંક્શન, પશ્ચિમ બંગાળ ખાતે ‘દમ આલૂ’ છે, પશ્ચિમ બંગાળ ખાતે આવેલ,હાવડા જંક્શન પર “સંદેશ”,બિહાર ખાતે આવેલ પટના જંક્શન પર “લિટ્ટી-ચોખા” અને ઝારખંડ ખાતે આવેલ ટાટાનગર જંક્શન પર મળતી ” ફિશ કરી” જે ખુબજ પોપ્યુલર માનવામાં આવે છે.

IRCTC અનુસાર, “જો તમે ભારતમાં સૌથી મહાન સ્ટેશન કાફેટેરિયા શોધી રહ્યાં છો, તો ટાટાનગર જંક્શન અથવા જમશેદપુર રેલવે સ્ટેશનથી આગળ ન જશો. તમે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ મસાલાઓનો ઉપયોગ કરીને તૈયાર કરેલી હોમસ્ટાઇલ ફ્રેશ “ફિશ કરી” ત્યાં ટ્રાય કરી શકો છો. પછી આ ફિશ કરી રાઈસ અને ડુંગળી, ટામેટા અને કોથમીરના કચુંબર સાથે પીરસવામાં આવે છે.”

બસ એટલું જ નહીં, મધ્ય પ્રદેશના રેલવે સ્ટેશન પર મળતા “કાંદા પૌઆ”, નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની સ્વાદિષ્ટ “આલૂ ચાટ”, ઉત્તર પ્રદેશના ટુંડલા જંક્શન, પર મળતી “આલૂ ટિક્કી”, ઉત્તર પ્રદેશમાં આવેલ બરેલી જંક્શન પર મળતા “મગની દાળ પકોડા”, પંજાબ ખાતે આવેલ અમૃતસર જંક્શન પર “લસ્સી”, અને પંજાબના જાલંધર સિટી જંક્શન ખાતેના છોલે ભટુરેનો ઉલ્લેખ વિવિધ સ્ટેશનો પર ટ્રાય કરવા માટેની ફૂડ્સ લિસ્ટ પણ જોવા મળે છે. રાજસ્થાન ખાતે આવેલ અજમેર જંક્શન પર “કઢી કચોરી”, ગુજરાતની વાત કરીએ તો સુરેન્દ્રનગર જંક્શન પર “ઊંટના દૂધની ચા” જે “મસ્ટ ટ્રાય” છે.

આ પણ વાંચો: આ ટિપ્સ રસોડામાં તમારો સમય બચાવવામાં કરશે મદદ, જાણો માસ્ટરશેફ પંકજ ભદૌરિયા પાસેથી

મહારાષ્ટ્રના મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર “બટાટા વડા” અને “પાવ ભાજી”નો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશના વિજયવાડા જંક્શન ખાતે “દાળ વડા” અને “ઈડલી”, આંધ્રપ્રદેશ ખાતે આવેલ ગુંટકલ જંક્શન પર “વેન પોંગલ” અને “ઉત્પ્પમ”, તમિલનાડુ ખાતે આવેલ ચેન્નાઈ સેન્ટ્રલ પર “રવા ડોસા”, કેરળ ખાતે આવેલ એર્નાકુલમ જંક્શન પર “પઝહમ પોરી”, કેરળ ખાતે આવેલ તિરુવનંતપુરમ સેન્ટ્રલ પર “અપ્પમ-સ્ટ્યૂ” અને કેરળ ખાતે છેલ્લે કોઝિકોડ રેલ્વે સ્ટેશન પર “હલવો” પણ આ લિસ્ટમાં સામેલ છે.

હવે, ક્યારે પણ તમે ટ્રેન મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે આ ફૂડ્સ લિસ્ટને એક્સપ્લોર કરવાનું ચુકતા નહિ, આ ફૂડ્સ તમારી ટ્રેન મુસાફરીને વધારે રોચક બનાવશે.

Web Title: Irctc best food list at different railway station explore life style news