IRCTC Tour Package: મે મહિનામાં તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલા બાદ લોકોએ ત્યાં બુકિંગ કેન્સલ કરવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં લોકો અન્ય સ્થળોની શોધમાં છે. જો તમે હાલમાં જ લગ્ન કર્યા છે અને હનીમૂન પર જવા માંગો છો, તો અહીં અમે તમારા માટે ઓછા બજેટમાં ટૂર પ્લાન કરવા વિશેની માહિતી લઇને આવ્યા છીએ.
રેલવેની સબ્સિડિયરી કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ મે મહિના માટે સસ્તા ટૂર પેકેજ લોન્ચ કર્યા છે. જો તમે પરિવાર સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો પછી તમે તમારા ખિસ્સામાંથી વધારે પૈસા ખર્ચશો નહીં. આવો જાણીએ આ ટૂર પેકેજ વિશે.
કુર્ગ-ઊટી ટૂર પેકેજ
આ પેકેજમાં તમને બેંગલુરુ, મૈસૂર, કુર્ગ, ઊટી, કુન્નૂર અને કોઇમ્બતુરની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજની શરૂઆત પૂણેથી થઇ રહી છે. આ પેકેજનો લાભ લેવા માટે તમે 6 મે અને 24 મેના રોજ ટિકિટ બુક કરાવી શકો છો. આ પેકેજનું નામ SERENE MYSORE – COORG – OOTY છે. આમાં તમને 5 રાત અને 6 દિવસ મળશે. પેકેજમાં તમને ફ્લાઇટમાં મુસાફરી કરવાની તક મળશે.
આ પણ વાંચો – વેકેશનમાં આ દેશનો પ્રવાસ કરો, વિઝાની નહીં પડે જરૂર, એકદમ શાંતિ અને સુંદરતા દિલ જીતી લેશે
લેહ ટૂર પેકેજ
આ ટૂર પેકેજમાં તમને લેહ, શામ વેલી, નુબ્રા, તુરતુક અને પેંગોંગ ફરવાની તક મળશે. ખાસ વાત એ છે કે આ પેકેજની શરૂઆત દિલ્હીથી થશે. 3 મેથી તમે આનો ફાયદો ઉઠાવી શકશો. તેમજ દર અઠવાડિયે યાત્રા કરી શકશો.પેકેજનું નામ DISCOVER LADAKH WITH IRCTC- LTC APPROVED છે. આમાં તમને 6 રાત અને 7 દિવસની સુવિધા મળશે. પેકેજમાં તમને ફ્લાઇટમાં મુસાફરી કરવાની પણ તક મળશે.
પેકેજ ફી: 2 લોકો સાથે મુસાફરી કરવા માટે વ્યક્તિ દીઠ પેકેજ ફી 48,400 રૂપિયા છે.
નોંધ: IRCTCના ટૂર પેકેજમાં ઉપલબ્ધ સુવિધાઓ વાંચીને ટિકિટ બુક કરો.





