આયર્નયુકત ખોરાકનું સેવન ઓછું કરવાથી મહિલાઓમાં ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.ભારતમાં 50% થી પણ વધુ મહિલાઓમાં આયર્નની ઉણપથી થતી સમસ્યાને લીધે બીજા ઘણા રોગ જેમ કે એનેમીયા,પેરિયડ્સને લગતી સમસ્યા વગેરે થઇ શકે છે. તેના ઘણા ઉપાયો છે જેમ કે રેગ્યુલર ડાયટમાં આયર્નથી ભરપૂર ખોરાક લેશો તો આ સમસ્યામાંથી છૂટકારો મળશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આયર્નની ઉણપનો સામનો કરવા માટે કેટલીક આહાર ટિપ્સ અહીં આપી છે, જાણો વિગતવાર
બદામ અને બીજ
ડ્રાયફ્રૂટ્સમાં તમે બદામ અને બીજા સિડ્સનું પણ સેવન કરી શકો છો જે આયર્નથી ભરપૂર હોય છે. નૂટસનું સેવન કરવું કેમ કે મીઠું અને તેલમાં હળવા શેકેલા 100 ગ્રામ મિક્સ નટ્સમાં લગભગ 2.6 મિલિગ્રામ આયર્ન હોય છે.
આ પણ વાંચો: નારિયેળનું સેવન આ 3 બીમારીઓમાં ટાળવું જોઈએ, જાણો સાઈડ ફફેક્ટસ
ઈંડા
ઇંડા પ્રોટીન, આયર્ન અને વિટામિન્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. 100 ગ્રામ ઈંડામાં લગભગ 1.2 મિલિગ્રામ આયર્ન હોય છે. પણ ધ્યાન રહે ઈંડાનું સેવન પ્રમાણસર કરવું કેમ કે તેની તાસીર ગરમ હોય છે.
લીલા પાંદડા વાળા બધા શાકભાજી
આપણે બધા જાણીએ છીએ કે લીલા પાંદડા વાળા શાકભાજી ખાવાએ સ્વસ્થ જીવન જીવવાનો એક સારો માર્ગ છે. સૌથી સામાન્ય અને મનપસંદ લીલા શાકભાજીમાંની એક પાલક જે આયર્નના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંનું એક છે. 100 ગ્રામ પાલકમાં લગભગ 2.7 મિલિગ્રામ આયર્ન હોય છે.
આ પણ વાંચો: શિયાળામાં સૂકી ખાંસી- શરદીથી પરેશાન છો?..આ ઔષધો આપશે રાહત, જાણો ઉપાયો
કઠોળ
જો તમે શાકાહારી છો, તો દાળ તમારા માટે આયર્નનો મુખ્ય સ્ત્રોત છે. તેને સલાડ અથવા દાળના રૂપમાં લો, એક કપ દાળમાં લગભગ 6.6 મિલિગ્રામ આયર્ન હોય છે.