/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/iron-deficiency-juice.jpg)
Health Tips : બીટરૂટ,અનાનસ અને લીંબુના રસનું મિશ્રણ આયર્નની ઉણપ દૂર કરી શકે? જાણો
Health Tips : સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક નવું જાણવા મળે છે. ખાસ કરીને હેલ્થની બાબત વિશે, પરંતુ તે ઉકેલની ચકાસણી કરવી અત્યંત મહત્ત્વનું છે. તાજતેરમાં ન્યુટ્રિશનિસ્ટ દિશા સેઠી ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો મુક્યો જેમાં આયર્નની ઉણપના ઉપાય બતાવ્યા છે, ત્યારે તેના વિષે વધુ જાણવું જરૂરી છે,
નિષ્ણાતના મતે, બીટરૂટ, અનાનસ, લીંબુનો રસ અને આદુના પાણીનું મિશ્રણ એનિમિયા સામે લડવામાં મદદ કરી શકે છે.
સામગ્રી
- 1/2 – બીટરૂટ
- 5-6 – પાઈનેપલ સ્લાઈસ
- એક લીંબુનો રસ
- 1 ઈંચ આદુ
- 1 ગ્લાસ પાણી
આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન જાંબુ, બ્લ્યુબેરીની સરખામણીમાં વધુ ફાયદાકારક, જાણો
મેથડ :
બીટ, પાઈનેપલ, આદુનો ટુકડો અને પાણી ઉમેરી બધુજ સારી રીતે બ્લેન્ડ કરી લો. બ્લેન્ડ થઇ ગયા બાદ લીંબુનો રસ ઉમેરો અને ફ્રેશ જ પીવો.
શું આ જ્યુસ ફાયદાકારક છે?
હેલ્થ એક્સપર્ટે જ્યુસ ઉમેરલ સામગ્રીના ફાયદા શેર કર્યા. બીટરૂટ આયર્નથી ભરપૂર છે, જે લાલ રક્ત કોશિકાઓ ઉત્પન્ન કરવા અને એનિમિયાને રોકવા માટે જરૂરી છે. તેમજ, પાઈનેપલમાં વિટામિન સી વધુ હોય છે જેના કારણે આયર્નના શોષણમાં મદદ કરવા માટે અને એકંદર રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવા માટે જાણીતું છે.
શું તે શરીરમાં આયર્નની ઉણપ પુરી કરી શકે?
આ મિશ્રણ આયર્નની સારી માત્રા પૂરી પાડે છે, મુખ્યત્વે બીટરૂટમાંથી, પાઈનેપલ અને લીંબુના રસ બંનેમાંથી વિટામિન સીની ઉચ્ચ સામગ્રીને કારણે તેના શોષણને મહત્તમ કરે છે. અનાનસમાં બ્રોમેલેન અને લીંબુમાં સાઇટ્રિક એસિડ પાચનમાં મદદ કરે છે, ખાતરી કરે છે કે પોષક તત્વો અસરકારક રીતે શોષાય છે. જો કે, આ બીટરૂટ-પાઈનેપલ-લીંબુનો રસ પસંદ કરતી વખતે સાવધ રહેવું જોઈએ કારણ કે તે બધા લોકોમાં સફળ પરિણામો આપતા નથી.
જો કે આ જ્યુસ એનર્જી વધારવામાં અને થાક દૂર કરવામાં મદદ કરી શકે છે, પરંતુ તે આયર્નની ઉણપને કંટ્રોલ કરવા માટે એક શક્તિશાળી ઉપાય ન ગણી શકાય. સોશિયલ મીડિયા પર પ્રમોટ થતી કોઈપણ વસ્તુનો પ્રયાસ કરશો નહીં. જ્યારે લક્ષણોની વાત આવે જેમ કે, આયર્નની ઉણપ જેવી કે નબળાઇ, ચક્કર અથવા માથાનો દુખાવો, હર્દયના ધબકારા વધવા, શ્વાસ લેવામાં તકલીફ અને ઠંડા હાથ અને પગ થવા ત્યારે સાવચેત રહો.
આ પણ વાંચો: Ginger : સવારે ખાલી પેટ આદુ ખાવું સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય?
આયર્નની ઉણપને દૂર કરવા અને વધુ સમસ્યા જેમ કે એનિમિયા, નબળાઇ, માથાનો દુખાવો, બેચેની, ગર્ભાવસ્થાની સમસ્યા, હૃદય અને ફેફસાની સમસ્યાઓ અને થાકને રોકવા માટે સમયસર સારવાર મેળવો. ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે જે તમને આયર્ન સપ્લિમેન્ટ્સ વિશે સલાહ આપે છે. આયર્ન યુક્ત ખોરાક ખાવાનો રાખો, જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, જેમ કે પાલક, ઈંડા, કોળાના બીજ અને કઠોળ, બ્રોકોલી, લાલ અને લીલી બેલ પેપર, કોબીજ, ટામેટાં, સ્ટ્રોબેરી, અનાનસ અને તરબૂચ જેવા વિટામિન સીથી ભરપૂર ખોરાક પસંદ કરો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us