તમારા ઘરમાં રહેલું લાલ મરચું ભેળસેળવાળું છે કે નહીં, આ રીતે થોડીક જ સેકન્ડમાં ઓળખી કાઢો

આ ભેળસેળવાળું લાલ મરચું તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. પીસેલા લાલ મરચામાં ઈંટનો પાવડર, રેતી અથવા સાપ સ્ટોન પાવડર વપરાય છે. જે ઘણા ખતરનાક રોગોનું કારણ બને છે.

Written by Rakesh Parmar
August 22, 2025 21:16 IST
તમારા ઘરમાં રહેલું લાલ મરચું ભેળસેળવાળું છે કે નહીં, આ રીતે થોડીક જ સેકન્ડમાં ઓળખી કાઢો
આ ભેળસેળવાળું લાલ મરચું તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. (તસવીર: સોશિયલ મીડિયા)

આપણે આપણા ખોરાકને મસાલેદાર અને તીખો બનાવવા માટે લાલ મરચું વાપરીએ છીએ. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે લાલ મરચું નકલી સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે. આ ભેળસેળવાળું લાલ મરચું તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. પીસેલા લાલ મરચામાં ઈંટનો પાવડર, રેતી અથવા સાપ સ્ટોન પાવડર વપરાય છે. જે ઘણા ખતરનાક રોગોનું કારણ બને છે. તેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ કેટલાક પરીક્ષણો કર્યા છે અને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેના દ્વારા તમે નકલી મરચું અને અસલી મરચું વચ્ચેનો તફાવત સરળતાથી જાણી શકો છો.

પહેલી પદ્ધતિ

એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી લાલ મરચાંનો પાવડર નાખો અને તેને છોડી દો. જો મરચાંના પાવડરનો રંગ લાલ થઈ જાય, તો સમજો કે તેમાં ઈંટનો પાવડર છે. લાલ મરચાંનો પાવડર પાણીમાં સરળતાથી ઓગળતો નથી. જો તે ઓગળી જાય તો સમજો કે તે ભેળસેળવાળો છે.

બીજી પદ્ધતિ

હથેળીમાં થોડું લાલ મરચું નાખો અને તેને ઘસો. ઘસ્યા પછી જો હથેળીમાં કંઈક ખરબચડું બાકી હોય, તો સમજો કે તેમાં ઈંટ કે રેતી ભેળવવામાં આવી છે. બીજી બાજુ જો હાથમાં ઘસ્યા પછી તે થોડું સાબુ જેવું અને સુંવાળું થઈ જાય તો સમજવું કે તેમાં સાબુનો પથ્થર ભેળવવામાં આવ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ