Heart Health : હૃદયની લગતી બીમારી (Heart disease) હવે સામાન્ય થઇ ગઈ છે, હૃદયના સ્વાસ્થ્ય (heart health) સુધારવા તમારે તમારી લાઇફસ્ટાઇલમાં ફેરવાર કરવો જરૂરી છે. ઘણાને ખબર નહીં હોય પણ જો ચાલતી વખતે તમારા હૃદયના ધબકારા વધે છે અથવા તમે થોડી અગવડતા અનુભવો છો, તો તે તમારા હૃદયની તંદુરસ્તીનો એક સારો સંકેત હોઈ શકે છે.
જો ધબકારા લાંબા સમય સુધી ચાલુ રહે, વારંવાર થાય અને છાતીમાં દુખાવો થાય, ઉબકા આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય, પરસેવો અને અસ્વસ્થતા હોય તો તમારે શું ધ્યાન રાખવું જોઈએ.

વૉકિંગ દરમિયાન કયા શું ધ્યાન રાખવું?
જો તમને છાતીમાં દુખાવો થાય છે, છાતીની ડાબી અથવા જમણી બાજુ, ડાબા હાથ અથવા જમણા હાથ, જડબામાં, ખભા અને પીઠ વચ્ચેનો દુખાવો, હ્રદયના ધબકારા વધવા વગેરે જયારે તમે થોભી જાઓ ત્યારે અદૃશ્ય થઈ જાય છે તો તમારી કોરોનરી ધમનીમાં બ્લોકેજ હોઈ શકે છે.
આ પણ વાંચો: Fitness Tips : મિલિંદ સોમન કહે છે, ‘દરરોજ પુશ અપ કરો, થશે ફાયદા’, પુશ અપ્સ કેવી રીતે કરવા?
જો તમને છાતીમાં દુખાવો, ધબકારા વધવા, શ્વાસ લેવામાં મુશ્કેલી વિના મધ્યમ-તીવ્રતાની શારીરિક પ્રવૃત્તિ તરીકે ઝડપી ચાલવા માટે સક્ષમ છો, આનો અર્થ એ છે કે તમારું હૃદય તમારા શરીરને જરૂરી ઓક્સિજનયુક્ત રક્ત પૂરું પાડે છે.
ચાલવા જેવી હળવી પ્રવૃત્તિઓ કરતી વખતે પણ ક્યારેક તમને ધબકારા વધી શકે છે, ઝડપી ધબકારા વધી શકે છે. તેનો પ્રથમ અર્થએ હોઈ શકે કે, તમે બેઠાડુ જીવન જીવી રહ્યા હોવ અને તમારું શરીર હજી સુધી કસરત કરવા માટે પોતાને અનુકૂળ ન બન્યું હોય. તેથી તમારા હૃદયને સમાન પરિણામ લાવવા માટે વધુ મહેનત કરવી પડશે. પરંતુ કેટલીકવાર જ્યારે એઓર્ટિક વાલ્વ સંકુચિત હોય ત્યારે વ્યક્તિમાં પણ ધબકારામાં ફેરફાર થઈ શકે છે. તમને ઝડપી ધબકારા વધી શકે છે, ટૂંકા અંતર સુધી ચાલવામાં મુશ્કેલી પડી શકે છે અને કરેલી પ્રવૃત્તિઓ કરવામાં અસમર્થ છો. આનો અર્થ એ થઈ શકે છે કે હૃદયમાં નુકસાન પહેલાથી જ થયું છે.
ચાલતા ચાલતા વાત કરતી વખતે શ્વાસ ફૂલવા લાગે છે?
આ બેવડી પ્રવૃત્તિ છે અને તેથી વધુ ઊર્જાની જરૂર પડે છે. જ્યારે તમે ચાલતા હોવ ત્યારે વાત કરવાથી તમારી શ્વસન પ્રક્રિયામાં દખલ થાય છે. આ હંમેશા હૃદયરોગનો સંકેત આપતું નથી.
હાર્ટ રેટ રેસ્ટ શું છે?
પુખ્ત વયના લોકો માટે સામાન્ય હાર્ટ રેટ રેસ્ટ 60 થી 100 ધબકારા પ્રતિ મિનિટની વચ્ચે હોય છે. ઓછા ધબકારા વધુ સારું કારણ કે તે સૂચવે છે કે તમારા હૃદયના સ્નાયુઓ સારી સ્થિતિમાં છે અને લોહીને પંપ કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. સામાન્ય રીતે, દરરોજ કસરત કરતા એથ્લેટ્સના હૃદયના ધબકારા ઓછા હોય છે. પરંતુ જો હાર્ટ રેટ રેસ્ટ વધારે હોય, તો તમે નિયમિત પ્રવૃત્તિઓ પૂર્ણ કરતા પહેલા થાક અનુભવશો. આ હૃદય રોગની નિશાની હોઈ શકે છે જેમ કે હાર્ટ ફેઈલ અથવા હૃદયના વાલ્વ લીક હોવા.
આ પણ વાંચો: Conjunctivitis: કન્જેક્ટિવાઇટિસ આંખોનું દુશ્મન, ચોમાસામાં આંખ આવે ત્યારે આટલી સાવધાની રાખવી
ઉપરોક્ત સંકેત દેખાય ત્યારે શું કરવું?
એક્સપર્ટ તરત જ કાર્ડિયોલોજિસ્ટની સલાહ લેવાની સલાહ આપે છે, લક્ષણો દૂર થાય તેની રાહ જોવી નહીં અથવા લક્ષણોને અવગણવા જોઈએ નહિ. આ ઉપરાંત, સલાહ મુજબ ટેસ્ટ કરાવો. આમાં ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, હોલ્ટર મોનિટરિંગ, ઇકોકાર્ડિયોગ્રામ અથવા સીટી સ્કેન શામેલ હોઈ શકે છે. એકવાર હૃદયની સમસ્યા ઓળખાઈ જાય, પછી કાર્ડિયોલોજિસ્ટ સારવાર વિષે સલાહ સૂચવશે.





