ઇસબગુલ એ છોડનું બીજ છે જે ઘઉં જેવું જ દેખાય છે. તેમાં નાના પાંદડા અને ફૂલો છે. આ છોડની ડાળીઓમાં જે બીજ રોપવામાં આવે છે, તેમાં સફેદ રંગનો પદાર્થ ચોંટેલો હોય છે, જેને સાયલિયમ હસ્ક (Psyllium husk) કહે છે. ઇસબગુલ પાવડર બજારમાં સરળતાથી મળી રહે છે.આયુર્વેદ અનુસાર, ઇસબગુલની તાસીર ઠંડી છે, જે લાંબા સમય સુધી રહેતા ઝાડા, મરડો અને આંતરડાની ખેંચાણને દૂર કરવામાં અસરકારક છે. તે આંતરડાનો સોજો અને બળતરા ઘટાડે છે. ઘણીવાર કબજિયાતથી પીડાતા લોકો ઈસબગુલની ઉપયોગ દવા તરીકે કરે છે.
ઇસબગુલ (Isabgol) નો ખોટી રીતે ઉપયોગ કરવાથી પણ શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આમ તો ઇસબગુલનું સેવન કરવાથી મળ ઢીલો થઈ જાય છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી આંતરડામાં અવરોધ ઊભો થાય છે. જો તમે તેને સૂકવીને સેવન કરો છો, તો તેનાથી કબજિયાતની સમસ્યા વધી શકે છે.
આ પણ વાંચો: ફિટનેસ ઉત્સાહી મીરા કપૂરે 3 મહિનાના અંતર પછી યોગાસન કરવાની ફરી કરી શરુઆત
AIIMSના ભૂતપૂર્વ કન્સલ્ટન્ટ અને સાઓલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર ડૉ. બિમલ ઝાંઝરના જણાવ્યા અનુસાર, ઇસબગુલનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તેનું સેવન યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે શરીરને નુકસાન પણ કરી શકે છે. ચાલો જાણીએ નિષ્ણાતો પાસેથી કે ઇસબગુલનું સેવન કેટલું અને કેવી રીતે કરવું જોઈએ,
કબજિયાત દૂર કરવા માટે કેટલું ઇસબગુલનું સેવન જરૂરી છે
જો તમને કબજિયાતની ફરિયાદ હોય તો બપોરના અને રાત્રિભોજનના 20 મિનિટ પહેલા ઇસબગુલનું સેવન કરો. જો વધુ કબજિયાત ન હોય તો તમે રાત્રે તેનું સેવન કરી શકો છો. આના સેવનથી પેટ ભરેલું લાગે છે અને કબજિયાત દૂર થાય છે.
ઇસબગુલનું સેવન કેવી રીતે કરવું?
ઇસબગુલને સૂકવીને ખાવાથી તે ગળામાં ચોંટી જવા લાગે છે, તેથી તેને પાણીમાં પલાળીને રાખો. જો તમે તેને પાણીમાં પલાળીને ખાશો તો તે ખાવામાં સરળ રહેશે અને તે ગળામાં ચોંટી જશે નહીં.
આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે આ ડ્રેગન ફ્રૂટ,જાણો ફાયદા
ઇસબગુલ કેવી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?
ઇસબગુલના ફાયદા વિશે વાત કરીએ તો તેનું સેવન કરવાથી વજન કંટ્રોલ કરી શકાય છે. ફાઈબરથી ભરપૂર ઇસબગુલ વજનને ઝડપથી કંટ્રોલ કરે છે. તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, 5 ગ્રામ ઈસબગુલમાં 4 ગ્રામ ફાઈબર હોય છે.
તેમાં હાજર અદ્રાવ્ય ફાઇબર આંતરડાના સોજાને ઘટાડે છે અને મળને ઢીલું કરે છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે હૃદયની તંદુરસ્તીને સુધારે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. ઇસબગુલ બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં હાજર જિલેટીન શરીરમાં ગ્લુકોઝના ભંગાણ અને શોષણને ધીમું કરે છે, જેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.