Winter Trip Destinations In Kashmir : જમ્મુ કાશ્મીર ભારતનું સ્વર્ગ કહેવાય છે. બરફથી ઢંકાયેલા ઉંચા પહાડ, ઉંડી ખીણ, ઉંચા પહાડ, ફ્લાવર વેલી અને અદભૂત શાંતિનો અનુભવ કરવા દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસી કાશ્મીર આવે છે. ગુલમર્ગ, સોનબર્ગ, અનંતનાગ, બારામુલા સહિત ઘણા પ્રખ્યાત સ્થળો પર પ્રવાસીઓ શિયાળામાં હિમવર્ષાની મજા માણે છે.
ગુલબર્ગ ફરવાનો યોગ્ય સમય
હિમવર્ષા દરમિયાન ગુલબર્ગનો નજારો જોવાલાયક હોય છે. બફરની સફેદ ચાદરથી ઢંકાયેલા પહાડ અને વૃક્ષો જન્નતમાં હોવાનો અનુભવ કરાવે છે. તાપમાન ઘટવાથી મેદાની વિસ્તારમાં સામાન્ય વરસાદ પડે છે, જેના કારણ ઠંડી વધે છે. ગુલમર્ગમાં હિમવર્ષાની મજા માણવાનો ઉત્તમ સમય નવેમ્બર થી ફેબ્રુઆરી હોય છે.
ગુલબર્ગ અમદાવાદથી કેટલું દૂર છે?
અમદાવાદથી ગુલમર્ગ 1600 કિમી અને દિલ્હીથી તે 840 કિમી દૂર છે. તો તમે અમદાવાદથી જમ્મુ કાશ્મીર પહોંચવા માટે ઘણી ટ્રેન અને ફ્લાઇટ ઉપલબ્ધ છે. કટરા એક્સપ્રેસ, હાપા એક્સપ્રેસ ટ્રેનનું ટિકિટ ભાડું કોચ મુજબ 750 રૂપિયાથી શરૂ થઇ 5000 રૂપિયા સુધી હોય છે. નવી દિલ્હીથી શ્રીનગર માટે સીધી ટ્રેન છે. આ પ્રવાસ 13 કલાકનો હોય છે અને ટિકિટ ભાડું 1500 થી 3000 રૂપિયા સુધી હોય છે. શ્રીનગર પહોંચ્યા બાદ તમે ગુલમર્ગ માટે ખાનગી કાર બુકિં કરવી પડશે, જેનું ભાડું 1500 થી 2000 રૂપિયા સુધી હોય છે. આ ટેક્સ લગભઘ 2 કલાકમાં બરફથી ઢંકાયેલા ગુલમર્ગ સુધી લઇ જશે.
ગુલમર્ગ રહેવાનો અને ભોજનનો ખર્ચ
બજેટમાં ગુલમર્ગ પ્રવાસ માટે તમારે રહેવા અને જમવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી પડશે. તમારે અહીં એક દિવસનું રૂમ ભાડું 2500 રૂપિયા આસપાસ હોય તેવી હોટેલ પસંદ કરવી પડશે. અહીં હોમ સ્ટે પણ મળી જશે, જેની માે 1000 રૂપિયા આસપાસ ચૂકવવા પડે છે. ઉપરાંત એક દિવસના ભોજનનો ખર્ચ 500 થી 800 રૂપિયાની વચ્ચે રહેશે.
શિયાળામાં કાશ્મીરમાં આકરી ઠંડી પડે છે. આથી ગુલમર્ગ ફરવા જતા પહેલા ગરમ કપડા અને થર્મલ વેર સાથે લઇ જવાનું ભૂલશો નહીં. આ સાથે તમારી જરૂરિયાત મુજબ દવાઓ પણ સાથે લઇ જવી.





