Karan Johar Troll News | કરણ જોહરે (Karan Johar) ઘણીવાર જાહેરમાં પોતાની પસંદની ફિલ્મો અને શોની પ્રશંસા કરી છે, જેમાં વિધુ વિનોદ ચોપરાની બ્લોકબસ્ટર ૧૨મી ફેઇલથી લઈને સુદીપ શર્માના થ્રિલર શો કોહરાનો સમાવેશ થાય છે. હવે, તે મોહિત સૂરીના રોમેન્ટિક ડ્રામા સૈયારા (Saiyaara) ના વખાણ કરી રહ્યા છે, જેમાં અહાન પાંડે (Ahaan Panday) અને અનિત પદ્દા તેમની પહેલી ફિલ્મમાં અભિનય કરી રહ્યા છે.
કરણ જોહર મુવીઝ (Karan Johar Movies)
કરણ જોહરે મુવીઝ જેમ કે, કુછ કુછ હોતા હૈ (1898), કભી ખુશી કભી ગમ… (2001), કભી અલવિદા ના કહેના (2006), માય નેમ ઇઝ ખાન (2010), સ્ટુડન્ટ ઓફ ધ યર (2012), એ દિલ હૈ મુશ્કિલ (2016), અને તાજેતરમાં, રોકી ઔર રાની કી પ્રેમ કહાની (2023) જેવી યાદગાર લવસ્ટોરી ડાયરેક્ટર તરીકેકરિયર બનાવી છે.
કરણ જોહરે સૈયારા ફિલ્મના વખાણ કર્યા
કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે “મને યાદ નથી કે ફિલ્મ જોયા પછી મને છેલ્લી વાર આવું ક્યારે લાગ્યું. આંસુ વહેતા હતા અને છતાં અપાર આનંદની લાગણી, એક પ્રેમકથાએ રૂપેરી પડદે વિજય મેળવ્યો અને દેશને પ્રેમમાં પાડ્યો તે હકીકતનો આનંદ,’
કરણ જોહરે ઉમેર્યું “મને ગર્વ છે કે મારા અલ્મા મેટર @yrf એ લવ સ્ટોરી પાછી લાવ્યા છે!! ફિલ્મોમાં પાછા…. આપણી ઇન્ડસ્ટ્રીમાં પાછા…. આદિ હું તને પ્રેમ કરું છું અને એ કહેતા ગર્વ અનુભવું છું કે હું જીવનભર YRFનો વિદ્યાર્થી છું! @awidhani નિર્માતા તરીકે કેવો ડેબ્યૂ!!! તે બોલ હવે સત્તાવાર રીતે બહાર છે,”
અહીં જણાવી દઈએ કે સૈયારાનું નિર્માણ અક્ષય વિધાણી દ્વારા આદિત્ય ચોપરાની યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. જોહરે 1995 માં તેમની મુખ્ય રોમેન્ટિક ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી ચોપરાના સહાયક દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
કરણ જોહરે આગળ લખ્યું, ‘અભિનંદન! @mohitsuri એ પોતાના કરિયરની બેસ્ટ ફિલ્મ બનાવી છે અને હું તેની સ્ટોરી કહેવાની, તેની કારીગરી અને સંગીતના શાનથી દંગ રહી ગયો છું, મ્યુઝિક ફક્ત એક આધારસ્તંભ નથી પણ આ ફિલ્મમાં એક પાત્ર છે,” , “કેટલું સરસ ડેબ્યૂ @ahaanpandayy!!!!! તમે મારું હૃદય તોડી નાખ્યું અને છતાં મને એક ફિલ્મ નિર્માતા તરીકે એનર્જી આપી છે. તમારી આંખો ઘણું બધું કહી ગઈ, અને હું તમારી આગળની સફર જોવા માટે આતુર છું…. તું શાનદાર છો!!!!! ફિલ્મોમાં આપનું સ્વાગત છે!!! @aneetpadda_, ખૂબસૂરત છોકરી. કેટલી સુંદર અને અદ્ભુત છો!!! તારું મૌન ઘણું બધું કહી ગયા, અને ફિલ્મમાં તારી નબળાઈ અને શક્તિથી મારી આંખોમાં આંસુ આવ્યા, મુવીમાં અહાન અને તમે બંને જાદુઈ હતા!”
અહાન પાંડે કોણ છે?
અહાન અનન્યા પાંડેનો પિતરાઈ ભાઈ છે, જેને જોહરે 2019 માં તેમના પ્રોડક્શન, પુનિત મલ્હોત્રાના કેમ્પસ કેપર સ્ટુડન્ટ ઓફ ધ યર 2 સાથે લોન્ચ કરી હતી. ત્યારથી અનન્યા નિયમિતપણે જોહરના બેનર ધર્મા પ્રોડક્શન્સ સાથે ગેહરૈયાં (2022), લાઈગર (2022), કેસરી ચેપ્ટર 2 અને આગામી તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી અને ચાંદ મેરા દિલ જેવી ફિલ્મોમાં સહયોગ કરી રહી છે. તેણે ગયા વર્ષે તેમના પ્રોડક્શન કોલ મી બે સાથે ઓટીટી ડેબ્યૂ પણ કર્યું હતું, જેને પ્રાઇમ વિડિયો ઇન્ડિયા દ્વારા બીજી સીઝન માટે રિન્યૂ કરવામાં આવ્યું છે.
કરણ જોહર નેપોટિઝ્મ ને કારણે ટ્રોલ
કમેન્ટ સેક્શનમાં જોહરને “નેપો બેબીઝ કા દૈજાન” (નેપો બેબીઝની આયા) કહેવા માટે એક ટ્રોલને પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ જોહર ચૂપ ન બેઠો. તેણે કમેન્ટ સાથે વળતો પ્રહાર કર્યો: “ચુપ કર!!! ઘરે બેઠા બેઠા નકારાત્મકતા ન ફેલાવ! બે બાળકોનું કામ જો! અને જાતે થોડું કામ કરો.”
સૈયારા હિન્દી સિનેમામાં નવા કલાકારોને અભિનીત સૌથી વધુ ઓપનિંગ આપતી ફિલ્મ બની ગઈ છે. તેણે તેના શરૂઆતના વિકેન્ડ પર 83 કરોડ રૂપિયાની કમાણી કરી છે.





