Kareena Kapoor Weight Loss secrets In Gujarati | કોઈપણ ઋતુ હોય સારો હેલ્ધી અને યોગ્ય ખોરાક જ આપણું સ્વાસ્થ્ય સારું રાખે છે. જો તમે પણ કરીના કપૂર (Kareena Kapoor) ની જેમ સ્લિમ અને ફિટ દેખાવા માંગતા હો, તો થોડીજ મિનિટમાં તૈયાર કરેલી આ જાદુઈ વજન ઘટાડતી ખીચડી રેસીપી તમારા માટે યોગ્ય છે. ખીચડી સ્વાદિષ્ટ, સ્વસ્થ અને ઝડપથી તૈયાર થઇ જાય છે.
કરીના કપૂરની સરળ વેટ લોસ સિક્રેટ ખીચડી છે કે બનાવવી ખુબજ સરળ છે, કરીના કપૂરના મનપસંદ આ ખીચડી સ્વાદિષ્ટ છે અને મિનિટોમાં બની જાય છે, કરીના કપૂર ખીચડી રેસીપી
કરીના કપૂર ખીચડી રેસીપી સામગ્રી
- 1/2 કપ મિક્ષ દાળ (તુવેર દાળ, મગની દાળ, મસૂર દાળ)
- 1/2 કપ બ્રાઉન રાઇસ અથવા ક્વિનોઆ
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1/2 ચમચી જીરું
- 2 કપ પાણી
- 1/4 ચમચી હળદર પાવડર
- 2 ઝીણા સમારેલા લીલા મરચાં
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી ઘી
કરીના કપૂર ખીચડી રેસીપી
- સૌ પ્રથમ બધી દાળ મિક્ષ કરો અને બ્રાઉન રાઈસને સારી રીતે ધોઈ લો અને તેમને 10 મિનિટ માટે પલાળી રાખો.પ્રેશર કુકરમાં ઘી ગરમ કરો. તેમાં જીરું ઉમેરો અને તેને સાંતળો. હવે આદુની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો અને 1 મિનિટ માટે સાંતળો.
- પલાળેલી દાળ, ચોખા, હળદર પાવડર, મીઠું ઉમેરો અને મિક્સ કરો, હવે જરૂર મુજબ પાણી ઉમેરો અને પ્રેશર કુકમાં 2-3 સીટી વાગે ત્યાં સુધી કુક થવા દો. જો તમે પેનમાં બનાવતા હોવ તો, ઢાંકીને ધીમા તાપે દાળ અને ચોખા સંપૂર્ણપણે નરમ થાય ત્યાં સુધી કુક કરો.
- ખીચડી સારી રીતે કુક થઇ જાય પછી, લીંબુનો રસ અને કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો, તમે તેને દહીં અથવા કોઈ શાક સાથે સર્વ કરી શકો છો.
Read More





