શાકાહારીમાં પ્રોટીનના સ્ત્રોતો વિશે ઘણી માન્યતાઓ અને જાગૃતિનો અભાવ છે. પરંતુ કાર્તિક આર્યન ભાર મૂકે છે કે ફિટ રહેવું શક્ય છે ભલે તમે માંસ ન ખાઓ તો પણ તમારી પ્રોટીનની ઉણપમાં રહેશે નહિ.
કાર્તિક આર્યન ડાયટ
પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા સાથે વાત કરતા ,અભિનેતાએ તેના ભોજન યોજના શેર કરતા કહ્યું: “શાકાહારી ડાયટ પર સારું શરીર બનાવ્યું… પનીર ખાધા, સ્પ્રાઉટ્સ કઠોળ ખાધા , પ્રોટીન લીધું, ટોફુ ખાધું, અને રાત્રે સૂપ પીયને સુઈ જાઉં છું.”
પરંતુ વ્યક્તિએ તેને ધાર્મિક વિધિની જેમ પ્રેક્ટિસ કરવાની જરૂર છે, અભિનેતાએ ભાર મૂક્યો અને આગળ કહ્યું કે ‘હું એક રોબોટિક વસ્તુ જેવું કરું છું. જે રાત્રે ટમેટા સૂપ પીવે છે, તો તે ટામેટા સૂપ છ મહિને સુધી ચાલે છે એમાં કોઈ બદલાવ હોતો નથી.’
પરંતુ પ્રોટીન સ્ત્રોત તરીકે શાકભાજી કેટલા અસરકારક છે?
ડૉ. અંજના કાલિયાએ indianexpress.com ને જણાવ્યું હતું કે પનીર, ટોફુ, સ્પ્રાઉટ્સ, મસૂર અને વનસ્પતિ આધારિત પ્રોટીન પાવડર જેવા શાકાહારી પ્રોટીન સ્ત્રોતો સ્નાયુઓના નિર્માણ માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે જ્યારે યોગ્ય સંયોજન અને માત્રામાં તેનું સેવન કરવામાં આવે છે.
એક્સપર્ટ કહે છે કે, “જ્યારે ઈંડા, ચિકન અને માછલી જેવા પ્રાણી પ્રોટીનને ‘કમ્પ્લીટ પ્રોટીન’ (બધા આવશ્યક એમિનો એસિડ ધરાવતા) ગણવામાં આવે છે,ત્યારે મોટાભાગના પ્લાન્ટ બેઝડ પ્રોટીન ‘અપૂર્ણ’ હોય છે.” જોકે વિવિધ શાકાહારી ખોરાક જેમ કે કઠોળને અનાજ સાથે (ઉદાહરણ તરીકે, દાળને ચોખા સાથે અથવા રોટલી) ભેળવવાથી સંપૂર્ણ એમિનો એસિડ પ્રોફાઇલ પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે.”
તેણે ઉમેર્યું કે પનીર અને ટોફુ, ખાસ કરીને, કેસીન અને સોયા પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે, જે બંને સ્નાયુઓની રિકવરી અને વૃદ્ધિને ટેકો આપવા માટે જાણીતા છે. યોગ્ય ભોજન આયોજન અને પર્યાપ્ત કેલરીના સેવનથી, શાકાહારીઓ નોન વેજ ખાનારાઓ જેટલા જ અસરકારક રીતે સ્નાયુઓ બનાવી શકે છે.

દરરોજ એકજ સૂપ પીવો
કાર્તિક આર્યનએ ફિટ રહેવા માટે ટામેટાંના સૂપ જેવા સમાન ભોજન લેવાની ખાતરી આપી હતી, ડાયેટિશિયને સમજાવ્યું કે દરરોજ સમાન ખોરાક ખાવાથી, ભલે તે સ્વસ્થ હોય, સમય જતાં પોષણ અસંતુલન સર્જાઈ શકે છે.
દરેક ફૂડ ગ્રુપ યુનિક વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટો પ્રદાન કરે છે, અને આહારમાં વિવિધતાનો અભાવ વિટામિન B12, આયર્ન, ઝીંક અને ચોક્કસ એમિનો એસિડ જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે ખાસ કરીને શાકાહારી આહારમાં.
શું શિયાળામાં નારંગી ખાવાથી શરદી ખાંસી થાય?
શાકાહારીઓ બીજું શું ખાઈ શકે છે?
ડૉ. કાલિયાએ ભલામણ કરી હતી કે શાકાહારીઓ પ્રોટીન સ્ત્રોતોને બદલીને ભોજનને રોમાંચક અને પૌષ્ટિક રાખે. ઉદાહરણ તરીકે, વિવિધ કઠોળ (જેમ કે ચણા, રાજમા અને મસૂર), બીજ (જેમ કે ચિયા, શણ અને કોળું), અને બદામનો સમાવેશ કરવાથી પ્રોટીન અને સ્વસ્થ ચરબી બંને ઉમેરાય છે. ગ્રીક દહીં અથવા છોડ આધારિત પ્રોટીન પાવડર, શાકભાજી સાથે ક્વિનોઆ બાઉલ અથવા પનીર ટિક્કા રેપથી બનેલી સ્મૂધી સ્વાદિષ્ટ, હાઈ પ્રોટીન વિકલ્પો છે.
સોયા મિલ્ક, આથોવાળા ખોરાકનો સમાવેશ કરવાથી પોષક તત્વોનું શોષણ વધુ વધી શકે છે. મુખ્ય વસ્તુ સંતુલન રહે છે પ્રોટીન સ્ત્રોતોનું મિશ્રણ, મોસમી શાકભાજી ઉમેરવા અને વિવિધ કુકીંગ ટિપ્સનો ઉપયોગ પોષણ અને આનંદની ખાતરી કરે છે જ્યારે મજબૂત, દુર્બળ સ્નાયુઓના વિકાસને પ્રોત્સાહન આપે છે.





