Kathiyawadi Dhokli Shaak Recipe In Gujarati | કાઠિયાવાડીમાં ઢોકળીનું શાક પ્રખ્યાત વાનગી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે તે એટલી જ લોકપ્રિય છે! શું તમને એ ખબર છે આ ચણાની લોટની ઢોકળીને પશ્ચિમી દેશોમાં રહેતા શાકાહારી લોકો ચણાનું ટોફુ તરીકે ઓળખે છે? શિયાળામાં ઢોકળીનું શાક ખાવાની મજા પડશે, અહીં જાણો રેસીપી
કાઠિયાવાડી ઢોકળીનું શાક ગરમાગરમ ભાખરી, રોટલી અથવા પરોઠા સાથે પીરસવામાં આવે છે તે ખુબજ ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે, અહીં જાણો ઢોકળીના શાકની રેસીપી
કાઠિયાવાડી ઢોકળી શાક રેસીપી
ઢોકળી બનાવવા માટે
સામગ્રી
- 1 કપ ચણાનો લોટ
- 1 ચમચી અજમો
- 1/2 ચમચી હળદર
- 1 ચમચી મરચું પાઉડર
- મીઠું સ્વાદ અનુસાર
- 2 લીલા મરચાં
ઢોકળી બનાવવા માટે
- એક વાસણમાં 1 કપ ચણાનો લોટ લો.
- તેમાં 1 ચમચી અજમો, 1/2 ચમચી હળદર, 1 ચમચી મરચું પાઉડર અને મીઠું ઉમેરો.
- વાસણમાં થોડું વાટેલું આદુ અને વાટેલા 2 લીલા મરચાં ઉમેરો.બધું બરાબર મિક્સ કરો.
- હવે ધીમે ધીમે 1/2 કપ છાશ ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો જેથી ગાંઠા ન પડે. ખીરું પાતળું હોવું જોઈએ.
- આ ખીરાને એક કડાઈમાં નાખીને મધ્યમ આંચ પર ત્યાં સુધી પકાવો, જ્યાં સુધી તે ઘટ્ટ થઈને કડાઈ છોડવા લાગે.
- આમાં લગભગ 7-10 મિનિટ લાગશે.
- ખીરું ઘટ્ટ થઈ જાય, એટલે તેને તેલ લગાવેલી થાળીમાં કાઢીને બરાબર ફેલાવી દો.
- થોડું ઠંડુ થાય એટલે તેના ચોરસ ટુકડા કરી લો.
ચટણી બનાવવી માટે સામગ્રી
સામગ્રી
- 7 કળી લસણ
- મીઠું
- 2 ચમચી મરચું પાઉડર
- 1 ચમચી જીરું
ઢોકળીનું શાક બનાવવા માટે
સામગ્રી
- 1 મોટી ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 1/2 ચમચી હિંગ
- 2 સૂકા લાલ મરચાં
- લસણની ચટણી
- 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
- સ્વાદ અનુસાર
- છાશ ઉકળવા માટે
- કસુરી મેથી
- કોથમીર
ઢોકળીનું શાક બનાવવા માટે
- શાક બનાવવા માટે, એક કડાઈમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ, 2 સૂકા લાલ મરચાં અને તૈયાર કરેલી લસણની ચટણી ઉમેરો. બધું બરાબર ભળી જાય એટલે 1/2 ચમચી હળદર, 1 ચમચી મરચું પાઉડર અને 1/2 ચમચી ધાણાજીરું પાઉડર ઉમેરો.
- મસાલો તેલમાં શેકાઈ જાય પછી તેમાં થોડું પાણી અને 2 કપ છાશ ઉમેરો. થોડું મીઠું નાખો. છાશ ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલી ઢોકળી ઉમેરો. આ સમયે તેને હલાવશો નહીં. ઢોકળીને મધ્યમ આંચ પર 5-10 મિનિટ સુધી ચડવા દો. છેલ્લે, થોડી કસુરી મેથી અને કોથમીર ઉમેરો. આ ઢોકળીનું શાક ભાખરી, રોટી કે પરોઠા સાથે પીરસો.
Read More





