Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati : દહીં તીખારી દહીં માંથી બનતી વાનગી છે. મોટાભાગના લોકોના ઘરે દહીં તીખારી બનતી હોય છે. ઘણી વખત બહાર હોટેલ કે ઢાબા પર જમવા જાય છે ત્યારે પણ લોકો દહીં તીખારી ખાવાની મજા માણે છે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે, ઢાબા જેવી દહીં તીખારી ઘરે બનતી નથી. જો તમને પણ દહીં તીખારી ખાવી ગમે છે તો અહીં અસ્સલ કાઠિયાવાડી સ્ટાઈલમાં ગ્રીન દહીં તીખારી બનાવવાની સરળ રેસીપી આપી છે. તો આ વખતે સાતમ આઠમ માટે રાંધણ છઠ્ઠ પર ગ્રીન દહીં તીખારી જરૂર બનાવો.
ગ્રીન દહીં તીખારી બનાવવા માટે સામગ્રી
- દહીં – 250 ગ્રામ
- તેલ – 3 – 4 ચમચી
- રાઇ – 1 ચમચી
- જીરું – 3 ચમચી
- મીઠો લીમડો – 10 પાન
- હિંગ – 1/4 ચમચી
- સુકું લાલ મરચું – 2 નંગ
- મરચા અને કોથમીરની પેસ્ટ – 1 વાટકી
- આદું લસણની પેસ્ટ – 2 ચમચી
- હળદર – 1/2 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
Dahi Tikhari Recipe In Gujarati : ગ્રીન દહીં તીખારી બનાવવાની રીત
ગ્રીન દહીં તીખારી માટે મસાલો બનાવો
સૌપ્રથમ ગેસ ચાલુ એક કઢાઇમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરો, પછી તેમા 1 ચમચી રાઇ, 1 ચમચી જીરું અને મીઠા લીમડાનો તડકો લગાવો. પછી તેમા 1/4 ચમચી હિંગ, 2 નંગ સુકા લાલ મરચા સાંતળો. હવે તેમા 1 વાટકી લીલા મરચા લીલા કોથમીરની પેસ્ટ અને 1 કે 2 ચમચી ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો. મસાલો બરાબર સાંતળી જાય પછી તેમા અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને ફરી ઉપરથી જીરું ઉમેરી મસાલાને 2 થી 3 મિનિટ સુધી સાંતળો.
મસાલો બરાબર સાંતળી જાય પછી ગેસ બંધ કરી. આ મસાલાને 5 મિનિટ સુધી ઠંડુ થવા દો. હવે તેમા મીડિયમ ખાટું દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દો. આ ગ્રીન દહીં તીખારી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ગ્રીન દહીં તીખારી બાજરીનો રોટલો કે ભાખરી સાથે ખાઇ શકાય છે.
દહીં તીખારી બનાવતી વખતે ક્યારે દહીંમાં તેલ મસાલો ઉમેરવો નહીં. આમ કરવાથી દહીં ફાટી જવાની શક્યતા રહે છે.
આ પણ વાંચો | થેપલા બનાવવાની પરફેક્ટ રેસીપી, 5 દિવસ સુધી ફ્રેશ રહેશે
દહીં તીખારી બનાવવા માટે હંમેશા મીડિયમ ખાટું દહીં લેવું. એકદમ ફ્રેશ દહીં કે બહું ખાટું દહીં હશે તો દહીં તીખારીનો સ્વાદ આવશે નહીં. આથી દહીં તીખારી બનાવવા માટે મીડિયમ ખાટું દહીંનો ઉપયોગ કરવો.